देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

પ્રેમલગ્ન કર્યા બાદ પતિ રોજ 5-10 ગ્રાહક પાસે મોકલી પૈસા કમાતો, તેનાથી છૂટવા મેં સ્પામાં નોકરી કરી તો તેનો સંચાલક ડ્રગ્સ લેવડાવતો

પતિ સ્પામાં મૂકવા-લેવા આવતો અને બાળકને સાચવતોસ્પા-સંચાલક કહેતો, તને છૂટાછેડા અપાવીશ, પણ તારે મને રોજ રૂ. 6થી 8 હજાર આપવા પડશે મારા નસીબમાં સુખ જ નથી, મારા પિતા હયાત નથી, માતા ખૂબ મારકૂટ કરતી, એનાથી ત્રાસી ગઇ હતી.

Abhishek Raghuvanshi7 मई 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પતિ સ્પામાં મૂકવા-લેવા આવતો અને બાળકને સાચવતો
  • સ્પા-સંચાલક કહેતો, તને છૂટાછેડા અપાવીશ, પણ તારે મને રોજ રૂ. 6થી 8 હજાર આપવા પડશે

મારા નસીબમાં સુખ જ નથી, મારા પિતા હયાત નથી, માતા ખૂબ મારકૂટ કરતી, એનાથી ત્રાસી ગઇ હતી. એ સમયે મારો પરિચય વિશાલ સાથે થયો, બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને વર્ષ 2015માં અમે ભાગીને લગ્ન કર્યા. એ વખતે તે ટ્રાવેલ્સનું કામ કરતો, પરંતુ ધંધો બરોબર નહીં ચાલતા એક દિવસ તેણે મને લોહીનો વેપાર કરવા કહ્યું, હું સાંભળીને સ્તબ્ધ થઇ ગઇ, પરંતુ તે તેની વાત પર અડગ હતો. શરૂઆતમાં તે દલાલ મારફત ગ્રાહક શોધી મને ઘરઘરાઉ મોકલતો અને ત્યાર બાદ તો અમરેલી, સાવરકુંડલા, બોટાદ અને ભાવનગર લઇ જતો. ત્યાં અગાઉથી ગ્રાહક નક્કી કરેલા હોય, આખો દિવસ ગ્રાહકો મને નોચતા, જે પૈસા આવતા તે પતિ લઇ લેતો હતો. આવું ચારેક વર્ષ ચાલ્યું, ત્યાર બાદ મને રાજકોટમાં સ્પામાં મોકલવાનું શરૂ થયું.

રાજકોટના મહત્તમ સ્પામાં હું કામ કરી ચૂકી છું, ત્યાં ગ્રાહકો આવતા, તેની સાથે શરીરસંબંધ બાંધતી, ભાવ હું જ નક્કી કરતી, 50 ટકા રકમ મને મળતી અને 50 ટકા રકમ સ્પા-સંચાલક લઇ લેતા, મારે સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર છે, પતિ મને સ્પામાં તેડી-મૂકી જતો, હું સ્પામાં હોઉં ત્યાં સુધી પુત્રને પતિ રાખતો હતો, જેના પ્રેમમાં પાગલ થઇને સારી જિંદગી જીવવાના સ્વપ્ન જોઇ મેં ઘર છોડ્યું, તે વ્યક્તિ મારો દેહ વેચીને ઐયાશી કરતો હતો, તેના નમાલાપણાથી હું કંટાળી ગઇ હતી, હું તેનાથી છૂટવા માગતી હતી, મને એમ થતું કે મને કોઇ મર્દ પતિ મળે, જે મારી કાળજી રાખે, બે-ત્રણ યુવકમાં મને એ મર્દાનગી દેખાઇ, મેં તેની સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું, જેની જાણ થતાં મારો પતિ મને વધુ ત્રાસ આપવા લાગ્યો, તે મને ઘરની બહાર એકલી જવા નહોતો દેતો, મારા પર સતત વોચ રાખતો, સ્પામાં પારકી વ્યક્તિ પાસે સુવડાવવામાં તેને વાંધો નહોતો, પરંતુ મને કોઇ વ્યક્તિ સ્વીકારશે અને તેની સાથે હું જતી રહીશ તો તેની આવક બંધ થઇ જશે એવા વિચારથી તે મને સ્પા સિવાય એકલી મૂકતો નહીં.

છેલ્લા એક વર્ષથી વિદ્યાનગર વિસ્તારમાં આવેલા એવરેસ્ટ વેલનેસ સ્પામાં કામ કરતી. સ્પા-સંચાલક કિશન ઠાકોર મારી સ્થિતિથી વાકેફ હતો, તેણે મને લાલચ આપી કે ‘હું તારા પતિથી છૂટાછેડા અપાવી દઇશ, પરંતુ એ માટે તારે મને દરરોજના રૂપિયા 6 હજારથી 8 હજાર આપવા પડશે’, ગ્રાહકો પાસેથી જે પૈસા આવતા એ કિશન પડાવી લેતો, કિશન એમડી ડ્રગ્સનો વ્યસની હતો. મૌલિક નામનો શખસ તેને ડ્રગ્સ દેવા આવતો, કિશન મને તેની પાસે નાણાં લીધા વગર સંબંધ બાંધવા મજબૂર કરતો, તે કહેતો કે એ તને ડ્રગ્સ આપશે, ચાર વખત કિશને મને ડ્રગ્સનું સેવન કરાવડાવ્યું હતું.

અત્યારસુધીમાં કિશને મારી પાસેથી રૂ.90 હજાર પડાવી લીધા છે, પતિ સાથે છૂટાછેડા થયા નથી, મારો દેહ વેચીને મારો પતિ અત્યારસુધી ઐયાશી કરતો, હવે સ્પા-સંચાલક મારા પૈસે તાગડધીન્ના કરે છે, મેં પોલીસમાં તેની વિરુદ્ધ અરજી કરી છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. હું છેલ્લા પંદર દિવસથી મારી સહેલીના ઘરે રહું છું, હું આ ઝંઝટમાંથી છૂટવા માગું છું, હું ન્યાય ઇચ્છુ છું. (સ્મિતા-નામ બદલાવેલું છે, મહેન્દ્રસિંહ જાડેજા સાથેની વાતચીતના આધારે)

આવક બંધ થાય એટલે પતિ છૂટાછેડા નથી આપતો
યુવતીએ પોતાની વેદના ઠાલવતાં કહ્યું હતું કે પતિથી કંટાળી ગઈ છે. તેનાથી છૂટાછેડા મેળવવા મથી રહી છે, પરંતુ પતિ છૂટાછેડા આપવા તૈયાર થતો નથી. તે જાણે છે કે તેની ઐયાશી માટેના પૈસા મારા મારફત પૂરા પડે છે, છૂટાછેડા થઈ જાય તો આવક બંધ થઈ જશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 460 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 460 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 518 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 567 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 791 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 792 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 792 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 797 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 797 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 801 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 801 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 802 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 802 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 803 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 803 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 816 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 819 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 820 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 822 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 822 दिन पहले
↑