તલવારનો વીડિયો વાઇરલ થતાં વિજિલન્સ પોલીસ દોડતી થઇ:આર્ટ્સ ફેકલ્ટીમાં 4 વિદ્યાર્થી ખુલ્લી તલવાર સાથે દેખાયા
વિજિલન્સની ઓફિસ પાસેનો વીડિયો વાયરલ વીજિલન્સ-પોલીસ દોડી, માફીપત્ર લખાવી છોડ્યા એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો તલવારો સાથેનો વિડિયો વાઇરલ થતાં વીજીલન્સ અને પોલીસ દોડતી થઇ હતી.
- વિજિલન્સની ઓફિસ પાસેનો વીડિયો વાયરલ
- વીજિલન્સ-પોલીસ દોડી, માફીપત્ર લખાવી છોડ્યા
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો તલવારો સાથેનો વિડિયો વાઇરલ થતાં વીજીલન્સ અને પોલીસ દોડતી થઇ હતી. કાર્યક્રમ માટે મિત્રને આપેલી તલવાર ઘરે લઇ જતા પહેલા ફેકલ્ટીમાં લવાઇ હતી અને અન્ય મિત્રો સામે પ્રદર્શન થતું હતું. ત્યારે કોઇએ વિડિયો ઉતારી વાઇરલ કર્યો હતો.
આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો તલવારો સાથેનો વિડિયો વાઇરલ
વિદ્યાર્થીઓની પૂછતાછ કરી માફીપત્ર લખાવી છોડી દેવાયા હતા. બુધવારે આર્ટસના ગુંબજ પાસેના દાદર પર 4થી 5 વિદ્યાર્થીઓનો 4 જેટલી તલવારો સાથેનો વિડિયો વાઇરલ થયો હતો. જેના પગલે વીજીલન્સ 2 વિદ્યાર્થીઓને પકડીને હેડ ઓફીસ લાવી હતી. જયાં પૂછતાછ કરતાં તેમણે જણાવ્યું કે તેમના બે મિત્રો તલવાર લઇને આવ્યા હતા.

અન્ય મિત્રોને તલવાર બતાવતા હતા ત્યારે કોઇએ વિડિયો ઉતારી વાઇરલ કર્યો
ત્યારે વીજીલન્સે જે વિદ્યાર્થીઓ તલવાર લઇને આવ્યા તેમને બોલાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સાયન્સ ફેકલ્ટીમાં સી.વી.રામન બિલ્ડિંગના કાર્યક્રમ માટે તલવાર આપી હતી. તે ઘરે લઇ જતા પહેલા આર્ટસમાં ગયા હતા જયાં અન્ય મિત્રોને તલવાર બતાવતા હતા ત્યારે કોઇએ વિડિયો ઉતારી વાઇરલ કર્યો હતો.
તલવારોનું ખુલ્લુ પ્રદર્શન થવાનો વિડિયો વાયુ વેગે પ્રસર્યો
ઘટનાને પગલે પોલીસ પણ હેડ ઓફીસ દોડી ગાઇ હતી. વીજીલન્સ અને યુનિવર્સિટી સત્તાધીશોએ પૂછપરછ કર્યા બાદ ખાત્રી કરી માફીપત્ર લાખાવી વિદ્યાર્થીઓને છોડ્યા હતા. પોલીસે પણ પૂછપરછ કરી હતી. બે કલાક આ ડ્રામા ચાલ્યો હતો. તલવારોનું ખુલ્લુ પ્રદર્શન થવાનો વિડિયો વાયુ વેગે પ્રસર્યો હતો. વીજીલન્સ ઓફીસ સામે જ તલવારોનું પ્રદર્શન થતાં વિજિલન્સ ઉંઘતું ઝડપાયું હતું.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले