વાડીના પોલીસ જવાને રૂપિયા લઈને છોડ્યાની બૂટલેગરોની ક્લિપ વાયરલ
બૂટલેગરનો પોલીસે 50 હજાર લઇ પોતાને જ છોડ્યાનો આરોપ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા વીડિયોની ચકાસણી શરૂ કરાઇ 31મી ડિસેમ્બરે રાત્રે વાડી પોલીસે પકડેલા બુટલેગરને 12 બિયર સાથે ઝડપ્યા બાદ 50 હજાર રૂપિયા લઈને તેને છોડી મૂક્યો હોવાનો આરોપ બુટલેગર દ્વારા લગાવતો વીડિયો વાઇરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
- બૂટલેગરનો પોલીસે 50 હજાર લઇ પોતાને જ છોડ્યાનો આરોપ
- ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા વીડિયોની ચકાસણી શરૂ કરાઇ
31મી ડિસેમ્બરે રાત્રે વાડી પોલીસે પકડેલા બુટલેગરને 12 બિયર સાથે ઝડપ્યા બાદ 50 હજાર રૂપિયા લઈને તેને છોડી મૂક્યો હોવાનો આરોપ બુટલેગર દ્વારા લગાવતો વીડિયો વાઇરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. બુટલેગર પાસેથી દોઢ લાખની માંગણી પોલીસે કરી હતી. અંતે 50 હજારમાં પતાવટ થઈ હોવાનો આરોપ લગાવતો વિડિયો વાઇરલ થયો છે. જેમાં પોલીસે બિયર પણ લઇ લીધું હોવાનો આરોપ લગાવ્યો છે.
અગાઉ દારૂ વેચતા અનેક વાર ઝડપાયેલા નગીન ભીખાભાઈ જાદવ નામના બુટલેગરનો વિડિયો વાઇરલ થયા બાદ સ્થાનિક ચેનલને પણ આપેલા ઇન્ટરવ્યૂમાં બુટલેગરે આખી ઘટના વર્ણવી હતી અને પોલીસે રૂપિયા લીધા બાદ પણ એક્ટિવા અને મોબાઈલ જપ્ત કરી હોવાનુ જણાવતા પોલીસ બેડામાં પણ ચકચાર જાગી છે.
ચેકીંગ માટે મને અટકાવ્યો અને12 બિયર સાથે મને ઝડપ્યો
વિડિયોમાં બુટલેગર નગીન જણાવી રહ્યો છે કે હું દંતેશ્વર તરફથી એક્ટિવાની ડેકીમાં 12 બિયર લઈને આવી રહ્યો હતો ત્યારે વાડી પોલીસ મથકની હદમાં આનંદસિંહ અને જંબા બાપુ નામના પોલીસ કર્મચારીઓએ ચેકીંગ માટે મને અટકાવ્યો હતો અને 12 બિયર સાથે મને ઝડપ્યો હતો. મેં છોડી દેવા જણાવતા મને વેહવાર કરવો પડશે એમ જણાવ્યું હતું. તેઓએ મારી પાસે દોઢ લાખ રૂપિયાની માંગણી બંને દ્વારા કરી જો માંગેલી રકમ આપશે તો એક જ બિયરનો કેસ કરી મોબાઈલ અને એક્ટિવા પણ જપ્ત નહિ કરે એમ જણાવ્યું હતું.
50 હજાર રૂપિયા નક્કી થતાં મેં રૂપિયા આપી દીધા
રકઝકના અંતે 50 હજાર રૂપિયા નક્કી થતાં મેં રૂપિયા આપી દીધા બાદ પણ પોલીસે એક્ટિવા અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધા હતા. સાથે મારી 11 બિયર પણ લઇ લીધી હોવાથી મને ગુસ્સો ચડતાં મે વિડિયો આ વાઇરલ કર્યો છે તેમ બુટલેગરે જણાવ્યું હતું.
વીડિયોમાં લગાવવામાં આવેલા તમામ આરોપની તપાસ કરીશું : એસીપી
એસિપી ઇ ડિવિઝન જી.ડી.પલસાણા એ જણાવ્યું હતું, બુટલેગર પાસે થી વાડી પોલીસે રૂપિયા લઈ છોડી દીધો હોવાનો વિડિયો બહાર આવ્યો છે બુટલેગરે લગાવેલા આરોપો ની તપાસ થશે હાલ વિડિયો ની ચકાસણી ચાલી રહી હોવાનું એ સી પી એ જણાવ્યું હતું.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले