ડ્રગ્સ માફિયાના નેટવર્કની વિગતો રજૂ કરવા ગૃહસચિવને આદેશ:ડ્રગ્સ હેરાફેરીમાં બાળકોના ઉપયોગ સામે હાઈકોર્ટે સુઓમોટો રિટ લીધી
ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવા મામલે હાઈકોર્ટે સુઓમોટો રિટ લીધી છે. હાઇકોર્ટમાં આવેલા સગીરોના કેસોની વિગતોને આધારે સુઓમોટો રિટ લઇને સરકારને આ મામલે જવાબ રજૂ કરવા મૌખિક આદેશ કર્યો છે.
ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવા મામલે હાઈકોર્ટે સુઓમોટો રિટ લીધી છે. હાઇકોર્ટમાં આવેલા સગીરોના કેસોની વિગતોને આધારે સુઓમોટો રિટ લઇને સરકારને આ મામલે જવાબ રજૂ કરવા મૌખિક આદેશ કર્યો છે.
કોર્ટે ડીજીપીને પક્ષકાર બનાવી સરકાર પાસે ખુલાસો પણ માગ્યો
રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકો અને સગીરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા તેની સામે કડક પગલા લેવા અને આવી ઘટના રોકવા માટે સરકાર શું પગલા લેશે? તેની વિગતો માટે આગામી દિવસોમાં સુનાવણી થશે. ગુજરાતમાં ઘૂસડાતા ડ્રગ્સને યુવાનો સુધી સરળતાથી પહોંચાડવા માટે બાળકોનો હેરાફેરીમાં ઉપયોગ કરાતો હોવાની માહિતી મળતા જસ્ટિસ નિખિલ કરેઇલે આ મામલાને ગંભીરતાથી લઇને સુઓમોટો રિટ લીધી છે.
ડ્રગ્સને યુવાનો સુધી સરળતાથી પહોંચાડવા માટે બાળકોનો હેરાફેરીમાં ઉપયોગ
આટલા ગંભીર મુદ્દે સરકાર અને પોલીસ વિભાગ શું કરી રહી છે? તે અંગે ખુલાસો કરવા સરકારને આદેશ કરી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટે પૂછ્યું હતું કે, બાળકોનો ઉપયોગ આ પ્રકારે થતો હોવાની જાણ પોલીસને ન હોય તે શકય નથી. કોલેજો અને ઈન્સ્ટિટ્યૂટમાં બાળકોને મોકલીને ડ્રગ્સ પહોચાડવું સહેલંુ હોવાથી અને તેમના પર શંકા ન જાય તે હેતુથી દુરઉપયોગ થઇ રહ્યો છે. સરકાર અને પોલીસ સત્તાવાળાઓ તેના પર કેવી રીતે અંકુશ લઇ શકે તે અંગે પણ કોર્ટે ચિંતા વ્યકત કરી છે.
ડ્રગ્સ માફીયાઓના નેટવર્ક અને કેવી રીતે બાળકોને હાથો બનાવવામાં આવે
હાઇકોર્ટે ડ્રગ્સ માફીયાઓના નેટવર્ક અને કેવી રીતે બાળકોને હાથો બનાવવામાં આવે છે? તેની ઝીણવટભરી વિગતો રજૂ કરવા ગૃહસચિવ, ડીજીપીને પણ પક્ષકાર બનાવ્યા છે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ડ્રગ્સની હેરાફેરીમાં માત્ર બાળકો નહીં પરતું બાળકીઓને પણ શિકાર બનાવવામાં આવે છે. સરકાર અને પોલીસે તેને ગંભીર મુદ્દો ગણીને ઝડપથી તેને રોકવા પ્રયાસો કરવા પડશે તેવી પણ ટકોર કરી છે. જેની સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले