देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 17 बार पढ़ी गई

SIનો કોર્સ માન્ય ન હોવાનો પત્ર:UGCના રેગ્યુલેશન મુજબ SIનો કોર્સ ફ્રેન્ચાઈઝી-આઉટસોર્સથી ચલાવી ન શકાય, છતાં ડૉ. આંબેડકર યુનિ.એ ભાજપના આગેવાનની કંપની KMROને આપી દીધો!

હજારો SIનું ભાવિ જોખમમાં છે ત્યારે ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદીએ મીડિયા અને તંત્રને પણ ગેરમાર્ગે દોર્યું સાચું કોણ?

Abhishek Raghuvanshi10 फरवरी 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • હજારો SIનું ભાવિ જોખમમાં છે ત્યારે ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદીએ મીડિયા અને તંત્રને પણ ગેરમાર્ગે દોર્યું
  • સાચું કોણ? યુજીસીના નિયમ મુજબ આ પેરામેડિકલ કોર્સ જ કહી શકાય, પણ રજિસ્ટ્રાર કહે છે કે આમાં યુજીસીની મંજૂરી લેવાની થતી નથી

ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કોર્સ ‘ડિપ્લોમા ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર’ કોર્સ માન્ય નહીં હોવાના પંચાયત સેવા પસંદગી મંડળના પત્રને લઈને વિવાદ થયો છે. ત્યારે આ સમગ્ર મામલે વધુ એક બાબત સામે આવી છે. UGCના રેગ્યુલેશનમાં સ્પષ્ટ દર્શાવ્યું છે કે, યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કોર્સ કોઈપણ ફ્રેન્ચાઇઝી કે આઉટસોર્સિંગ કરાર હેઠળ ચલાવી શકાશે નહીં.

ભાજપના આગેવાનની કંપની KMROને આ કોર્સ ચલાવવા આપી દીધો
છતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિ. દ્વારા ભાજપના આગેવાનની કંપની KMROને આ કોર્સ ચલાવવા આપી દીધો. એકબાજુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે ત્યારે ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદીએ તંત્રને પણ ગેરમાર્ગે દોર્યું હતું. યુજીસીના નિયમ મુજબ SIનો કોર્સ પેરામેડિકલનો જ કોર્સ છે પરંતુ રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદી કહે છે કે, આ કોર્સ પેરામેડિકલનો નથી એટલે અમારે યુજીસીની મંજૂરી લેવાની રહેતી નથી.

રજિસ્ટ્રારનો દાવો: અમારા SIના વિદ્યાર્થી માન્ય ગણાશે
પંચાયત મંડળના ચેરમેન: આ કિસ્સામાં નિર્ણય કર્યો નથી
ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદીએ ગુરુવારે જણાવ્યું હતું કે, યુજીસીના નિયમ મુજબ પેરામેડિકલ કોર્સ અમે ન ચલાવી શકીએ પરંતુ આ કોર્સ પેરામેડિકલ કોર્સ નથી. આ ઉપરાંત પંચાયત સેવા પસંદગી મંડળમાં પણ અમે વિદ્યાર્થીઓની લાયકાત કાયદેસર હોવાનો પત્ર પાઠવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળમાંથી જે અધિકારી આવ્યા હતા એમને અમે તમામ ડોક્યુમેન્ટ આપી દીધા છે અને તેઓએ અમને જણાવ્યું હતું કે, આ કોર્સથી અને તમે જે અમને માહિતી આપી છે તેનાથી અમે સંતુષ્ટ છીએ. જ્યારે બીજીબાજુ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આ કિસ્સાની અંદર અમે નિર્ણય કર્યો નથી. અહીંયા મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, રજિસ્ટ્રાર કક્ષાની વ્યક્તિએ મીડિયા સમક્ષ પંચાયત સેવા પસંદગી મંડળે યુનિ.માંથી પાસ થયેલા વિદ્યાર્થી ઉમેદવાર તરીકે માન્ય રહેશે તેવું જાહેરમાં જણાવ્યું હતું. જો કે, ચેરમેને પટેલે જે ભાસ્કરને જણાવ્યું તેના પરથી રજિસ્ટ્રાર પણ જુઠ્ઠાણું ચલાવતા હોવાનું સ્પષ્ટ થયું છે.

સરકાર યુનિવર્સિટીના સત્તાધીશોને હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરે
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની મંજૂરીથી સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ ચાલુ કરવાનો હોય છે. સરકાર આઈટીઆઈમાં આ અભ્યાસક્રમો ચલાવે છે. આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશો અને પ્રાઇવેટ કંપનીની મિલીભગતથી યુજીસીની સ્પષ્ટ ના હોવા છતાં SIનો અભ્યાસક્રમ આંબેડકર યુનિવર્સિટીએ શરૂ કર્યો તે તદન ગેરબંધારણીય છે. આ વિદ્યાર્થીઓને માન્ય ગણવામાં આવે તો સાચી કોલેજમાં ભણેલા આઈટીઆઈના વિદ્યાર્થીઓને અન્યાય થશે. અને જો આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અમાન્ય ગણવામાં આવે તો તેના માટે આંબેડકર યુનિવર્સિટીના તમામ સત્તામંડળના સભ્યો અને કુલપતિ, રજિસ્ટ્રાર અને કંપની જવાબદાર છે. આથી સરકાર આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશોને તાત્કાલિક હોદ્દા ઉપરથી દૂર કરે તેવી માગણી છે. > ડૉ. નિદત બારોટ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

UGCના રેગ્યુલેશન મુજબ ફ્રેન્ચાઈઝી ન આપી શકાય
​​​​​​​યુજીસીના રેગ્યુલેશન-2020માં પાના નં. 102માં સ્પષ્ટ લખ્યું છે કે, કોઈપણ યુનિવર્સિટી કોઈપણ કોર્સ પોતે જ ચલાવી શકશે. અન્ય કોઈ હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ કે કોઈ ફ્રેન્ચાઈઝી તેમજ આઉટસોર્સિંગ એગ્રીમેન્ટ હેઠળ ચલાવી શકાશે નહીં.

યુનિવર્સિટીને પત્ર
રાજકોટ મનપાએ SIના કોર્સ અંગે સ્પષ્ટતા માગી
રાજકોટ મનપાના ડે. મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમારે જણાવ્યું હતું કે SIના કાોર્સ અંગે આંબેડકર યુનિવર્સિટી પાસેથી સ્પષ્ટતા માંગી છે કે યુજીસીનું ડાયરેકશન 2016નું છે. આ કોર્સ ક્યાં આધારે ચલાવે છે તેની સ્પષ્ટતા આવી જાય ત્યારબાદ આગળ વધીશું. હાલની ભરતીમાં ઉમેદવારોની અરજી સ્વીકારી છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑