ગુજરાતનું તરભાણું છલકાયું:રાજ્યમાં ત્રણ ઝોનમાં 100%થી વધુ વરસાદ, સૌથી વધુ કચ્છમાં 155.36%, હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં નિરંતર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં નિરંતર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ 155.36 ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે. બીજી તરફ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 100 ટકાથી વધુ, જ્યારે મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં મહેસાણા 8 ઈંચ વરસાદ સાથે ટોપ પર છે, ત્યારે રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
24 કલાકમાં 148 તાલુકામાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 32 તાલુકામાં 2 ઇંચથી 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 148 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદની વાત કરી તો મહેસાણામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ મોરબીમાં 5.3 ઇંચ, બહુચરાજી તેમજ રાધનપુરમાં 5-5 ઇંચ વરસાદ તો વીસનગર અને ઇડરમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાટણ, વિજાપુર, અમીરગઢ, પોશીના, માણસા, જોટાણા સહિત મોટા ભાગના વિસ્તારોમાં 2થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં 10 તાલુકામાં 3થી 8 ઈંચ વરસાદ
| જિલ્લો | તાલુકો | વરસાદ |
| મહેસાણા | મહેસાણા | 8 |
| મોરબી | મોરબી | 5 |
| મહેસાણા | બહુચરાજી | 4.8 |
| પાટણ | રાધનપુર | 4.7 |
| મહેસાણા | વીસનગર | 4.4 |
| સાબરકાંઠા | ઈડર | 4.3 |
| પાટણ | પાટણ | 3.8 |
| મહેસાણા | વિજાપુર | 3.6 |
| પાટણ | સરસ્વતી | 3.5 |
| બનાસકાંઠા | અમીરગઢ | 3.5 |
મહેસાણામાં ધોધમાર વરસાદ
મહેસાણા જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં મહેસાણામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વીસનગરમાં સાડાચાર ઇંચ, વડનગરમાં 3 ઇંચ વરસાદ, વિજાપુરમાં પોણાચાર ઇંચ વરસાદ, ઊંઝામાં અઢી ઇંચ વરસાદ, ખેરાલુમાં 3.5 ઇંચ વરસાદ, બેચરાજીમાં 5 ઈંચ, કડીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે અને જોટાણા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, મહેસાણા જિલ્લામાં 24 કલાક દરમિયાન 904 મિમી વરસાદ પડ્યો છે અને સીઝનનો 7,482 મિમી વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠામાં 6 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ
24 કલાકમાં જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આઠમાંથી છ તાલુકામાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઇડરમાં સવાચાર ઇંચ નોંધાયો છે. પોશીનામાં પોણાચાર ઇંચ, હિંમતનગરમાં ત્રણ ઇંચ, પ્રાંતિજમાં અઢી ઇંચ, વિજયનગરમાં સવાબે ઇંચ, ખેડબ્રહ્મા, તલોદ અને વડાલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો 24 કલાકમાં ઇડર 110 મિમી, ખેડબ્રહ્મા 41 મિમી, તલોદ 42 મિમી, પ્રાંતિજ 62 મિમી, પોશીના 89 મિમી, વડાલી 43 મિમી, વિજયનગર 56 મિમી, હિંમતનગર 74 મિમી વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં બે-ત્રણ દિવસમાં અનેક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસ હજુ વરસાદી માહોલ જોવા મળશે. જેમા સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. બનાસકાંઠા,સાબરકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મોરબી, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.
સરદાર સરોવરની જળસપાટી 136 મીટરે સ્થિર
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતાં ડેમની સપાટીમાં વધારો નોંધાયો હતો. ત્યારે નર્મદા ડેમની જળસપાટી 136 મીટરે પહોચી છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યા છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આમ, નદીમાં કુલ – 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સીઝનમાં નર્મદા ડેમના બીજીવાર 23 ગેટ ખોલીને 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કાંઠાનાં ગામોને સાબદા કરી દેવામાં આવ્યાં છે. ભરૂચ ડભોઇ ચાંદોદ સહિતના કાંઠાનાં ગામોમાં જળસપાટી વધતાં તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયાં છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले

