દારૂના નશામાં પરિવારને વિખેર્યો:સોજીત્રામાં છ લોકોનો જે કારે ભોગ લીધો એ કાર ધારાસભ્યનો જમાઈ ચલાવતો હતો, દારૂના ચિક્કાર નશામાં પણ હોવાનો આક્ષેપ
તારાપુર-આણંદ હાઇવે પર ટીંબા ગામ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતોએક પરિવારના ત્રણ સભ્ય, બીજા પરિવારના બે અને એક અન્ય વ્યક્તિનું મોત થયું હતું આણંદ જિલ્લામાં ગુરુવારે કાળજું કંપાવતી ઘટના સામે આવી હતી.
- તારાપુર-આણંદ હાઇવે પર ટીંબા ગામ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો
- એક પરિવારના ત્રણ સભ્ય, બીજા પરિવારના બે અને એક અન્ય વ્યક્તિનું મોત થયું હતું
આણંદ જિલ્લામાં ગુરુવારે કાળજું કંપાવતી ઘટના સામે આવી હતી. કાર, રિક્ષા અને બાઇક વચ્ચે થયેલા અકસ્મતામાં 6 લોકોને કાળ ભરખી ગયો હતો, જેમાં એક પરિવારના ત્રણ સભ્ય, જે ભાઇને રાખડી બાંધીને આવતા હતા. બીજા પરિવારની બે અને એક અન્ય વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનામાં જે કારચાલકે અકસ્માત સર્જ્યો એ કારચાલક સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું છે, જેઓ દારૂના ચિક્કાર નશામાં હોવાનો મૃતકનાં પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે લથડિયા ખાતો જોવા મળે છે.
છ લોકોને કાર ભરખી ગયો
મળતી માહિતી મુજબ, સોજીત્રા ખાતે રહેતા વિપુલભાઈ મિસ્ત્રીનાં પરિવારજનો રક્ષાબંધન નિમિત્તે તારાપુર પાસે ટીંબા ગામે ગયા હતા. તેઓ ત્યાંથી પરત સોજીત્રા આવવા માટે યાસીન મોહંમદભાઈ વ્હોરાની રિક્ષામાં નીકળ્યા હતા. તેઓ તારાપુર-આણંદ ધોરી માર્ગ પરથી પસાર થતા હતા એ સમયે ટીંબા ગામ પાસે અચાનક કાર, રિક્ષા અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે રિક્ષાચાલક યાસીન વ્હોરા સહિત બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ચારનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. આમ, આ ઘટનામાં કુલ છ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.
કારચાલક લથડિયા ખાતો જોવા મળ્યો
આ દુર્ઘટનામાં કાર રોડ પરથી ઊતરીને બાજુના ખેતરમાં ઝાડ સાથે અથડાઇ હતી. કારચાલક ઘવાયેલી હાલતમાં મૃતકોની મદદ કરતો હતો, પરંતું તે દારૂના નશામાં હોવાથી પોતાની જાતને પણ નહોતો સંભાળી શકતો, જેનો લથડિયા ખાતો એક વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે મૃતકોના સંબંધીઓએ ડ્રિન્ક એન્ડ ડ્રાયનો આક્ષેપ કર્યો હતો. પોલીસે કારની તલાસી લેતાં એમાંથી MLA ગુજરાત લખેલી નેમ પ્લેટ મળી આવી હતી. કારચાલકની પૂછપરછ કરતાં તે સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢિયાર અને વ્યવસાયે વકીલ હોવાનું જણાવ્યું હતું.
કારચાલક દારૂના ચિક્કાર નશામાં હતો: મૃતકનો ભત્રીજો
મૃતકના ભત્રીજા સાગર જિજ્ઞેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મારાં કાકી અને મારી બે બહેનો રક્ષાબંધન મનાવીને રિક્ષામાં મામાના ઘરેથી આવતાં હતાં. ત્યારે આ ઘટના ઘટી હતી. મને મિત્રનો ફોન આવ્યો અને હું વડોદરાથી અહીં આવ્યો છું. જે કારચાલકે ટક્કર મારી એ દારૂના ચિક્કાર નશામાં હતો, જે અહીંના ધારાસભ્ય પૂનમ પરમારનો ઘરનો સભ્ય હોવાનું જાણવા મળ્યું છે. મેં મારા પરિવારના સભ્યો ગુમાવ્યા એ પાછા નહીં મળે, પણ પોલીસ કડક કાર્યવાહી કરે, જેથી આવી ઘટના ફરીવાર ન બને.
રાજ્યમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી?: મૃતકના પિતા
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ પીને લોકો ડ્રાઇવિંગ કરે છે. મેં મારા બે જુવાન પુત્ર ગુમાવ્યા, તેના માટે જવાબદાર કોણ? રાજ્યમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? આમાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અમારી માગ છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले


