અકસ્માતના CCTV:સુરતના વાંસકૂઈમાં મોપેડ સવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લીધા, પ્રોફેસર પુત્રીનું 25થી વધુ ફૂટ ટ્રક નીચે ઢસડાતા મોત
પિતા-પુત્રીને વાંસકૂઇના પેટ્રોલપંપ પાસે અકસ્માત નડ્યોમોતને ભેટનાર યુવતી પ્રોફેસરની નોકરી સાથે PhD કરતી હતી વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળીયામાં રહેતી અને ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતી પોતાના પિતા સાથે ધામોદલાથી મઢી કામ અર્થે જઇ રહ્યા હતા.
- પિતા-પુત્રીને વાંસકૂઇના પેટ્રોલપંપ પાસે અકસ્માત નડ્યો
- મોતને ભેટનાર યુવતી પ્રોફેસરની નોકરી સાથે PhD કરતી હતી
વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળીયામાં રહેતી અને ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતી પોતાના પિતા સાથે ધામોદલાથી મઢી કામ અર્થે જઇ રહ્યા હતા. ત્યારે સુરતના વાંસકૂઇના પેટ્રોલપંપ પાસે પાછળથી આવતી બોરવેલની ટ્રકે મોપેડને અડફેટમાં લેતા સ્નેહલતાબેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 13 જૂનના રોજ થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ટ્રકે અડફેટે પિતા 10 ફૂટ જેટલા ફંગોળાયા હતા. જ્યારે પ્રોફેસર પુત્રી ટ્રકની નીચે 25 ફૂટ જેટલી ઢસડાઈ હતી.
પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલપંપ તરફ ટર્ન લેતા ટ્રકે અડેફેટે લીધા
પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળિયામાં રહેતાં ગુરજીભાઈ ગજાભાઈ ચૌધરી (ઉ.વ.58) 13મી જૂને પોતાની એક્ટીવા (GJ-26-AD-0423) લઈને પોતાની દીકરી સ્નેહલતાબેન ચૌધરી (ઉ.વ.28) સાથે મઢી કામ અર્થે જઇ રહ્યા હતાં. ત્યારે વાંસકૂઈ ગામની સીમમાં ઇન્ડિયન પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલપંપ તરફ ટર્ન લઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી આવતી બોરવેલની ટ્રક (GJ-03-CL-8341)ના ચાલકે એક્ટીવાને અડફેટમાં લેતા બંને ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.
ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો
અકસ્માતમાં પિતા-પુત્રીને ગંભીર ઇજા થતાં પુત્રીનું સારવાર દરમિયાન મોત થયુ હતું. જ્યારે પિતા ગુરજીભાઈને ગંભીર ઇજા થતાં સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગામમાં ગમગીની છવાઈ
મારણજનાર સ્નેહલતાબેન ચૌધરી ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને પીએચડી કરી રહ્યા હતા. અકસ્માતમાં અકાળે મોત થતા ગામમાં ગમગીની છવાઈ હતી. ચૌધરી સમાજે એક આશાસ્પદ યુવતી ગુમાવી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले


