છેતરપિંડી:અગેટા ટેનિસ એકેડેમીના કોન્ટ્રાક્ટર યુવક અને મહિલા કોચે ફીના 54 લાખ ચાંઉ કર્યા
ત્રણ વર્ષ સુધી 120 લોકો પાસેથી દોઢ લાખ માસિક ફી ઉઘરાવી હતી સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ, ફી ઉઘરાવી એસોસિયેશનમાં જમા ન કરાવી ગુરુકુલ રોડ પર આવેલી અગેટા ટેનિસ એકેડેમીમાં બેડમિન્ટનનો કોન્ટ્રાક્ટ ધરાવતા યુવક અને મહિલા કોચે 54 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે, જે મુજબ બંને જણે ત્રણ વર્ષમાં એકેડેમીમાં શીખવા આવેલા 120 લોકો પાસેથી માસિક 1.50 લાખ ફી પેટે 54 લાખ લીધા હતા, પરંતુ ફીની રશીદ સહિતના ડોક્યુમેન્ટમાં ચેડાં કરીને તે પૈસા અગેટામાં જમા કરાવ્યા ન હતા.
- ત્રણ વર્ષ સુધી 120 લોકો પાસેથી દોઢ લાખ માસિક ફી ઉઘરાવી હતી
- સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ, ફી ઉઘરાવી એસોસિયેશનમાં જમા ન કરાવી
ગુરુકુલ રોડ પર આવેલી અગેટા ટેનિસ એકેડેમીમાં બેડમિન્ટનનો કોન્ટ્રાક્ટ ધરાવતા યુવક અને મહિલા કોચે 54 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે, જે મુજબ બંને જણે ત્રણ વર્ષમાં એકેડેમીમાં શીખવા આવેલા 120 લોકો પાસેથી માસિક 1.50 લાખ ફી પેટે 54 લાખ લીધા હતા, પરંતુ ફીની રશીદ સહિતના ડોક્યુમેન્ટમાં ચેડાં કરીને તે પૈસા અગેટામાં જમા કરાવ્યા ન હતા. સેટેલાઇટમાં રહેતા રુચીર ગજ્જર અમદાવાદ ગર્વમેન્ટ એમ્પલોઇ ટેનિસ એસોસિયેશન (અગેટા)માં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ટુ પ્રેસિડેન્ટ છે.
રુચીરે એકેડેમીમાં બેડમિન્ટનના કોચિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા પ્રદીપ બાર (શીલજ) તેમ જ કોચ તેજલ પટેલ (થલતેજ) વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પ્રદીપ બારને રૂ.2016થી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં તેઓ તેમ જ તેજલબહેન અગેટામાં આવતાં બાળકોને પ્રેક્ટિસ કરાવતા હતા. આ બંને જણે અગેટામાં બેડમિન્ટન શીખવા આવેલા 185 લોકો પૈકી 65 લોકોની ફી અગેટામાં જમા કરાવી ન હતી.
આટલું જ નહીં, પ્રદીપ બાર અને તેજલબહેન પટેલે 2016થી 2019ના ગાળમાં 120 વ્યક્તિ પાસેથી માસિક રૂ.1.50 લાખ ફી લેખે રૂ.54 લાખ ફી વસૂલ કરી હતી, પરંતુ તે પૈસા એસોસિયેશનમાં જમા નહીં કરાવીને છેતરપિંડી કરી હતી. આ ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી છે.
ઓછા લોકો આવ્યા હોવાનું દર્શાવ્યું હતું
અગેટામાં કેટલાંક લોકો વર્ષોથી આવતા હતા. તે લોકોને મેનેજમેન્ટના માણસો સારી રીતે ઓળખતા હતા તેમ જ આવતા- જતા મળતા પણ હતા. તેમ છતાં આવા કેટલાક લોકો એકેડેમીમાં આવ્યા જ નહીં હોવાનું કાગળ ઉપર બંને જણે દર્શાવ્યું હતું. આ બાબતને પણ પોલીસ ફરિયાદમાં ટાંકવામાં આવી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले