દિવસે દરિયાકિનારો ને મધરાતે ગામની ગલીઓ:રાજુલાના કોવાયામાં પાંચ ડાલામથાં શિકારની શોધમાં આવી ચડ્યાં, વનરાજની લટારના બે વીડિયો વાઇરલ
અમરેલી જિલ્લામાં સિંહની લટાર હવે સામાન્ય બની ગઈ છે. જંગલ છોડીને વનરાજ હવે ગામડાની ગલીઓમાં આંટાફેરા મારતા હોવાના અનેક વખત વીડિયો સામે આવ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામના બે વીડિયો સામે આવ્યા છે.
અમરેલી જિલ્લામાં સિંહની લટાર હવે સામાન્ય બની ગઈ છે. જંગલ છોડીને વનરાજ હવે ગામડાની ગલીઓમાં આંટાફેરા મારતા હોવાના અનેક વખત વીડિયો સામે આવ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામના બે વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં એક સિંહ દરિયાકિનારે આંટો મારે છે, જ્યારે બીજા વીડિયોમાં સિંહણ સહિત પાંચ સિંહબાળનું ટોળુ મધરાતે ગામમાં લટાર મારતું જોવા મળે છે.
સિંહોના પેટ્રોલિંગના વીડિયો સતત સોશિયલ મીડિયા પર વાઇરલ
દેશની શાન ગણાતા ડાલામથાં વર્ષો પહેલાં જંગલોમાં વસવાટ કરતાં હતાં, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી સિંહોએ પોતાની જીવનશેલી અમરેલીમાં બદલી હોય એવું લાગી રહ્યું છે, છેલ્લી ગણતરી પ્રમાણે અમરેલીમાં સિંહોની સંખ્યા પણ વધી છે. ત્યારે રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે દરિયાની ખાડી વિસ્તારમાં સિંહો દિવસે ખુલ્લેઆમ લટારો મારતા જોવા મળે છે. અહીં સિંહોને શિકાર નિયમિત નહિ મળતો હોવાને કારણે આમથી તેમ ભટકી રહ્યા છે. દિવસ દરમિયાન સિંહો મોટા ભાગે દરિયા કાંઠાનાં ગામડાંમાં ફરતા જોવા મળે છે અને રાત્રે ગામડામાં એકસાથે ગ્રુપના ટોળાના સ્વરૂપમાં સિંહ-સિંહણ સિંહબાળ સાથે પરિવાર જાણે પેટ્રોલિંગ કરતો હોય એવાં દૃશ્યો સામે આવતાં હોય છે. સ્થાનિક લોકો આ દૃશ્યો મોબાઈલમાં કેદ કરતા હોય છે, જેના કારણે વીડિયો સતત સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે.
કોવાયાના બે વીડિયો સામે આવ્યા
અમરેલીમાં બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. રાજુલાના કોવાયા ગામ નજીક આવેલી ખાનગી કંપનીની જેટી વિસ્તારમાં ડાલામથો સાવજ ભૂખ્યો શિકારની શોધમાં લટાર મારી રહ્યો છે. જ્યારે બીજો વીડિયો પણ કોવાયા ગામનો છે, જ્યાં મધરાતે ગામની બજારોમાં 5 જેટલા સિંહોનું ગ્રુપ પસાર થાય છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
