देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 13 बार पढ़ी गई

પાનસેરિયાને લોટરીસુરતમાં હર્ષ સંઘવી, મુકેશ પટેલ બાદ કામરેજ બેઠક જીતનાર પ્રફુલ પાનસેરિયા મંત્રી પદ માટે રાત્રે ફોન આવ્યા

સુરતમાં શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી (BJP)નો ભગવા લહેરાયા છે. સ્વાભાવિક રીતે સુરતનાં વિજેતા ધારાસભ્યો પૈકી મંત્રી પદ માટે નક્કી કરવામાં આવ્યા છે.

Abhishek Raghuvanshi12 दिसंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

સુરતમાં શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી (BJP)નો ભગવા લહેરાયા છે. સ્વાભાવિક રીતે સુરતનાં વિજેતા ધારાસભ્યો પૈકી મંત્રી પદ માટે નક્કી કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં હર્ષ સંઘવી અને મુકેશ પટેલને ફરી એક વખત મંત્રી પદ મળશે. તેમજ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને પણ મંત્રી પદ મળવા જઈ રહ્યું છે. આ તમામ વિજેતા ધારાસભ્યોને ફોન આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રફુલ પાનસેરિયાની પસંદગી કેમ?
પ્રફુલ પાનસેરિયા 2012માં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાટીદાર આંદોલનને કારણે તેમને રીપીટ કરવામાં આવ્યા ન હતા. તેમને સ્થાને વીડી ઝાલાવાડીયાને ધારાસભ્ય તરીકે ટિકિટ આપવામાં આવી હતી. આ વખતે ફરી એકવાર પ્રફુલ પાનસેરિયાને ટિકિટ આપતા તેઓ કામરેજ વિધાનસભા બેઠક ઉપરથી જીત્યા હતા. કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં તેઓ ધારાસભ્યો ન હોવા છતાં પણ તેમના વિસ્તારમાં અલગ અલગ સેવાકીય કામગીરી કરતા રહ્યા અને સોશિયલ મીડિયા ઉપર પણ તે ખૂબ જ એક્ટિવ રહ્યા હતા, જેની નોંધ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ લીધી હતી. સી આર પાટીલે મંચ ઉપરથી કહ્યું હતું કે, સેવા કરવા માટે કોઈ પદની જરૂરિયાત હોતી નથી. ભલે તમે ધારાસભ્ય કે અન્ય પદ પર ન હો. છતાં પણ સુરતના પ્રફુલ પાનેશરિયા જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને કામ કરી રહ્યા છે. તે નોંધનીય છે.

કુમાર કપાયા પાનસેરિયા મેદાન મારી ગયા
આ બાબત ધ્યાને આવતાની સાથે જ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને ટિકિટ મળશે તેવી પૂર્ણ શક્યતા હતી. તેમને ટિકિટ મળ્યા બાદ વિજય થતાં જ મંત્રી પદના દાવેદાર તરીકે પણ જોવામાં આવી રહ્યા હતા. પ્રફુલ પાનસેરિયા વિવાદોથી દૂર રહે છે. ગત વખતે રૂપાણી સરકારમાં સુરતની બારેબાર બેઠકો જીતા પાટીદાર નેતાને મંત્રી પદ આપવું એ પ્રકારની ગણતરી હોવાને કારણે કુમાર કાનાણીને રાજ્ય આરોગ્ય મંત્રી પદ આપવામાં આવ્યું હતું. આ વખતે કુમાર કાનાણીનો પણ ભવ્ય વિજય થયો છે. છતાં પણ તેમના સ્થાને પ્રફુલ પાનસેરિયાને મંત્રી પદ આપવાનો નક્કી થયું છે.

સંતોના આશીર્વાદ કામ લાગ્યા
કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ જ મોટો પ્રભાવ જોવા મળે છે. જે રીતે કતારગામ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાના હાર પાછળનું કારણ ધર્મ વિરોધી નિવેદન હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવી જ રીતે પ્રફુલ પાનસેરિયાનો સંતો પ્રત્યેનો પ્રેમ તેમને ફળી ગયો છે. એક તરફ બિલ્ડર લોબી પણ પ્રફુલ પાનસેરિયાની શહેરી વિકાસ વિભાગ મળે તેવા પ્રયાસો કરશે. સુરતના જાણીતા રિયલ એસ્ટેટના ઉદ્યોગપતિઓ અને પ્રફુલ પાનસેરિયા ખૂબ સારા સંબંધો છે.

હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયા શપથ લેશે
સુરતમાંથી બે ધારાસભ્યોને ફોન આવતા તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી રાજ્યગૃહ મંત્રી તરીકે હતા તેમને ફરીથી મોટું મંત્રી પદ મળી શકે છે. આ વખતે સ્વતંત્ર હવાલો પણ મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ ચર્ચા રહી છે. મોરબી ખાતે જ્યારે વડાપ્રધાન આવ્યા હતા, ત્યારે પણ તેમણે તમામ સ્થિતિ અંગેની માહિતી હર્ષ સંઘવી પાસે લીધી હતી. હર્ષ સંઘવીને સ્ટાર પ્રચારકની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું. આ વખતે સૌથી રસાકસીવાળી બેઠક વરાછા રહી હતી. પરંતુ કુમાર કાનાણીને બદલે પ્રફુલ પાનસેરિયાને મંત્રી પદ આપવામાં આવશે. પ્રફુલ પાનસેરિયાની શૈક્ષણિક લાયકાત પણ ખૂબ સારી છે, તે પણ એક ફેક્ટર છે, જેના કારણે તેમને મંત્રી માટે પસંદ કરવામાં આવ્યા છે.

મુકેશ પટેલને ફરી મંત્રી પદ
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ શપથ લેશે. શપથવિધિ માટે કેટલાક ધારાસભ્યને ફોન આવ્યા છે, તે પૈકી સુરતના હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા અને ત્યારબાદ મુકેશ પટેલનું પણ નામ સામે આવ્યું છે. મુકેશ પટેલ હાલ રાજ્ય પેટ્રો કેમિકલ અને કૃષિ મંત્રી હતા. તેમને ફરીથી મંત્રી પદ મળશે. સુરત શહેરના 12 ધારાસભ્યો પૈકી ત્રણ ધારાસભ્યોને મંત્રી પદ મળવું નક્કી થઈ ગયું છે. મુકેશ પટેલે ઉર્જા અને કૃષિ મંત્રી તરીકે કરેલી કામગીરીની નોંધ લેવામાં આવી છે. મુકેશ પટેલના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુકેશ પટેલની કામગીરીની ભારે પ્રશંસા કરી હતી અને લોકોમાં જઈને તેઓ કામ કરી રહ્યા છે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુકેશ પટેલના મંત્રી તરીકેના કાર્યકાળમાં કોઈ મોટો વિવાદ સામે આવ્યો ન હતો. જેને કારણે તેમને ફરી એકવાર મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑