આ છે ગુજરાતનો મોડલ ખાડા-ટોલ હાઇવે:વડોદરા-હાલોલ હાઈવે પર 3 મીટરના ખાડા, ફૂટપાથ પર પાથરવાના પેવરથી ગાબડા ભર્યા; વાહનચાલકોને જીવનું જોખમ
વડોદરાથી હાલોલ-પાવાગઢ જવા ગુજરાત સરકારે ફોર લેન હાઇવે બનાવ્યો છે. આ હાઇવે પર કાર-જીપ સિવાયનાં વાહનો માટે પાછો ટોલ પણ વસૂલાય છે.
વડોદરાથી હાલોલ-પાવાગઢ જવા ગુજરાત સરકારે ફોર લેન હાઇવે બનાવ્યો છે. આ હાઇવે પર કાર-જીપ સિવાયનાં વાહનો માટે પાછો ટોલ પણ વસૂલાય છે. ગણીને રુપિયા વસૂલાતા હોવા છતાં આ હાઇવેની હાલત એટલી ખરાબ છે કે ખાડા પૂરવા માટે ગેરકાયદે પેવર બ્લોક પાથરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ગત 18 જૂને વડોદરાથી પાવાગઢ હવાઇ માર્ગે ગયા હતા, જેથી અધિકારીઓએ વડોદરા શહેરમાં રસ્તા સારા બનાવી દીધા, પણ વડોદરાથી હાલોલ-પાવાગઢ ટોલ વે પર મોદી કાર દ્વારા જવાના ન હોવાથી ધ્યાન જ ન આપ્યું.
રાતે તો ગમે તે ઘડીએ અકસ્માતનો ભય
કેન્દ્રીય હાઇકમાન્ડ દ્વારા તાજેતરમાં ગુજરાતના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની સાથે સાથે માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું, જેની પાછળનું કારણ બંને નેતાના તેમનાં ખાતાંમાં થઈ રહેલી નબળી કામગીરી હોવાની ચર્ચા છે. જો રાજ્યના રસ્તાઓની વાત કરીએ તો ચોમાસામાં વરસાદને કારણે અનેક રોડ તૂટ્યા અને એના રિપેરિંગ સમયસર નથી થયા. આવી જ હાલત રાજ્ય સરકાર હસ્તકના વડોદરાથી હાલોલ હાઇવેની છે. અહીં એટલા બધા ખાડા છે કે રાત્રે ગમેત્યારે ગમેતે વાહન ખાડામાં ખાબકી શકે છે.
પેવર બ્લોક પાથર્યા, હવે તો જીવલેણ અકસ્માત થાય
આ હાઇવે પર કાર સિવાય મોટાં વાહનો લક્ઝરી બસ, ટ્રક સહિતનાં ભારે વાહનો પાસેથી ટોલટેક્સ વસૂલમાં આવે છે. જોકે આ હાઇવે પર બંને તરફ 150થી વધુ ખાડા પડ્યા છે અને એને યોગ્ય રીતે ભરવાને બદલે પેવર બ્લોક મૂકી દેવાયા છે, જેથી વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ પેવર બ્લોક ગમે ત્યારે ટાયર ફાડી નાખે એવા છે અને આ કારણે અકસ્માત પણ જીવલેણ થઈ શકે છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले





