વિપક્ષની માંગ:અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોમાં લાખોની ભીડ થશે, કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવજો
AMCમાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે મેયરને પત્ર લખી કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માગ કરી. ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.
ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. દેશમાં પણ કોરોનાના કેસો વધે તેની શક્યતાના પગલે સરકાર દ્વારા લોકોને જાહેરમાં અને ભીડ એકઠી થતી હોય એવી જગ્યા પર માસ્ક પહેરવા અપીલ કરી છે ત્યારે અમદાવાદના કાંકરિયા ખાતે 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં રિવરફ્રન્ટ ખાતે ફલાવર શો પણ યોજાશે. કાર્નિવલમાં 25 લાખથી વધુ લોકો ભાગ લેશે. કોરોનાને ધ્યાનમાં રાખી વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી મેયરને પત્ર લખી માંગ કરી છે.
તેઓએ જણાવ્યું હતું કે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને ભીડ ભેગી થાય છે. ભીડના કારણે કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા હોય છે. હાલમાં વિશ્વના કેટલાક દેશોમાં જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે. આગામી દિવસોમાં જ્યારે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો જેવા ભીડ થાય તેવા ઉત્સવોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો કોરોનાનો ભોગ ન બને તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના નું ગાઈડલાઈનનું પાલન ચુસ્તપણે થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.

આ કલાકારો કરશે પર્ફોર્મ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર. ખરસાણે જણાવ્યું હતું કે, 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કર્યા કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્નિવલનું ઉદઘાટન કરવામાં આવશે. ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્ટેજ રહેશે. રાજભા ગઢવી, વિજય સુવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે. રાત્રે 10 વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
બાળ નગરી અને હોર્સ શો બનશે આકર્ષણનું કેન્દ્ર
નાગરિકોની સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યા ઉપર સમગ્ર કાંકરિયા પરિસરમાં સીસીટીવી કેમેરા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. આ ઉપરાંત અલગ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવશે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન સરેરાશ 25 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકે છે અને વિના મૂલ્ય લોકોને પ્રવેશ આપવામાં આવશે. નાના બાળકો મનોરંજન માળી શકે તેના માટે બાળનગરી પણ ઊભી કરવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले