હત્યાના લાઇવ CCTV:પાટણમાં ભરબજારે ખૂની ખેલ ખેલાયો, સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને છરી વડે રહેસી નાખ્યો
માતાએ એક બાજુ પોતાનો પુત્ર ખોયો, બીજી બાજુ હત્યારા પણ પોતાના જમામા ફોઇના છોકરા વચ્ચે છેલ્લા એક વર્ષથી ઝઘડો ચાલતો હતો ઓ...મા...ઓ...મા...મારો છોકરો, મારા છોકરાને મારી નાખ્યો' આ હૈયાફાટ રૂદન એ માતાનુંં છે.
- માતાએ એક બાજુ પોતાનો પુત્ર ખોયો, બીજી બાજુ હત્યારા પણ પોતાના જ
- મામા ફોઇના છોકરા વચ્ચે છેલ્લા એક વર્ષથી ઝઘડો ચાલતો હતો
ઓ…મા…ઓ…મા…મારો છોકરો, મારા છોકરાને મારી નાખ્યો’ આ હૈયાફાટ રૂદન એ માતાનુંં છે. જેના પુત્રની પાટણમાં ભરબજારે હત્યા થઇ છે. દુ:ખની વાત એ છે કે, સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને બજાર વચ્ચે રહેસી નાખ્યો છે. ત્યારે માતા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક બાજુ પુત્ર ખોયો તો બીજી બાજુ હત્યારા પણ પોતાના જ છે.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ
પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં ગુરુવારની સવારે 9 વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલાયો હતો. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં રિક્ષા ચાલક ફોઇના છોકરા પર તેનો મામાનો છોકરો ભરબજારે છરી વડે હુમલો કરે છે. જેમાં રિક્ષા ચાલક ઢળી પડે છે. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પણ સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું.
એક વર્ષથી ઝઘડો ચાલતો હતો
મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેને છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. જેમાં આજે સવારે પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને વર્ધી માટે નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેનો મામનો છોકરો મળ્યો હતો. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ હતી.
બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
મૃતક પ્રકાશ બે સંતાનોનો પિતા હતો. જેનો પુત્ર ધોરણ 6માં અને પુત્રી ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ માસુમ બાળકોને હજુ એ પણ ખબર નથી કે તેમના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે માહોલ વધારે ન બગડે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले

