देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 9 बार पढ़ी गई

પાલિકા પ્રાથમિકતા ભૂલી:મહિને 20 લાખનું પાણી ખરીદતા વેમાલીનું તળાવ પાલિકા 2.26 કરોડમાં સુંદર બનાવશે

વેમાલીમાં પાણી, ગટર, રસ્તો, લાઇટની સુવિધા નથી 2.61 કરોડનો વેરો ભરીને વેમાલીમાં ટેન્કરથી વર્ષે 2.40 કરોડના પાણીની ખરીદી શહેરમાં સમાવિષ્ટ વેમાલી ગામમાં પાણીનું નેટવર્ક નથી, ડ્રેનેજ લાઈન જોડાઇ નથી.

Abhishek Raghuvanshi23 मार्च 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • વેમાલીમાં પાણી, ગટર, રસ્તો, લાઇટની સુવિધા નથી
  • 2.61 કરોડનો વેરો ભરીને વેમાલીમાં ટેન્કરથી વર્ષે 2.40 કરોડના પાણીની ખરીદી

શહેરમાં સમાવિષ્ટ વેમાલી ગામમાં પાણીનું નેટવર્ક નથી, ડ્રેનેજ લાઈન જોડાઇ નથી. રોડ અને સ્ટ્રીટ લાઈટનો અભાવ છે. દર મહિને વેમાલીના રહીશો 21 લાખ રૂપિયાનું પીવાનું પાણી મગાવે છે. ત્યારે પાલિકા ભૂલી ગઇ છે કે નાગરિકને તળાવની સુંદરતા કરતાં પહેલાં પ્રાથમિક સુવિધાઓ આપવાની તેની પ્રાથમિક ફરજ છે. પાલિકાએ વેમાલી ગામમાં પાણી વિનાના તળાવનું બ્યુટીફિકેશન રૂ. 2.26 કરોડમાં કરવાનું નક્કી કર્યું છે. જેમાં કોન્ટ્રાક્ટરે પણ અંદાજિત કરતા રૂ. 39.16 લાખ રૂપિયા વધારે માંગ્યા છે.

પાલિકાએ પાણી વિનાના તળાવનું બ્યુટીફિકેશન કરવાનું નક્કી કર્યું
પહેલેથી જ પાલિકાએ તળાવોનું બ્યુટીફિકેશન કરી કરોડોનું આંધણ કર્યુ છે. તળાવના બ્યુટીફિકેશન બાદ પણ તેમાં ડ્રેનેજના પાણી છોડાતાં જળચર પ્રાણીઓના મૃત્યુ થવાના બનાવ બની રહ્યા છે. નાગરિકોને દુર્ગંધથી પરેશાની ભોગવવી પડે છે. ત્યારે પાલિકાએ વધુ એક તળાવનું બ્યુટીફિકેશન કરી તેના બદતર હાલ કરવાનું નક્કી કર્યું હોય તેવું જણાય છે. વેમાલીનો શહેરમાં સમાવેશ થયાના ત્રણ વર્ષે પણ પાણીનું નેટવર્ક નથી. ડ્રેનેજ લાઈના જોડાણો નથી. રસ્તાની સમસ્યા છે અને સ્ટ્રીટ લાઈટ વિના લોકો અંધારામાં જીવે છે.

તળાવના બ્યુટીફીકેશન માટે પાલિકાએ 1.87 કરોડનો અંદાજ લગાવ્યો

ત્યારે પાલિકાને તળાવનું બ્યુટીફિકેશન કરવાનું સુજ્યું છે. તળાવના બ્યુટીફીકેશન માટે પાલિકા 1.87 કરોડનો અંદાજ લગાવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર પાસે ભાવ મંગાવતા તેઓએ 22 ટકા વધુ એટલે કે રૂ. 2.28 કરોડનો ભાવ ભર્યો હતો. પાલિકાના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલે કોન્ટ્રાક્ટરને ભાવમાં ઘટાડો કરવાનું કહેતા કોન્ટ્રાક્ટરે ભાવમાં એક ટકાનો ઘટાડો કર્યો હતો.

પાલિકાના જ સલાહકારે આ ભાવ વધારો વાજબી હોવાની સલાહ આપી ​​​​​​​
એટલે કે આ કામ રૂ. 2.26 કરોડના ખર્ચે કરવાની તૈયારી બતાવી હતી. રૂ. 1.87 કરોડના અંદાજ સામે પાલિકાના જ સલાહકારે આ ભાવ વધારો વાજબી હોવાની સલાહ આપી હતી. કોન્ટ્રાક્ટરે રૂ 36.19 લાખ વધु માંગ્યા છે. જેની મંજૂરી માટે સ્થાયીમાં દરખાસ્ત રજૂ કરાઇ છે.

વેમાલીમાં લોકો રોજ 175 ટેન્કર પાણી મગાવવા મજબૂર
વડોદરા ऑ| વેમાલી વિસ્તાર પાલિકામાં સમાવ્યું ત્યારબાદ અત્યાર સુધી વિસ્તારમાં પાણીનો ભારે ત્રાસ છે. સ્થાનિક લોકો રોજ બોરથી પાણી મેળવે છે. પરંતુ પાણીના સ્તર નીચે જતા રોજના અંદાજીત 175 જેટલા ટેન્કર મંગાવે છે. લોકો પાલિકાને છેલ્લા 2 વર્ષથી પાણી સહિતનો વેરો આપે છે. તેમ છતાં મહિને રૂ. 21 લાખનો ખર્ચ માત્ર પાણી પાછળ કરે છે. તેવામાં નાગરિકોની આ સમસ્યાનો નિકાલ લાવવાની જગ્યાએ પાલિકાને રૂ. 2.26 કરોડ ખર્ચી તળાવનું બ્યુટીફીકેશન કરવાનું મહત્વનું છે.

વેમાલીના લોકો વર્ષે 2.08 કરોડ વેરો ભરે છે
વેમાલી ગામ અને તેની આસપાસના વિસ્તારમાં 4,564 બિલની બજવણી કરાઈ હતી. જેના થકી પાલિકાને રૂ. 2.61 કરોડની આવકનો અંદાજ છે. આ વર્ષે વેમાલીના રહીશોએ ~2.08 કરોડ વેરો ચૂકવી ~2.40 કરોડનું પાણી ટેન્કરથી મેળવ્યું છે.

તળાવ નહિ અમારે તો પાણી જોઈએ
ગામ, સોસાયટીઓ લાખોનું પાણી મેળવે છે. તળાવ બ્યુટીફીકેશનની જરૂર નથી. ડ્રેનેજનું કનેક્શન છે જોડાણ નથી. ચૂંટણી પહેલા સ્ટ્રીટ લાઈટના કામનું ઉદ્ઘાટન કર્યુ એ અધૂરું છે. 7 મહિનાથી કોર્પોરેટર જોવા આવ્યા નથી. રવિવારે બેઠક કરી અમે આંદોલન કરવાના છે. – નિલેશ પટેલ, પૂર્વ સરપંચ

કોન્ટ્રાક્ટરના ફાયદા માટે તળાવનું કામ છે
અમારી જરૂરિયાત પાણીની છે. લોકો નાણા ખર્ચી પાણી મેળવે છે. સ્ટ્રીટ લાઈટનું કામ અધૂરું છે. ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લમ છે. તળાવનું કામ જરૂરી નથી. કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા કામ સોપાયું છે તેવું લાગે છે. નાગરિકોને ફાયદો થાય તેવા કામો કરવા જોઈએ. – નિખિલ પટેલ, રહીશ

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑