સૌથી મોટું શિવલિંગ:મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં 1.25 લાખ રુદ્રાક્ષનું 20 ફૂટ ઊંચું, 8 ફૂટ પહોળું શિવલિંગ બનાવવામાં આવ્યું
પ્રત્યેક રુદ્રાક્ષ નેપાળથી મગાવાયો, છેલ્લા દિવસે ભક્તોને પ્રસાદ સ્વરૂપે અપાશે શુક્રવારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે સૌથી મોટું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે.

- પ્રત્યેક રુદ્રાક્ષ નેપાળથી મગાવાયો, છેલ્લા દિવસે ભક્તોને પ્રસાદ સ્વરૂપે અપાશે
શુક્રવારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે સૌથી મોટું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. શિવલિંગની ખાસિયત એ છે કે, તે 1.25 લાખ રુદ્રાક્ષ બનાવવામાં આવ્યું છે. તમામ રુદ્રાક્ષ નેપાળથી મગાવવામાં આવ્યા છે અને પ્રત્યેક્ષ રુદ્રાક્ષની કિંમત રૂ.100થી 110ની આસપાસ છે.
તમામ રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપાશે
પ્રત્યેક રુદ્રાક્ષને અલગ પાડીને ચોંટાડવામાં આવ્યો છે. જેથી જળ અભિષેક થયા પછી પણ રુદ્રાક્ષ છૂટો પડશે નહીં. 1 મહિના સુધી 24 કલાક મહારુદ્ર અભિષેક તેમજ જળ અભિષેક પણ કરવામાં આવશે. મંદિર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે આ તમામ રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. મંદિરે આ ઉપરાંત 21 કુંડી સામૂહિક હવનનું પણ આયોજન કર્યું છે.
મંદિરમાં 24 કલાક અખંડ ધૂનનું પણ આયોજન
હવન માટે રાજ્યભરમાંથી અંદાજે 50થી વધુ બ્રાહ્મણ બોલાવવામાં આવશે. શ્રાવણ માસના એક મહિનામાં મંદિરે રોજના 20 હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે. સોમવાર અને રવિવારે 50 હજારથી વધુ ભક્તો આવવાનો અંદાજ છે. મંદિરમાં 24 કલાક અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં મહાદેવના સમગ્ર પરિવાર બિરાજમાન હોય તેવી પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले