
- ડોર ટુ ડોર પ્રચાર અને બુથ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ઉમેદવારોએ પ્રચારના અંતિમ દિવસે પોતાની તમામ તાકાત લગાવી દીધી. ઉમેદવારોએ મતની અપીલકરવા ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો. આ ઉપરાંત મતદાનના દિવસે બુથ પર કાર્યકર્તાઓની વ્યવસ્થા અને મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ઉપરાંત પોતાના વિસ્તારના મતદારોને મત કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ટીમોને કામે લગાડી છે. કેટલા ઉમેદવારોની મહેતન રંગ લાવે છે તે 8 ડિસેમ્બરે ખબર પડશે.
દસક્રોઈના ઉમેદવાર બાબુભાઈ પટેલે મતદારોનો મતદાન માટે અપીલ કરી હતી.એલિસબ્રિજના ભાજપ ઉમેદવાર અમિત શાહે રવિવારે વિશાળ રોડ શો યોજ્યો હતો. અંતિમ દિવસે વટવા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર બળવંત ગઢવીએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો.
