પોલી ટેક્નિક:પ્રથમ સત્ર માત્ર 21 દિવસનું, બીજું સત્ર ચૂંટણી પછી !
ધો.10નું પરિણામ સમયસર આવવા છતાં પોલીટેક્નિકમાં પ્રવેશમાં વિલંબદિવાળી પછી પોલી. કેમ્પસનો ઉપયોગ વિધાનસભાની ચૂંટણી માટે થશે એમ. એસ. યુનિવર્સિટીની પોલીટેકનીક કોલેજમાં પ્રથમ વર્ષની શરૂઆત થઇ છે.
- ધો.10નું પરિણામ સમયસર આવવા છતાં પોલીટેક્નિકમાં પ્રવેશમાં વિલંબ
- દિવાળી પછી પોલી. કેમ્પસનો ઉપયોગ વિધાનસભાની ચૂંટણી માટે થશે
એમ. એસ. યુનિવર્સિટીની પોલીટેકનીક કોલેજમાં પ્રથમ વર્ષની શરૂઆત થઇ છે. નવરાત્રીથી શરૂ થયેલું સત્ર માત્ર 3 સપ્તાહ ચાલશે બાદમાં દિવાળી વેકેશન બાદ શરૂ થશે. જોકે દિવાળી પછી વિધાનસભાની ચૂંટણી હોવાથી પોલીટેકનીક કેમ્પસ ચૂંટણી વિભાગ ઉપયોગમાં લેવાનું હોવાથી ડિસેમ્બર અંતમાં જ સત્ર શરૂ થાય તેવી શકયતાઓ છે.
યુનિવર્સિટીની પોલીટેકનીક કોલેજ ખાતે ડિપ્લોમાના પ્રથમ વર્ષનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10નું પરિણામ આવ્યા પછી ડિપ્લોમાની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવ્યો હતો. જેના કારણે જૂનમાં પરિણામ આવ્યું હોવા છતાં છેક સપ્ટેમ્બર મહિનાના અંતમાં પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇને સત્ર શરૂ થયું હતું. વડોદરા પોલીટેકનીક કોલેજમાં નવરાત્રીના પ્રથમ દિવસથી જ સત્રની શરૂઆત થઇ હતી. જોકે 17 ઓકટોમ્બરથી દિવાળી વેકેશનની શરૂઆત થવાની છે જેના પગલે માત્ર 3 સપ્તાહ સુધી જ પોલીટેકનીકના પ્રથમ વર્ષાન વિદ્યાર્થીઓનું સત્ર ચાલશે.
દિવાળી બાદ સત્ર શરૂ થાય તેવી શકયતાઓ ઓછી છે. ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી વિભાગ દ્વારા પોલીટેકનીક કેમ્પસ પોતાના હસ્તક ચૂંટણી લક્ષી કામગીરી માટે લઇ લેવામાં આવશે. જેના કારણે દિવાળી પછી સત્ર શરૂ થઇ શકશે નહિ. વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થાય અને તેના પરિણામ જાહેર થઇ ગયા પછી તમામ પ્રક્રિયા પૂરી થાય ત્યારે કેમ્પસ પોલીટેકનીક સત્તાધીશોને પરત સોંપવામાં આવશે.
જેથી ડિસેમ્બર મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સત્ર શરૂ થાય તેવી શકયતાઓ છે. માત્ર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જ નહિ પરંતુ એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓનું સત્ર પણ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ચૂંટણીઓના પગલે થઇ શકશે નહિ. આ વિદ્યાર્થીઓના પણ એક મહિના જેટલો સમય અભ્યાસનો બગડશે.
કોરોનાને કારણે 2 વર્ષ વિલંબ થયો હતો
આ વર્ષે બોર્ડના પરિણામો સમયસર આપી દેવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં કોરોના કાળના પગલે સત્રમાં વિલંબ થયો હતો અને વિદ્યાર્થીઓને લર્નીંગ લોસ થયો હતો. જેથી આ વર્ષે પરિણામો સમયસર આપવામાં આવ્યા હતા પણ તેમ છતાં પ્રવેશ પ્રક્રિયા સમયસર પૂરી કરી શકાઇ નથી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले