ભરતસિંહની મોટી જાહેરાત:સક્રિય રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લઉં છું, હજી ત્રીજા લગ્ન પણ કરવા છે, છૂટાછેડાની રાહ જોઉં છું
ચૂંટણી આવે એટલે કંઈકનું કંઈક શરૂ થઈ જાય છેરામનું મંદિર બને અને ભરતને ના ગમે!
- ચૂંટણી આવે એટલે કંઈકનું કંઈક શરૂ થઈ જાય છે
- રામનું મંદિર બને અને ભરતને ના ગમે!
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈને આજે પત્રકાર પરિષદ કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ એવું પૂછે છે. મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે. હું મારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છું. આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે.
વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે
તેમણે કહ્યું હતું કે રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિગત રીતે વિવાદો મારી સામે ચાલ્યા છે. આવા વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં રામ મંદિરની આખી વાત ના સમજાઈ. રામનું મંદિર બને અને ભરતને ના ગમે! હું વર્ષોથી કહેતો આવ્યો છું, 7 મહિનાનો જવાબ આપવાનો છે.
વાતને રંગ પણ અલગ આપવામાં આવે છે
અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ, પણ વાતને રંગ પણ અલગ આપવામાં આવે છે. આ દેશમાં કેટલાંય કુટુંબ છે, જેમના લગ્નજીવનમાં સમસ્યા સર્જાતી હોય છે. પરિવારમાં સમાધાન ન થાય તો કોર્ટ સુધી મુદ્દો જાય છે. ભરતસિંહના લગ્ન કેવા સંજોગોમાં થયા એ બાબત પણ જાણવી જોઈએ. જ્યાં લગ્ન થયાને 15 વર્ષ સુધી કોઈ સંબંધ ન હોય, માત્ર ઔપચારિક સંબંધ રહ્યા છે. હું ઇચ્છતો હતો કે આ બાબત ઘરની ઘરમાં રહે.
હવે આ બાબતે કોર્ટ નક્કી કરશે
આ દેશ સ્ત્રી દાક્ષિણ્યનો છે. મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને અહેમદ પટેલે મદદ કરી. મને વડોદરાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ આવ્યા. મેં જેને છૂટાછેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું હતું કે હવે ભરત નહીં બચે. મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારું શું થશે. તેને મારા રૂપિયા ક્યાં છુપાયેલા છે એ શોધવામાં જ રસ હતો. મારે કોઈ બાળક નથી. મારું મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી, પણ તેમને ધીરજ નહોતી. તેણે દોરાધાગા કર્યા અને પૂછતી કે આ ક્યારે મરશે.
નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો
જ્યારે મારા જીવન પર જોખમ આવ્યું, એમાં હું બચી ગયો અને ખબર પડી કે કોઈની સાથે લેવડદેવડ કરી હોય તો મારે ચૂકવવાની આવી હોત. એટલે મેં કહ્યું હતું કે આ મારા કહ્યામાં નથી. તેમને તેમના નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો. મેં ટિકિટ વહેંચી એવા આક્ષેપ કર્યા. અમિત ચાવડાને પ્રમુખ બનાવ્યા ત્યારથી આ વિવાદ શરૂ થયો હતો. આજે મને એવું લાગી રહ્યું છે કે આ જુદા પ્રકારની લડાઈ છે. મેં નોટિસ 12 જુલાઈ 2021ના રોજ નોટિસ આપી હતી. તેણે 29 માર્ચે આવીને બેવરલી હિલ્સનો કબજો લઈ લીધો.
હું એ યુવતી સાથે આઈસક્રીમ ખાવા ગયો હતો
મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે. માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનનો વીડિયો સામે આવ્યો હતાો. ત્યાં હું આઈસક્રીમ ખાવા ગયો હતો. તે યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારું ત્રીજું લગ્ન પણ થશે. હું મારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છું. મને વિચાર થાય કે કોઈની સાથે મારા લગ્ન થાય તો તેના પરિવારે નક્કી કરવાનું કે મારી સાથે લગ્ન કરવા દે કે નહીં.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले