અમરેલી જિલ્લો અડધા કલાકમાં પાણી પાણી:ધાતરવડી અને શેત્રુંજી નદીમાં ચોમાસાનું પહેલું પૂર, ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના રસ્તા બન્યા નદી
જિલ્લામાં ગઈકાલ રાતથી અવિરત મેઘ મહેર, ધરતી પુત્રોના જીવમાં જીવ આવ્યો અમરેલી જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
- જિલ્લામાં ગઈકાલ રાતથી અવિરત મેઘ મહેર, ધરતી પુત્રોના જીવમાં જીવ આવ્યો
અમરેલી જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે ખાંભા શહેરમાં અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસતા ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસાનું પહેલું પૂર આવ્યું છે. જેના કારણે આસપાસના ખેતરો પણ પાણીથી તરબોળ થયા હતા. જ્યારે અમરેલી શહેરમાં મધરાતે 25 મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નંદીમા પાણી આવ્યું છે. ઘોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.
ધીમીધારે વરસાદ ચાલુ
સમગ્ર વિસ્તારમાં ધીમીધારે વરસાદ હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામડાના ખેડૂતોને વાવણીમાં જીવનદાન મળ્યું છે. ખેડૂતોના પાક બળી જવાના આરે હતા, ધરતી પુત્રો વરસાદની કાગડોળે રાહ જોય રહ્યા હતા ત્યારે આ વરસાદના કારણે નવું જીવનદાન પાકને મળ્યું છે.
નાવલી નદી પણ બે કાંઠે થઇ
આ ઉપરાંત સાવરકુંડલા શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં જેસર રોડ રિદ્ધિસિદ્ધિ ચોક, મહુવા રોડ અને હાથસણી રોડ સહિતના વિવિધ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જ્યારે મધરાતે પડેલા વરસાદના કારણે નાવલી નદી પણ બે કાંઠે થઇ હતી, પરંતુ વહેલી સવારે પાણી ઓસરી ગયું છે. હજુ વરસાદ વધુ પડશે તો ફરી અહીં પુર આવે તેવી શકયતા વર્તાઇ રહી છે.
રાજુલામાં વીજળી ગુલ
આ બાજુ રાજુલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છેય રાજુલાના દેવકા અને હડમતીયા સહિત કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે સ્થાનિક નદીમાં પાણીનું પ્રથમ આગમન થયું હતું. જ્યારે રાજુલા પંથકમાં છુયા છવાયા વરસાદમાં જ વીજળી ગુલ થતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले

