देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

નલિયામાં પારો એકસાથે 6 ડિગ્રી ગગડી 2 પર અટક્યો, પશુઓમાં દૂધનું પ્રણામ ઘટ્યું , દર્દી વધ્યા, બપોરે પણ બજારો શાંત અને સન્નાટો

પોષ મહિનાની પૂનમ પૂર્વે જ કચ્છમાં પ્રચંડ ઠંડી: જનજીવન ઠંડુગાર માલ-ઢોરની હાલત કફોડી: ગરમ વસ્ત્રો નહીં તાપણાં જ સહારો ટાઢોડાએ કચ્છમાં દાયકાનો વિક્રમ તોડ્યો પોષ સુદ ચૌદસની પરોઢથી જ હિમક્ષેત્રના ઓતરાદા વાયરાઓએ સરનામું બદલીને જાણે મુકામ પોસ્ટ નલિયા કર્યું હોય તેમ ઠંડીનું તીવ્ર મોજું ડંખીલા ઠાર સાથે કચ્છભરમાં એવું તો ફરી રહ્યું છે કે જનજીવન જ ઠપ થઇ ગયું છે.

Abhishek Raghuvanshi6 जनवरी 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પોષ મહિનાની પૂનમ પૂર્વે જ કચ્છમાં પ્રચંડ ઠંડી: જનજીવન ઠંડુગાર
  • માલ-ઢોરની હાલત કફોડી: ગરમ વસ્ત્રો નહીં તાપણાં જ સહારો
  • ટાઢોડાએ કચ્છમાં દાયકાનો વિક્રમ તોડ્યો

પોષ સુદ ચૌદસની પરોઢથી જ હિમક્ષેત્રના ઓતરાદા વાયરાઓએ સરનામું બદલીને જાણે મુકામ પોસ્ટ નલિયા કર્યું હોય તેમ ઠંડીનું તીવ્ર મોજું ડંખીલા ઠાર સાથે કચ્છભરમાં એવું તો ફરી રહ્યું છે કે જનજીવન જ ઠપ થઇ ગયું છે. નલિયામાં તાપમાનનો પારો એકાએક એકસાથે છ ડિગ્રી નીચે ઉતરતા લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં પારો 9 ડિગ્રીએ અટક્યો હતો. જાન્યુઆરીમાં દાયકાની સૌથી વધુ ઠંડી ગુરુવારે પડી હતી. અંગ ઠારતી આ આકરી ઠંડીનો રૂબરૂ અનુભવ કરવા ‘ભાસ્કર’ની ટીમે નલિયામાં ઉતરીને ગ્રાઉન્ડ રિયાલિટી તપાસતા ગુરુવાર બપોરે 12 વાગ્યે પણ બજારો શાંત અને સન્નાટો ગાજતો હતો .

લોકો ઘર કે દુકાનોમાં ગરમ વસ્ત્રો, ધાબડામાં લપેટાયેલા અને ખૂણે-ખાંચરે તાપણું કરીને ગોળ કુંડાળે બેઠેલા નજરે પડતા હતા. જેમને નાછૂટકે નીકળવું જ પડ્યું હતું તેવો વર્ગ રસ્તા પર હતો પણ તેય ઓળખી ન શકાય તેવો લબાલબ હતો.નલિયા, કોઠારાથી માંડીને દુર્ગમ એવા ગરડા પંથકમાં આ ઠંડીનો સપાટો જોવા મળ્યો છે.

તરસ લાગતી નથી અને ભૂખ ભાંગતી નથી
પશુપાલકો કહે છે કે દુધાળાં ઢોરોમાં દૂધ ઓછું આવી રહ્યું છે, ડોકટરો નોંધે છે કે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં સહેજ વધારો થયો છે અને જો ઠંડી આમ જ પડશે તો દર્દીઓનો રાફડો ફાટશે. નલિયાવાસીઓની આ ઠંડી સામે એક મોટી અને મહત્ત્વની ફરિયાદ છે કે ગમે તેટલાં ગરમ વસ્ત્રો પહેરો પણ જાહેરમાં ઉત્તર તરફ ટટ્ટાર ઊભા રહી જ નથી શકાતું, પેટમાંથી આંતરડા એકી સામટા ડગતાં હોય તેવો અહેસાસ થાય છે. તરસ લાગતી નથી અને ભૂખ ભાંગતી નથી.

નલિયા ઠંડુગાર શા માટે?
હિમાલય ક્ષેત્રના ઓતરાદા વાયરા સીધેસીધા રાજસ્થાન, કચ્છ અને પાકિસ્તાન પરથી નલિયા પર ઉતરે છે. નલિયાની એક તરફ દક્ષિણ-પશ્ચિમે દરિયો હોવાથી ત્યાંથી આવતા પવનો આ ઠંડાગાર હિમાલયના પવનોથી ટકરાય છે અને નીચી વાટ લઇ અબડાસા પંથક પર તૂટી પડતા ઠંડીનું પ્રમાણ વધુ હોય છે.

દાયકાનો વિક્રમ તૂટ્યો
નલિયામાં 16 જાન્યુઆરી 2011ના રોજ બે ડિગ્રી અને 2 જાન્યુઆરી, 2012માં તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ તો 2021માં પણ 26મી જાન્યુઆરીએ તાપમાનનો પારો 2.8 ડિગ્રી સુધી નીચે સરક્યો હતો. જાન્યુઆરીની દ્રષ્ટિએ વીતેલાં 10 વર્ષનો વિક્રમ ગુરુવારે તૂટ્યો.

પાકમાં ‘હિમ’ પડવાની દહેશત
કચ્છમાં ખૂબ જ ઠંડી પડે તો ખેતરોમાં ઊભેલો પાક મોલ બળી જાય, કાળો થઇ જાય આવું થાય ત્યારે ‘હેમ’ કે ‘હિમ’ પડ્યો કહેવાય. આ હિમ પાંચ-છ એકરમાં જ. પડે ત્યાં એ આગ વગર ઠારથી જ કુમળા એવા પાકને ભસ્મિભૂત કરી નાખે. આ હિમ પડવાનો સમય પરોઢનો હોય છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑