વડોદરામાં પિકઅપ વાનની ટ્રોલી પલટી, સામાન ઠલવાતો હોય એ રીતે જાનૈયાઓનો રોડ ઉપર ઢગલો વળ્યો
ટ્રોલી પલટી મારતાં 20 જાનૈયાને નાની-મોટી ઇજાઓ પહોંચી વડોદરા પાસે પોર જીઆઇડીસીના જાનૈયાઓની પિકઅપ વાનની ટ્રોલી પલટી મારતાં 20 જાનૈયાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
- ટ્રોલી પલટી મારતાં 20 જાનૈયાને નાની-મોટી ઇજાઓ પહોંચી
વડોદરા પાસે પોર જીઆઇડીસીના જાનૈયાઓની પિકઅપ વાનની ટ્રોલી પલટી મારતાં 20 જાનૈયાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ટ્રોલીમાંથી સામાન ઠલવાતો હોય એ રીતે જાનૈયાઓનો રોડ ઉપર ઢગલો વળી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી
મળેલી માહિતી મુજબ, વડોદરા નજીક આવેલા પોર ગામેથી જાનૈયાઓને લઈને નીકળેલી પિકઅપ વાનમાં જાનૈયા સવાર ટ્રોલી પોર જીઆઇડીસીમાં પલટી જતાં 20 જાનૈયા ઘવાયા હતા, જેમને સારવાર માટે પોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. એમાં ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટ્રોલીમાંથી સામાન ઠાલવવામાં આવતો હોય એ રીતે જાનૈયાઓનો રોડ ઉપર ઢગલો થઇ ગયો હતો, જેમાં કોઇને નાક, કોઇને માથામાં, કોઇને મોઢા પર તો કોઇને હાથ-પગમાં ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો.
ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત
પોલીસસૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, વડોદરા નજીકના પોર ગામમાં રહેતા યુવકના રમણગામડી ગામમાં રહેતી યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા. શુક્રવારે યુવકના લગ્ન હોવાથી પોરથી અલગ અલગ ગાડીઓમાં જાન રમણગામડી ગામમાં જવા બપોરના સમયે રવાના થઈ હતી. એ વાહનો પૈકીની પિકઅપ ગાડી જાનૈયાઓને લઈ પોર જીઆઇડીસીમાંથી પસાર થઈ રહી હતી. દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પિકઅપની પાછળની ટ્રોલી છૂટી પડતાં એમાં સવાર જાનૈયાઓ માર્ગ પર પછડાયા હતા અને માલસામાનનો ઢગલો થઇ જાય એ રીતે જાનૈયાઓનો ઢગલો થઇ ગયા હતા.
લગ્નમંડપમાં જવાને બદલે હોસ્પિટલમાં જવાનો વખત આવ્યો
માર્ગ પર પટકાયેલા જાનૈયાઓનાં દૃશ્યો જોઈ લોકટોળાં જામ્યાં હતાં અને સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પોર સામૂહિક કેન્દ્ર પર મોકલી આપ્યા હતા. પિકઅપ ગાડીની ટ્રોલી પલટી જતાં સારવાર અર્થે પોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયેલા જાનૈયાઓ પૈકી ત્રણની હાલત નાજુક હોઈ તેમને વડોદરાના સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. લગ્ન મહાલવા ઉત્સાહભેર નીકળેલા જાનૈયાઓને લગ્નમંડપમાં જવાના બદલે હોસ્પિટલમાં જવાનો વખત આવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં જાનૈયાઓને નાનીમોટી ઇજાઓ જ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ બનાવ અંગે વરણામા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
