ને ગાય સીધી બાઇક પર કૂદી:જૂનાગઢના ઝાંઝરડા રોડ પર દીવાલ પરથી કૂદી ગાય સીધી બાઇક પર પડી, સદનસીબે જાનહાનિ ટળી
બે બાઇકસવાર પોતાની ધૂનમાં જતા હતા અને અચાનક જ ગાય પડીબંને યુવકને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે.
- બે બાઇકસવાર પોતાની ધૂનમાં જતા હતા અને અચાનક જ ગાય પડી
- બંને યુવકને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા
ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. એમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢમાં પણ કંઈક આવી જ ઘટના કેમેરામાં કેદ થઈ છે. બે બાઇકસવાર પોતાની ધૂનમાં જતા હતા અને અચાનક જ દીવાલ પરથી માથે ગાય પડી હતી. જોકે સદનસીબે બંનેના જીવ બચી ગયા છે.
ઘટના કેમરામાં કેદ
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર બે બાઇકસવાર નીકળી રહ્યા હતા, ત્યારે દીવાલ પર ઊભેલી ગાય અચાનક નીચે પડી હતી. ગાય પડતાં બંને બાઇકચાલક નીચે પટકાયા હતા, જેમને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટનામાં નવાઈની વાત એ છે કે જ્યારે ઘટના બની ત્યારે જ કેમેરામાં કેદ થઈ છે. મતલબ કે જૂનાગઢની જનતા પણ હવે રખડતાં ઢોરોના ત્રાસને જાણી ગઈ છે.
જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ?
ઈજાગ્રસ્ત બંને યુવાનોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે કે જો કોઈ જાનહાનિ થઈ હોત તો આ મામલે જવાબદાર કોણ હોત? શહેરમાં રખડતા ઢોરો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા અને દિવસે દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
