અનોખી ખેતી:કુકરમુંડાનાં 70 ગામોમાં પાણીમાં ખેતી થાય છે: લણણી માટે હોડી એક માત્ર વિકલ્પ
ખેતી માટે પાણી જોઈએ પણ પાણીમાં જ ખેતી થાય એવું જવલ્લે જોવા મળે છે. આ વાત છે તાપી જિલ્લાના નિઝર પાસે આવેલા કુકરમંડાનાં 70 જેટલા ગામોની. જ્યાં ખેતી જ મુખ્ય વ્યવસાય છે અને તેપણ અનોખી રીતે કરવામાં આવે છે.
ખેતી માટે પાણી જોઈએ પણ પાણીમાં જ ખેતી થાય એવું જવલ્લે જોવા મળે છે. આ વાત છે તાપી જિલ્લાના નિઝર પાસે આવેલા કુકરમંડાનાં 70 જેટલા ગામોની. જ્યાં ખેતી જ મુખ્ય વ્યવસાય છે અને તેપણ અનોખી રીતે કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમના નિર્માણ સમયે 100 જેટલા ગામો સંપૂર્ણ અને 70 ગામો ઓછા ડુબાણમાં આવ્યા હતા. અહીંના ખેડૂતો કેવી રીતે ખેતી કરે છે તે અંગે સ્થળ માહિતી મેળવવા ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે રૂબરૂ મુલાકાત લીધી હતી, જેમાં જોવા મળ્યું કે, ખેતરો પાણીમાં હતા અને ખેડૂતો નાવડીના સહારે પાકની લલણી કરતા હતા.ઉકાઈ ડેમના નિર્માણ સમયે ઉચ્છલ, નિઝર, સોનગઢ તાલુકાના ઘણા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી, જેમની આજીવિકા જ ખેતી હતી. ડેમના ભરાવા પર તેમની ખેતીનો આધાર રહે છે.
જળાશયનું પાણી જેમ જેમ ઓછું થાય તેમ તેમ ખુલ્લી થયેલી જમીનના માલિકો કપાસ, જુવાર, તુવેર સોયાબિન જેવા પાકોની પાકની વાવણી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ પાક કર્યા હતા. જો કે, જળાશયના ફુગારાનું પાણી ભરાઈ જતાં ખેડૂતો પાણીમાં ઉભા રહીને કે હોડીના સહારે પાકની લણણી કરતા જોવા મળ્યા હતા.

વિસ્થાપિત ખેડૂતો ડેમનું પાણી ઘટે ત્યારે વાવણી પછી તૈયાર પાકની લણણી કરે છે છતાં પેટનો ખાડો પૂરાય એટલું જ અનાજ મળેબારડોલીથી 110 કિમી દૂર નિઝર-કુકરમુંડાનાં પાણીથી ઘેરાયેલાં ગામોની પરિસ્થિતિછેલ્લાં 3 વર્ષથી વધુ પાણી આવતા પાક ઘટી ગયોછેલ્લા ત્રણ વર્ષથી ઉકાઈ જળાશયમાં પાણીનું પ્રમાણ વધુ રહેતા ખેતીમાં સારી ઉપજ મળતી નથી.
માત્ર ખાવા પુરતું અનાજનું થાય છે. પાણી ઓછું રહેતા અનાજનું વધુ ઉત્પાદન થતાં બજારમાં વેચાણ અર્થે મોકલતા જેથી આર્થિક ફાયદો પણ થતો હતો. – લાલુભાઇ પાડવી, ખેડૂતપાણીમાં ખેતી માટે મહેનત છતાં 100 ટકા પાકનું વળતર મળતું નથી. માત્ર આખું વર્ષ ચાલે એટલું અનાજ મળી રહે છે. આનાજને વેચવાનો ભાગ્યે જ મોકો મળે છે. – મહેશભાઈ, રમેશભાઈ, ખેડૂતો

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले