देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 13 बार पढ़ी गई

હળવદની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ પર ત્રાસ:શિક્ષિકાઓ ઘરકામ કરાવતી અને ના પાડે તો ધમકાવતી, કંટાળીને હોસ્ટેલ છોડી ગયેલી 17 વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ

હળવદ તાલુકાના મેરુપર ગામે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શિક્ષિકાઓ દ્વારા અહીં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ પાસે ઘરકામ કરાવવાની સાથે પોતાનાં બાળકો સાચવવાની વેઠ કરાવવામાં આવતી હોવાથી 17 બાળકી હોસ્ટેલ છોડી ચાલી ગઈ હોવાનીની ઘટના સામે આવી છે.

Abhishek Raghuvanshi19 सितंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

હળવદ તાલુકાના મેરુપર ગામે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શિક્ષિકાઓ દ્વારા અહીં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ પાસે ઘરકામ કરાવવાની સાથે પોતાનાં બાળકો સાચવવાની વેઠ કરાવવામાં આવતી હોવાથી 17 બાળકી હોસ્ટેલ છોડી ચાલી ગઈ હોવાનીની ઘટના સામે આવી છે. જોકે એ બાદ પણ ઇન્ચાર્જ અધિકારી અને બે શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓને દમદાટી મારી ત્રાસ ગુજારતાં હોસ્ટેલ છોડી ગયેલી 17 વિદ્યાર્થીનીની તબિયત બગડતા હળવદ સારવારમાં ખસેડવામાં આવી છે.

17 જેટલી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ છોડીને ચાલી ગઈ
અત્યંત ગંભીર કહી શકાય એવી આ બાબત અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મેરુપર ગામે કેન્દ્ર સરકારની યોજના અન્વયે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને હોસ્ટેલ કાર્યરત છે, જેમાં આજુબાજુનાં ગામની 50 જેટલી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહી ભણે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી અહી ધોરણ 8માં ભણતી બાળકીઓને વિદ્યાલયની કેટલીક શિક્ષિકાઓ દ્વારા પોતાનાં બાળકો સાચવવા અને ઘરના કામ કરવાની વેઠ આ વિદ્યાર્થીનીઓ પાસે કરાવવાની સાથે ફૂટપટ્ટીથી મારઝૂડ કરવામાં આવતી હોવાથી હોસ્ટેલની ધોરણ 8માં ભણતી 17 જેટલી વિદ્યાર્થીનીઓ ગઈકાલે હોસ્ટેલ છોડીને નીકળી જતાં ત્રાસ ગુજારનારી શિક્ષિકાઓના પગ તળે રેલો આવ્યો હતો.

तस्वीरों में खबर4 फोटो
17 વિદ્યાર્થિનીઓની તબિયત બગડી.તમામ વિદ્યાર્થિનીઓ ડિપ્રેશનમાં આવી ગઈ.વોર્ડન અને હેડ ટીચર અમૃતાબેન સોલંકી.

અધિકારીઓએ પણ વિદ્યાર્થિનીઓ પર દમદાટી મારી
આ સમગ્ર બનાવ અંગેની જાણ પર ઇન્ચાર્જ અધિકારીને કરાતાં તેઓ દોડી આવ્યા હતા. જોકે આ અધિકારીએ પણ ત્રાસ ગુજારનારી શિક્ષિકાઓનો પક્ષ લઈ હોસ્ટેલ છોડી જનારી દીકરીઓને દમદાટી મારતાં આ દીકરીઓની તબિયત લથળી હતી અને હાલ આ તમામ દીકરીઓ ડિપ્રેશનમાં આવી જતાં સારવાર માટે હળવદ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

વોર્ડનને પણ પરેશાન કરવામાં આવે છે
સમગ્ર બનાવ મામલે કસ્તુરબા ગાંધી વિદ્યાલય મેરુપરના વોર્ડન અને હેડ ટીચર અમૃતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં દીકરીઓને ખૂબ સારી રીતે રાખવામાં આવે છે, પરંતુ બે ટીચરો આ દીકરીઓને ત્રાસ આપતા હોવાથી આ ઘટના બની છે. હોસ્ટેલ છોડવા મામલે ઉપરી અધિકારીએ દીકરીઓને ટોર્ચર કર્યા હોવાથી આ 17 દીકરીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે વોર્ડન તરીકે તેઓ કરાર આધારિત નોકરી કરતા હોય તેમને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 463 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 463 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 521 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 570 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 794 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 795 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 795 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 800 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 800 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 804 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 804 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 805 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 805 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 806 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 806 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 819 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 819 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 822 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 822 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 823 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 823 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 825 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 825 दिन पहले
↑