પૂર્વ BJP નેતાના ભાઈની દાદાગીરી:સુરતના ડિંડોલીમાં કેળાંની લારીવાળા દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકાર્યા, VIDEO VIRAL
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી સુરતમાં થોડા દિવસોથી જાહેરમાં માર મારવાની ઘટનાઓ વધી રહી છે.
- સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
સુરતમાં થોડા દિવસોથી જાહેરમાં માર મારવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વકીલ પર હુમલો થયાના ગણતરીના દિવસોમાં જ ડિંડોલીમાં કેળાં વેચતા કિશોરને જાહેરમાં દંડા ફટકારવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના ભાજપના ભૂતપૂર્વ નગરસેવક અને શાસક પક્ષના નેતાના ભાઈએ કાયદો હાથમાં લઈને દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકાર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરમાં દંડાવાળી
ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતેના જાહેર રસ્તા પર એક કિશોર લારી લઈને કેળાંનું વેચાણ કરતો હતો. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દયા શંકરસિંહના ભાઈ કૃપાશંકર હાથમાં લાકડી સાથે ત્યાં પહોંચ્યા હતા. ત્યાર બાદ કેળાંનું વેચાણ કરતા કિશોરને ત્યાંથી દૂર જતો રહેવાનું કહી તેના પર લાકડી લઈને તૂટી પડ્યા હતા. એક પછી એક લાકડીના ફટકા યુવકને માર્યા હતા, જેથી આસપાસમાં લોકો પણ અચંબિત થઈ ગયા હતા.
વીડિયો વાઇરલ થયો
પૂર્વ નગરસેવક દયાશંકરસિંહના ભાઈ કૃપાશંકર દ્વારા એક સામાન્ય લારીવાળાને અને તે પણ દિવ્યાંગ પર લાકડી વડે માર મારવાની ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા મોબાઈલમાં વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો, જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયઇલ થયો હતો. સમગ્ર ઘટના અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
