વિધાનસભામાં બીજા દિવસે પણ હોબાળો:લમ્પી વાયરસ અંગે ચર્ચા કરવા અધ્યક્ષે સમય ના આપ્યો, વિપક્ષે સુત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો
વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. કેગનો અહેવાલ પણ રજૂ કરાશે. બીજી તરફ કોંગ્રેસ સતત બીજા દિવસે ગૃહમાં હંગામો મચાવી શકે છે.

વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. કેગનો અહેવાલ પણ રજૂ કરાશે. બીજી તરફ કોંગ્રેસ સતત બીજા દિવસે ગૃહમાં હંગામો મચાવી શકે છે. કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભાના પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી.ચર્ચાના અંતે સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.આજે ગૃહ શરૂ થતાંની સાથે જ વિપક્ષ દ્વારા લમ્પી વાયરસ અંગે ચર્ચા કરવા સમય માંગવામાં આવ્યો હતો.પરંતુ અધ્યક્ષે સમય નહીં આપતાં વિપક્ષે હોબાળો કરીને વોકઆઉટ કર્યું હતું.
કોંગ્રેસે ટૂંકી મુદતના સવાલના જવાબ સામે વાંધો ઉઠાવ્યો
કોંગ્રેસે ગૃહમાં વિવિધ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંકી મુદતના સવાલના જવાબ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમજ ગૃહમાં મોંઘવારી સહિત લમ્પી વાયરસ મુદ્દે ચર્ચા કરવા સમય માંગ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ નક્કી કરેલા વિષય સિવાય મુદ્દો ઉઠાવતા અધ્યક્ષે ટકોર કરી હતી. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, છેલ્લા દિવસના પ્રસ્તાવમાં 1 કલાકનો સમય છે ત્યારે ચર્ચા કરીશું. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ગૃહમાં ન્યાય આપો, ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ વિધાનસભા ગૃહના ચોમાસું સત્રનો બીજો દિવસ પણ હોબાળો શરૂ થયો હતો. વિપક્ષના ધારાસભ્યોએ લંપી વાયરસ અગે ચર્ચા માટે યોગ્ય સમય માંગ્યો. જોકે, પહેલા સમય ન માંગ્યો હોવાથી અધ્યક્ષે સમય ના આપ્યો. આ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વૉક આઉટ કર્યું હતું.
પ્રથમ દિવસે ગૃહમાં ત્રણ બિલ પસાર
રાજય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં લવાયેલા જીએસટી સુધારા વિધેયક, ગુજસીટોક સુધારા બિલ અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) સુધારા વિધેયક મંગળવારે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે જીએસટીમાં ટેક્સમાં વધારો,ગુજસીટોકમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને કડક ટીકા કરી હતી. ટીકા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે તડાફડી પણ થઇ હતી.
વિપક્ષના દરેક સભ્યોએ ગૃહત્યાગ કર્યો હતો
ગુજરાત વિધાનસભા ગૃહની શરૂઆત તોફાની રીતે થઇ હતી. પ્રથમ દિવસની શરૂઆતમાં જ કર્મચારીઓના મુદ્દે કોંગ્રેસે ગૃહ બહાર અને ગૃહની અંદર સૂત્રોચ્ચાર,બેનર પ્રદર્શિત કરીને વિરોધ વ્યકત કર્યો હતો. અધ્યક્ષે વેલમાં ધસી આવનારા ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા, તે પછી વિપક્ષના દરેક સભ્યોએ ગૃહત્યાગ કર્યો હતો. જો કે, તે પછી હાથ ધરાયેલી પ્રક્રિયામાં વિપક્ષે જ ઢોર નિયંત્રણ વિધેયક પાછું ખેંચવું જોઇએ તેવો પ્રસ્તાવ મુકતા મંત્રીએ બિલ પાછું ખેચવા દરખાસ્ત કરી હતી. જે સર્વસંમતિથી ત્વરિત પસાર થઈ હતી.
ડ્રગ્સની સ્થિતિ જોવા સિંધુ ભવન રોડ પર આવો: વિરજી ઠુમ્મર
લાઠી વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સુધારા વિધેયક પર પોતાનો મત રજૂ કરતાં ગૃહમાં કહ્યું હતું કે, યુવા ધન બીજા રવાડે ના ચડે એ માટે આતંકી કાયદા કડક બનાવવા જોઈએ. તપાસ એ થવી જોઈએ કે ડ્રગ્સ ખરીદી કોણ રહ્યાં છે? ડ્રગ્સ જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને તાત્કાલિક ફાંસીની સજા આપવા પણ ઠુમ્મરે માગ કરતાં વધુમાં કહ્યું કે, ડ્રગ્સની સ્થિતિ જોવી હોય તો સિંધુ ભવન રોડ પર આવો. તમને જોવા મળશે કે યુવાનો શું કરી રહ્યાં છે ? તેમની કેવી સ્થિતિ છે?
ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી કડક કાયદા અમલી જ છે: ગૃહ રાજ્ય મંત્રી
કોંગ્રેસના ધારાસભ્યોના મત બાદ ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં NDPS અને પીટ NDPS એક્ટ કડક રીતે અમલી છે. NDPS એક્ટ હેઠળ તો ઓડિશા ની ગેંગની સંપત્તિ પણ ટાંચમાં લીધી છે તેમ છતાં પણ ડ્રગ્સ માફિયાઓને ગુજસીટોક કાયદા હેઠળ સમાવવા માટે વધારે વિચારણાં કરાશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 465 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 465 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 522 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 571 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 796 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 797 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 797 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 797 दिन पहले