પ્રેમસંબંધ રાખવા દબાણથી આત્મહત્યા:નરોડામાં પાડોશીએ બ્લેકમેઈલ કરતા મહિલાએ કેનાલમાં પડી આપઘાત કર્યો
એક સંતાનની માતાને તેનો પાડોશી પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાની ફરિયાદ મૃતકના પતિએ પાડોશી વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી કૃષ્ણનગરમાં રહેતી પરિણીતાને પાડોશી પ્રેમસંબંધ રાખવા દબાણ કરી આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હોવાથી પરિણીતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું હતું.
- એક સંતાનની માતાને તેનો પાડોશી પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાની ફરિયાદ
- મૃતકના પતિએ પાડોશી વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી
કૃષ્ણનગરમાં રહેતી પરિણીતાને પાડોશી પ્રેમસંબંધ રાખવા દબાણ કરી આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હોવાથી પરિણીતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે મૃતકના પતિએ પાડોશી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
નરોડામાં રહેતા દેવાંગ પ્રજાપતિની ફરિયાદ અનુસાર તેના લગ્ન સપના સાથે 2009માં થયા હતા, તેમને સંતાનમાં એક દીકરો છે. ગત 19 જાન્યુઆરીએ દેવાંગભાઈ નોકરી પર હતા ત્યારે તેમના નાના ભાઈએ ફોન કરીને કહ્યું કે, તું જલ્દી ચિલોડા લીંબડિયા નર્મદા કેનાલ પર આવી જા સપનાભાભી કેનાલમાં પડ્યાં છે. શોધખોળ કરવા છતાં સાંજ સુધી તેઓ મળ્યા ન હતા. જ્યારે સાંજે તેના નાનાભાઈ મિતુલે સપનાનો ફોન ચેક કરતાં તેમાં પાડોશી રાહુલ ગજેન્દ્રભાઈ પટેલ સાથેની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યું હતું. જેમાં રાહુલ વાત કરીને કહેતો હતો કે તું મને લીંબડિયા કેનાલ મળવા આવ નહીં તો હું મરી જઈશ.
પ્રેમસંબંધ માટે વારંવાર દબાણ
ઉપરાંત અન્ય રેકોર્ડિંગ પણ હતા જેમાં સપના અને રાહુલ વચ્ચે આડા સંબંધો હોવાનું જણાયું હતું. જ્યારે 21મીએ બપોરે કડી પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે કેનાલમાંથી એક સ્ત્રીની લાશ મળી છે. આ સમાચાર મળતા દેવાગં તથા તેના સંબંધીએ કડી પહોંચતાં લાશ સપનાની હોવાની પુષ્ટિ થઈ હતી. આ ઘટના બાદ દેવાંગ પ્રજાપતિએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પત્ની સપનાને પાડોશી રાહુલ પટેલ પ્રેમસંબંધ માટે વારંવાર દબાણ કરતો હોઈ મરી જવા માટે દુષ્પ્રેરણા કરતો હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ પટેલ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આદરી છે.
ફોન રેકોર્ડિંગમાં ખુલ્યું, મહિલા બ્લેકમેઇલિંગથી કંટાળી હતી
મૃતક સપના કેનાલમાં પડયા બાદ તેના પરિવારે ઘરમાં શોધખોળ કરતા બેડરૂમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં સપનાએ લખ્યું હતું કે, મારા મોતનું કારણ મારા ઘરના નથી મારા દેવાંગ પણ નથી 19 નંબરમાં રહેતો રાહુલ પટેલ રોજ મને બ્લેકમેઇલ કરીને ધમકી આપતો હતો. મારા પૈસા અને દાગીના પણ તેણે લઈ લીધા છે, એટલે હું મારું જીવન ટૂંકાવવા માગું છું એને મોતની સજા થવી જોઈએ તો જ મને શાંતિ મળશે. એનો ફોન નંબર આ છે જે નંબર પરથી મને ફોન કરીને હેરાન કરતો હતો. કાલે તો એણે અમારા ઘરમાં નુકસાન પણ કર્યું હતું.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले