देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 11 बार पढ़ी गई

બ્લેકમાં ટિકિટના ભાવ 10 ગણા, વિમાન-હોટલનું ભાડું બમણું થયું, ક્વોલિફાયર-2 અને રવિવારે ફાઇનલ પૂર્વે અભૂતપૂર્વ ધસારો

પ્રીમિયમ હોટલોમાં સૌથી વધુ બુકિંગ મુંબઈ, દિલ્હી, પુણે અને બેંગલુરુથી, ડિલક્સ રૂમના 7 હજારને બદલે 15 હજારમુંબઈની ફ્લાઇટનું ભાડું રૂ.4-5 હજારથી વધીને 10 હજાર, દિલ્હીનું ભાડું 8-9 હજાર સામે 16 હજારે પહોંચ્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે, જ્યારે રવિવારે ફાઈનલ મેચ રમાશે.

Abhishek Raghuvanshi27 मई 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પ્રીમિયમ હોટલોમાં સૌથી વધુ બુકિંગ મુંબઈ, દિલ્હી, પુણે અને બેંગલુરુથી, ડિલક્સ રૂમના 7 હજારને બદલે 15 હજાર
  • મુંબઈની ફ્લાઇટનું ભાડું રૂ.4-5 હજારથી વધીને 10 હજાર, દિલ્હીનું ભાડું 8-9 હજાર સામે 16 હજારે પહોંચ્યું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે, જ્યારે રવિવારે ફાઈનલ મેચ રમાશે. 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ પૂરેપૂરું ભરાઈ જવાની શક્યતા છે. મેચનો ક્રેઝ એટલો છે કે રૂ.800ની કિંમતની ટિકિટો બ્લેકમાં રૂ.8 હજારમાં અને 1500ની ટિકિટ રૂ.15 હજારમાં વેચાઈ છે.

આઈપીએલની આ બે મહત્ત્વની મેચોને પગલે દિલ્હી અને મુંબઈથી આવતી ફ્લાઈટના ભાડાં પણ બમણાં થઈ ગયાં છે. ફિલ્મી, રાજકીય તેમજ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ મેચ જોવા આવે એવી શક્યતા છે. આ વર્ગ મોટે ભાગે ચાર્ટર ફ્લાઈટમાં આવતો હોય છે, પરંતુ ક્રિકેટચાહકો વધુ ભાડું ખર્ચીને આવી રહ્યા છે.

હોટલોમાં બુકિંગ ચાર્જ ડબલ
મુંબઈથી અમદાવાદનું વિમાન ભાડું સામાન્ય રીતે 4થી 5 હજાર હોય છે, પણ અત્યારે 10 હજાર આસપાસ બોલાઈ રહ્યું છે. દિલ્હીનું રિટર્ન ભાડું 8થી 9 હજાર સામે 15થી 16 હજારે પહોંચ્યું છે. રોયલ ચેલેન્જર્સ, રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઈટન્સની ટીમો અમદાવાદ આવી ચૂકી છે. બહારથી આવનારા દર્શકોએ હોટલોમાં બુકિંગ કરાવ્યા છે. હોટલ ઈન્ડસ્ટ્રીનાં સૂત્રોએ કહ્યું હતું કે 29 તારીખે ફાઈનલ પૂર્વે રૂમની ઈન્કવાઇરીમાં વધારો થયો છે અને બુકિંગ ચાર્જ પણ ડબલ થઈ ગયા છે.

ડિલક્સ અને એક્ઝિક્યુટિવ રૂમનું એક દિવસનું રૂ.7 હજાર ભાડું વધીને 14થી 15 હજારે પહોંચી ગયું છે. સૌથી વધુ એડવાન્સ બુકિંગ મુંબઈ, પુણે, દિલ્હી અને બેંગલુરુથી થયું છે. શહેરની જાણીતી ફાઈવ સ્ટાર હોટલો 30 મે સુધી પેક થઈ ગઈ છે. ફાઈનલ પૂર્વે 50 મિનિટનો પૂર્ણાહુતિ સમારોહ યોજાશે, જેમાં એ.આર. રહેમાન, નેકા કક્કડ, રણવીર સિંહ સહિત 300 કલાકારો પર્ફોર્મ કરશે. બીસીસીઆઈ, આઈપીએલના ટોચના અધિકારીઓ તેમજ કોર્પોરેટ ડેલિગેટ્સ ગાંધીનગરની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા છે.

4 કલાક પહેલાં એન્ટ્રી, પાણી પણ લઈ જઈ શકાશે નહીં

  • મેચ શરૂ થવાના ચાર કલાક પહેલાં એન્ટ્રી અપાશે.
  • ટિકિટ ફાટી ગયેલી કે છેડછાડ કરેલી હશે અથવા બારકોડ નહીં ચાલે તો સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં.
  • કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટિફેકેટ સાથે રાખવાનું રહેશે, જેમણે વેક્સિન લીધી હશે તેમને જ પ્રવેશ મળશે.
  • એક વખત પ્રવેશ મેળવ્યા બાદ ફરીથી રિએન્ટ્રી મળશે નહીં.
  • પાણીની બોટલ, લાઈટર, મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ, જ્વલનશીલ વસ્તુ, ફટાકડા, હથિયાર, હેલ્મેટ, બેગ લઈ જઈ શકાશે નહીં.
  • બહારના ફૂડ પર પ્રતિબંધ, સ્મોકિંગ પણ કરી શકાશે નહીં.
  • ટિકિટ અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાશે નહીં.
  • મેચ રદ થાય કે મોકૂફ રહે તો જ ટિકિટના પૈસા રિફંડ મળશે.
  • કોઈ વસ્તુ સ્ટેડિયમમાં ભુલાઈ જશે તો તેની જવાબદારી પ્રેક્ષકની પોતાની રહેશે, એના માટે કોઈ વળતર મળવાને પાત્ર નથી.
  • બે વર્ષથી ઉપરનાં બાળકોની ટિકિટ લેવી ફરજિયાત છે.
આ છે 65 હજારનું કોર્પોરેટ બોક્સ.
આ છે 65 હજારનું કોર્પોરેટ બોક્સ.

સૌથી મોંઘી ટિકિટ રૂ.65 હજારની છે. 25 દર્શકોનું ગ્રુપ આ કોર્પોરેટ બોક્સમાં બેસી શકશે. અનલિમિટેડ ફૂડ, ટીવી, સોફા સહિતની સુવિધા ઉપરાંત સ્ટેડિયમમાં કાર પણ લઈ જઈ શકશે.

30 હજાર પાર્કિંગ સ્લોટ ફૂલ, મેચ જોવા દોઢ કિમી સુધી ચાલવું પડશે
આઈપીએલની બંને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઈન પાર્કિંગ બુક કરાવ્યું છે. આ ઉપરાંત મ્યુનિ. એએમટીએસની 116 અને બીઆરટીએસની 48 બસ ફાળવશે. ટૂ-વ્હીલર માટે 8 અને ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે. અત્યારસુધીમાં ફોર-વ્હીલરના 70 ટકા અને ટૂ-વ્હીલરના 40 ટકા પાર્કિંગ સ્લોટ બુક થઈ ગયા છે.

જોકે પાર્કિંગ સ્લોટ સ્ટેડિયમથી 300 મીટરથી માંડી 1.5 કિલોમીટર સુધી દૂર હોવાથી લોકોએ લગભગ દોઢ કિલોમીટર સુધી ચાલવું પડશે. આ વખતે શો માય પાર્કિંગ એપની મદદથી મેચ જોવા આવનારા લોકો વાહનના પાર્કિંગનું સ્થળ પણ અગાઉ નક્કી કરે શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે. એએમટીએસ અને બીઆરટીએસની બસો પણ મણિનગર, લાલ દરવાજા, કાલુપુર, ત્રાગડ, અમરાઈવાડી, નરોડા, વાસણા, વૈષ્ણોદેવી સહિતનાં સ્થળેથી ઊપડશે.

  • ટૂ-વ્હીલર માટે 8 પાર્કિંગ પ્લોટ, જેમાં 12,300 વાહન પાર્ક થઈ શકશે
  • ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ પ્લોટ, જેમાં 18,850 કાર પાર્ક થઈ શકશે

મેચને લીધે આજે જનપથ ટીથી સ્ટેડિયમ સુધીનો રોડ બંધ રહેશે
મોદી સ્ટેડિયમમાં શુક્રવારે યોજાનારી મેચને પગલે મોટેરા ટીથી જનપથ સુધીનો રોડ મેચ શરૂ થાય ત્યારથી મેચ પૂરી ન થાય ત્યાં સુધી રોડ બંધ રહેશે. વૈકલ્પિક રોડ તરીકે વિસત ટીથી તપોવન સર્કલ, ભાટ અને કોટેશ્વરથી અવરજવર કરી શકાશે.

રોડ એક જ બંધ કરાયો છે, પરંતુ સ્ટેડિયમની ચારેબાજુના રસ્તા પર ટ્રાફિકજામ થવાની શક્યતા નકારાતી નથી. ટ્રાફિક સહિત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે 1780 જેટલા પોલીસ જવાનો તહેનાત કરાયા છે. આ ઉપરાંત 7 ડીસીપી, 7 એસીપી, 17 પીઆઈ, 25 પીએસઆઈ અને એસઆરપીની 3 કંપની પણ ગોઠવવામાં આવી છે. આડેધડ વાહનો પાર્ક કરનારનાં વાહનો ટો કરવા માટે 14 જેટલી ક્રેન પણ મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેડિયમની અંદર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વિશેષ વ્યવસ્થા : મેચ જોવા જનારા માટે AMTS-BRTSની 172 બસ પણ મળી રહેશે
આઈપીએલની ક્વોલિફાયર-2 મેચ માટે શહેરના મોટા ભાગના વિસ્તારમાંથી એએમટીએસ અને બીઆરટીએસની બસ સેવા પૂરી પાડવામાં આવશે.

બીઆરટીએસ : સ્ટેડિયમ જવા 56 બસ દોડાવવામાં આવશે

રૂટબસની સંખ્યા
નારોલથી ઝુંડાલ સર્કલ26
એલડીથી ઝુંડાલ24
ઈસ્કોનથી વિસત સર્કલ6

​​​​​​​મેચ પૂરી થયા પછી રાત્રે 11.30થી શરૂ કરી રાત્રે 1.30 સુધી બસ મળી રહેશે
​​​​​​​

રૂટબસની સંખ્યા
સાબરમતી પોલીસ સ્ટેશનથી નારોલ10
ઈસ્કોન ક્રોસ રોડ11
આરટીઓ સર્કલ4

​​​​​​​એએમટીએસ : આજની મેચ માટે આ રૂટ પરથી સ્પેશિયલ બસ

રૂટબસની સંખ્યા
યુનિવર્સિટીથી અચેર ડેપો033
નવરંગપુરાથી અચેર033
થલતેજથી અચેર033
સોલા સાયન્સ સિટીથી અચેર033

​​​​​​​નાઈટ રૂટ
મેચ પૂરી થયા પછી પણ ઘરે પરત જવા 5 સ્પેશિયલ રૂટ પર 50થી વધુ બસ મળી રહેશે

​​​​​​​​​​​​​​આયોજન
ટ્રાફિકની સમસ્યા ટાળવા બસના ઉપયોગની અપીલ

વિગતરૂટબસ
હયાત રૂટ1054
સ્પેશિયલ રૂટ412
નાઈટ રૂટ550
કુલ19116
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 795 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 799 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 799 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 800 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 800 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 801 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 801 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 814 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहले
↑