ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક નજરાણું:15 કરોડના ખર્ચે 7 એકરમાં આરબોરેટમ ઉભું કરાશે, પાણીમાં થતી વનસ્પતિઓ અહીંયા ડેવલપ કરાશે
ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સમયમાં 15 કરોડના ખર્ચે આરબોરેટમ ઉભું કરવામાં આવશે. આ સાથે ગુજરાત યુનિવર્સિટી આરબોરેટમ ધરાવતી ગુજરાતની પહેલી યુનિવર્સિટી બનશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સમયમાં 15 કરોડના ખર્ચે આરબોરેટમ ઉભું કરવામાં આવશે. આ સાથે ગુજરાત યુનિવર્સિટી આરબોરેટમ ધરાવતી ગુજરાતની પહેલી યુનિવર્સિટી બનશે. 7 એકર જમીન પર એમ્ફીથિયેટર સાથે બની રહેલા ત્રણ જુદા-જુદા ડોમ ગુજરાત માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ફાયબર, ગ્લાસ અને એર કંડિશન્ડ એવા ત્રણ સાઈઝના ડોમ કેમ્પસમાં આકાર લઈ રહ્યા છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ આરબોરેટમની મુલાકાત લઇ શકે એવી ખાસ વ્યવસ્થા ઉભી કરાશે. આ ઉપરાંત ટિકિટથી પણ અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવશે.
કચ્છ, સૌરાષ્ટ્ર, ગિરનારનાં વનસ્પતિઓ પર પ્રયોગ કરાશે
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, જૈવ વૈવિધ્યની વાત કરીએ ત્યારે પ્લાન્ટસ અને એનિમલમાં જે વૈવિધ્યતા છે, તેનું જતન કરવું ખૂબ જરૂરી છે. આરબોરેટમનાં માધ્યમથી વનસ્પતિ સમૂહની વૈવિધ્યતા અને ડાઈવર્સિટીની જાળવણી કરવામાં મદદ મળશે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલું આરબોરેટમ જે મોડલ માર્વેલ હશે. ગુજરાતના એક્ઝોટીક પ્લાન્ટ જેને આપણે ફ્લોરા અને ફોના તરીકે ઓળખીએ છીએ, તેને ઇન્ક્યુબેટ કરાશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગિરનારનાં વનસ્પતિ સમૂહોને અહીં લાવી તેની જાળવણી કરી, પ્રયોગ કરાશે. પીજીના વિદ્યાર્થીઓ યુજી માટે યુજીના વિદ્યાર્થીઓ, બાળકો માટે મેન્ટરની ભૂમિકામાં હશે.
આગામી 6થી 7 મહિનામાં ખુલ્લું મુકવામાં આવશે
ટ્રાન્સપીસીસમાં જે બેસ્ટ ક્વોલિટી હોય છે તેને જિનેટિક વેરીએશનમાં લાવી ભવિષ્યને જોતા જુદા-જુદા પ્રયોગો હાથ ધરાશે. ગુજરાતમાં અનેક પ્રાણીઓ, વનસ્પતિઓ, પક્ષીઓ, કીટક અને સરીસૃપ છે કે જેમના પર લેબલિંગ નથી થયું, જેમનું ડોક્યુમેન્ટેશન પણ બાકી છે, જેના પર કામ કરવામાં આવશે. 7 એકરમાં બની રહેલા આરબોરેટમમાં વોટર ચેનલ અને બે આર્ટિફિશિયલ પોઈન્ટ પણ બનાવવામાં આવશે. પાણીમાં જે વનસ્પતિઓ થતી હોય છે, તેને પણ અહીંયા ડેવલપ કરાશે. સંપૂર્ણ કામકાજ પૂર્ણ કરીને આગામી 6થી 7 મહિનામાં ખુલ્લું મુકવામાં આવશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
