બી જે મેડિકલ કોલેજ રેગિંગમાં કાર્યવાહી:જુનિયર ડોક્ટરનું રેગિંગનું કંફેશન કરનાર ડૉ. હર્ષ બે ટર્મ સસ્પેન્ડ , પૂરાવા મળતાં ડૉ જયેશ તથા ડૉ. ધવલને ત્રણ ટર્મ સસ્પેન્ડ કરાયા
અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગ ઘટના બની હતી. રેગિંગ મામલે 7 જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટર વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. આ મામલે જોર પકડતા બી. જે.
અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગ ઘટના બની હતી. રેગિંગ મામલે 7 જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટર વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. આ મામલે જોર પકડતા બી. જે. મેડિકલ કોલેજમાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં કમિટીએ તપાસ બાદ રેગિંગ કરનાર રેસિડેન્ટ ડોક્ટર પૈકી 2 ડોક્ટરને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રેગિંગ કરીને લાફા અને લાતો મારતા, સીટઅપ્સ કરાવાતાં
બી જે મેડિકલ કોલેજના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ R2 ડોક્ટર પર તેમના જ સિનિયર R3 ડો. ધવલ માંકડીયા, ડો. જયેશ ઠુમમર અને ડો. હર્ષ સુરેજા દ્વારા લાફા મારવામાં આવતા હતા, જૂત્તા મારવામાં આવતા હતા, બેલ્ટ વડે મારવામાં આવતા હતા,સીટઅપ્સ કરાવાતા,પ્લેનક્સ અને સ્કોટ્સ કરાવીને અવારનવાર રેગિંગ કરવામાં આવતું હતું. જ્યાં જુનિયર ડોક્ટરની ડ્યુટી હોય તે વૉર્ડમાં પણ સિનિયર ડોક્ટર દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું. આ મામલે જુનિયર વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટના વડા રાજેશ સોલંકીને ફરિયાદ કરી હતી. રાજેશ સોલંકીએ આ ફરિયાદ બીજે મેડિકલ કોલેજને ટ્રાન્સફર કરી હતી.
નિવેદન આપતી વેળા ડો. હર્ષ રડી પડ્યો
હર્ષ સુરેજાને જ્યારે નિવેદન માટે બોલાવવામાં આવ્યો હતો, ત્યારે તે રડી ગયો અને રડતા રડતા ભૂલ સ્વીકારી લીધી હતી. જોકે અન્ય 6-7 લોકોએ હર્ષની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે, છેલ્લા 3 મહિનાથી હર્ષ દ્વારા રેગિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી તેને ઓછી સજા કરવામાં આવી છે. રેગિંગ કરનાર 3 ડોક્ટર પૈકી એકના પિતા હીરા ઘસવાનું કામ કરે છે અને એકના પિતા ખેડૂત છે.
30થી વધુ લોકોના નિવેદન બાદ કાર્યવાહી
બીજે મેડિકલ કોલેજ દ્વારા તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી દ્વારા ભોગ બનનારના, રેગિંગ કરનાર, HOD, વૉર્ડમાં કામ કરતા અન્ય લોકોના આમ 30થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત વિડિયો, ઓડિયો, તસવીરો સહિતના પૂરાવા પણ ચકસવામાં આવ્યા હતા. આ પૂરાવા ચકાસીને એન્ટી રેગિંગ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
કબૂલાત કરનારને એક વર્ષ અને ન કરનારને દોઢ વર્ષ સસ્પેન્ડ કરાયા
રેગિંગ કરનાર 3 ડોક્ટર પૈકી હર્ષ સુરેજાએ રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી અને ભવિષ્યમાં આ પ્રકારેની ભૂલ નહીં થાય તેવી બાયધરી આપી હતી. જ્યારે જયેશ ઠુમમર અને ધવલ માકડિયાએ કબૂલાત નહોતી કરી, પરંતુ તેમની વિરુદ્ધ પૂરાવા હતા. જયેશ ઠુમ્મર અને ધવલ માંકડિયાને 3 ટર્મ એટલે દોઢ વર્ષ માટે અને હર્ષ સુરેજાને 2 ટર્મ એટલે 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કર્યા બાદ ફરીથી જ્યારે ત્રણેય ડોક્ટર રિજોઈન કરશે, ત્યારે તેમની પાસેથી ડિપાર્ટમેન્ટનું ગુડ સર્ટિફિકેટ લેવામાં આવશે.
અગાઉ 2016માં પણ એકને રેગિંગમાં 6 મહિના સસ્પેન્ડ કરાયો હતો
બી જે મેડિકલ કોલેજમાં છેલ્લે 2015-16ના વર્ષમાં એક સર્જરીના ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી. તે ઘટનામાં રેગિંગ કરનાર ડોક્ટરને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાજેતરની ઘટનામાં સસ્પેન્ડ કરેલા ડોક્ટરને કેમ્પસ, હોસ્પિટલમાં, હોસ્ટેલ અને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले


