ધોરાજીમાં લગ્નપ્રસંગે પીઠી ચોળવાની વિધિમાં વરરાજાને સોના-ચાંદી કે રોકડ નહીં, મોંઘેરાં લીંબુની ગિફ્ટ મળી
મહેમાનો અને વરરાજાના ચહેરા પર હાસ્ય લહેરાયું દિવસે ને દિવસે દરેક ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતાં ખાદ્ય ચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવથી ગરીબ અને સામાન્ય વર્ગની આર્થિક કમર ભાંગી ગઈ છે.
- મહેમાનો અને વરરાજાના ચહેરા પર હાસ્ય લહેરાયું
દિવસે ને દિવસે દરેક ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતાં ખાદ્ય ચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવથી ગરીબ અને સામાન્ય વર્ગની આર્થિક કમર ભાંગી ગઈ છે. હાલ શાકભાજીમાં સૌથી વધુ ભાવ લીંબુનો છે. લીંબુનો ભાવ હાલ એક કિલોએ 300થી વધુ રૂપિયા હોવાથી લોકોને પરેશાની ભોગવવી પડે છે. ત્યારે ધોરાજીના હીરપરા વિસ્તારમાં મોણપરા પરિવારના દીકરાના લગ્નપ્રસંગમાં મોંઘવારીનો હળવો વિરોધ જોવા મળ્યો હતો. પીઠી ચોળવાની વિધિમાં રૂપિયા કે દાગીનાની જગ્યાએ મિત્રોએ મીઠાઈનાં બોક્સમાં મોંઘેરાં લીંબુની ગિફ્ટ આપી હતી.
લીંબુની ગિફ્ટ જોઈ મહેમાનો હસી પડ્યા
વરરાજાને ગિફ્ટરૂપે મીઠાઈના બોક્સમાં લીંબુ અપાતાં મહેમાનો અને વરરાજાના ચહેરા પર હાસ્ય લહેરાયું હતું. ગિફ્ટ આપવાનો હેતુ કદાચ એ હશે કે લીંબુના ભાવ એટલા ઊંચકાયા છે કે લીંબુ કોઈને મોંઘી ભેટ તરીકે પણ આપી શકાય. લીંબુના વધતા જતા ભાવને કારણે અનોખી રીતે સૌકોઈનું ધ્યાન ખેંચવા હળવો વિરોધ પણ કરવામાં આવ્યો હતો, જેનાથી મહેમાનો પોતાના ચહેરા પર હાસ્ય રોકી શક્યા નહોતા.
વરરાજા પ્રશાંત મોણપરાને અનોખી ગિફ્ટ અપાઈ
લગ્નપ્રસંગમા આવેલા દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની અંદર શાકભાજી અને લીંબુના ભાવ વધી રહ્યા છે, એને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાલ લગ્નગાળાની સીઝન છે, જેમાં લીંબુની ખાસ જરૂરિયાત હોય છે. આવા સંજોગોની અંદર અમારા વિસ્તારોમાં પ્રશાંત મોણપરાના લગ્નમાં વરરાજાએ અમે સોના-ચાંદી કે રોકડ રકમને બદલે લીંબુ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા છે. આડકતરી રીતે અમે સરકારને કહેવા માગીએ છીએ કે હાલમાં શાકભાજી અને લીંબુના ભાવ વધી રહ્યા છે, એને કારણે લોકો ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ ભાવો અંકુશમાં લાવવા સરકાર પ્રયાસ કરે.
લીંબુના ભાવ પર અંકુશ લાવવા સરકારને અપીલ
આ અનોખી ગિફ્ટ દ્વારા વધતા જતા લીંબુના ભાવો પર સરકાર નિયંત્રણ લાવે એવી અપીલ કરાઈ હતી. આ પહેલાં પણ એક એવો પણ ફોટો વાઇરલ થયો હતો કે વરરાજાની મિત્રોએ લગ્નમાં ભેટના સ્વરૂપે વર-વધૂને પેટ્રોલની એક લિટરની બોટલ આપી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले

