રાજ્યમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની યોજના:રાજ્યના 6 સ્માર્ટ સિટી પાછળ સરકારે અંદાજિત રૂ. 3737 કરોડનો ખર્ચ કર્યો
એકંદરે રાજય સરકાર કરતા કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી પાછળ વધુ ખર્ચ કર્યો દેશના તમામ રાજ્યમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની યોજના અમલમાં છે ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ,ગાંધીનગર,સુરત,રાજકોટ,વડોદરા અને દાહોદ એમ 6 શહેરને સ્માર્ટ સિટી તરીકે તૈયાર કરવાની યોજના અમલમાં છે.
- એકંદરે રાજય સરકાર કરતા કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી પાછળ વધુ ખર્ચ કર્યો
દેશના તમામ રાજ્યમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની યોજના અમલમાં છે ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ,ગાંધીનગર,સુરત,રાજકોટ,વડોદરા અને દાહોદ એમ 6 શહેરને સ્માર્ટ સિટી તરીકે તૈયાર કરવાની યોજના અમલમાં છે. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન હિસ્સે નાણાકીય ફાળવણી કરે છે. અત્યાર સુધીમાં ગુજરાતના 6 શહેરોને સ્માર્ટ સિટી હેઠળ સુવિધા ઉભી કરવા માટે રૂ. 3737 કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં 6 શહેરને સ્માર્ટ સિટી તરીકે તૈયાર કરવાની યોજના
રાજ્યસરકારે નક્કી કરેલા 6 સ્માર્ટ સિટીમાં કેટલાક કામ બાકી છે તો કેટલાક પ્રગતિ હેઠળ છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 2326.40 કરોડ અને રાજ્યસરકારે 1410.61 કરોડનો ખર્ચ કર્યો છે. એકંદરે રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી પાછળ વધુ ખર્ચ કર્યો છે. અમદાવાદમાં જે કામ પ્રગતિ હેઠળ છે,તેમાં પાણી વિતરણ વ્યવસ્થિત થાય તે માટે કેટલાક પોઇ્ન્ટ પર ફલો મિટર અ્ને પ્રેશર સેન્સરની સિસ્ટમ નાખવી, મલ્ટીલેવલ કાર પાર્કિંગ સાથે સ્માર્ટ કાર પાર્કિંગ સહિત કુલ 638.63 કરોડના કામ પ્રગતિમાં છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન હિસ્સે નાણાકીય ફાળવણી
ગાંધીનગરમાં રોડ નંબર 6,7 અને જી રોડ પર સ્માર્ટ રોડ,રિસાઇકલ વોટર નેટવર્ક, 24 કલાક પાણી આપવાનું આયોજન, રોડ ફોર લેન કરવા, ગટર વ્યવસ્થાપનનું અપગ્રેડેશન મળીને કુલ 595.23 કરોડના કામ પ્રગતિ હેઠળ છે. રાજકોટમાં અટલ સરોવરનો વિકાસ,માળખાકીય સુવિધા સુદઢ કરવા સહિત 969.97 કરોડના કામ પ્રગતિ હેઠળ છે. સુરત માટે ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, આઉટડોર ડિઝિટલ ડિસ્પ્લે બોર્ડ, સ્માર્ટ રોડ, સ્માર્ટ વોટર ઓડિટ પ્રોજેકટ,વોટર રિચાર્જિંગ સહિત 122.04 કરોડના કામ પ્રગતિ હેઠળ છે.
કેન્દ્ર-રાજય સરકારે કેટલો ખર્ચ કર્યો ( રૂ.કરોડમાં)
| ક્રમ | નામ | કુલ ખર્ચ | ભારત સરકાર રૂ. | ગુજરાત સરકાર રૂ. |
| 1 | અમદાવાદ | 875.72 | 459.34 | 208.17 |
| 2 | ગાંધીનગર | 630.61 | 315.305 | 315.305 |
| 3 | રાજકોટ | 729.49 | 386.76 | 169.23 |
| 4 | સુરત | 842.88 | 490 | 242.5 |
| 5 | દાહોદ | 573.41 | 293 | 280.41 |
| 6 | વડોદરા | 732.56 | 382 | 195 |

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
