7 કરોડની કિંમતની 119 ગાડી અડધી કિંમતે વેચી નાંખી:ઠગ હરસોરા પાસેથી જપ્ત કરેલી રૂ. 5.53 કરોડની 84 કારથી ક્રાઇમ બ્રાન્ચ ઉભરાઇ
મનિષ હરસોરાએ રૂા.7 કરોડની 119 ગાડીઓ અડધી કિંમતે વેચી હતી 9 દિવસના રિમાન્ડ પૂરા, વધુ 35 કાર શોધવા હરસોરાને વધુ 2 દિવસના રિમાન્ડ કંપનીઓમાં કાર મુકીને ઉંચું ભાડું આપવાની લાલચે મોટી સંખ્યામાં કાર લઇને ફરાર થઈ ગયેલા ગઠિયાએ ગીરવે મુકેલી 119 પૈકી રૂ.5.53 કરોડની 84 કાર 9 દિવસમાં ડીસીબીએ શોધીને જપ્ત કરી છે.
- મનિષ હરસોરાએ રૂા.7 કરોડની 119 ગાડીઓ અડધી કિંમતે વેચી હતી
- 9 દિવસના રિમાન્ડ પૂરા, વધુ 35 કાર શોધવા હરસોરાને વધુ 2 દિવસના રિમાન્ડ
કંપનીઓમાં કાર મુકીને ઉંચું ભાડું આપવાની લાલચે મોટી સંખ્યામાં કાર લઇને ફરાર થઈ ગયેલા ગઠિયાએ ગીરવે મુકેલી 119 પૈકી રૂ.5.53 કરોડની 84 કાર 9 દિવસમાં ડીસીબીએ શોધીને જપ્ત કરી છે. આ તમામ કારને જૂની ગઢી ખાતેની ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે મુકવામાં આવી છે.
સોમા તળાવ પાસે રત્નદીપ ગ્રીનમાં રહેતા મનીષ અશોક હરસોરાએ કાર ભાડે લઇ કંપનીમાં મુકવાની ઓફિસ ઘરમાં જ શરૂ કરી હતી. મનીષની ગયા મહિનાના અંતે ડીસીબીએ ધરપકડ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.તે પછી પોલીસે વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હરસોરાએ રૂ.7 કરોડની 119 ગાડીઓ અડધી કિંમતે વેચી હતી. જો કે હજુ 35 કાર ડીસીબીએ શોધવાની બાકી છે.
હજુ 35 કાર ડીસીબીએ શોધવાની બાકી
ડીસીપી મુજબ થોડાં મહિના સુધી ભેજાબાજ મનીષ હરસોરાએ કરારમાં નક્કી થયા મુજબનું ભાડું ચુકવી પાછળથી બંધ કરતાં કારસ્તાન સપાટી પર આવ્યું હતું. સુરતના કામરેજનો દિપક રૈયાણી મનીષે મોકલેલી કારનો નિકાલ કરી ભાગ પાડી લેતાં હતા.
સૌથી વધારે કાર સુરતમાં વેચી
ડીસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે ‘બંનેએ મહારાષ્ટ્રના નંદુરબાર અને ધુલેમાં 8, મુંબઇમાં 6, મહેસાણામાં પણ કાર વેચી હતી અને બાકીની કારો સુરતમાં વેચી હતી. બંને કાર અડધી કિંમતે ગીરોથી વેચતા હતા.
બોગસ દસ્તાવેજોથી કાર પોતાના નામે કરાવી હતી
બંને ગઠિયાઓ પાસેથી ખરીદેલી કાર 3 જણાંએ બોગસ દસ્તાવેજથી પોતાના નામે કરાવી હતી. જે સંબંધે ડીસીબીએ પાણીગેટ અને મકરપુરા પોલીસ મથકે ફરિયાદ કરી હતી, ભરુચ-સી ડીવીઝનમાં એક ફરિયાદ નોંધાઇ હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले