देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 3 बार पढ़ी गई

બે ‘રાજ’કારણ:સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વવાળી 20થી વધુ બેઠક પર નરેશને ‘પટેલ’ બનાવવા ભાજપનો વ્યૂહ

પટેલ ગ્રામ્યમાંથી ચૂંટણી લડે અથવા પડદા પાછળ રહી પુત્ર શિવરાજને ભાજપ પ્રવેશ કરાવેકોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં, પરંતુ નરેશ ભાજપના બને એવી ગોઠવણઆગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમીમાંથી કઈ પાર્ટી સાથે જોડાશે એ બાબતે ખુદ નરેશ પટેલે ભારે રહસ્ય સર્જ્યું છે.

Abhishek Raghuvanshi6 अप्रैल 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
નરેશ પટેલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
  • પટેલ ગ્રામ્યમાંથી ચૂંટણી લડે અથવા પડદા પાછળ રહી પુત્ર શિવરાજને ભાજપ પ્રવેશ કરાવે
  • કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં, પરંતુ નરેશ ભાજપના બને એવી ગોઠવણ
  • આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમીમાંથી કઈ પાર્ટી સાથે જોડાશે એ બાબતે ખુદ નરેશ પટેલે ભારે રહસ્ય સર્જ્યું છે. તમામ સમાજના લોકો કહેશે તેના આધારે રાજકારણમાં જોડાવું કે નહીં અને જોડાવું તો કયા પક્ષમાં જોડાવું એનો નિર્ણય કરવામાં આવશે. આ માટે સરવે ચાલી રહ્યો છે એવી વાતો નરેશ પટેલે કરી છે. ત્યારે નરેશ પટેલનું ભાજપ સાથે મનમેળ થઇ ગયું છે, ભાજપના મોવડીમંડળ સાથેની બેઠકમાં નરેશ પટેલની ભાજપમાં એન્ટ્રીનો તખતો ગોઠવાયો છે અને પાટીદાર પ્રભુત્વવાળી બેઠક પર તેમને ભૂમિકા સોંપવાનો ભાજપે વ્યૂહ ગોઠવ્યો છે.

છેલ્લા ત્રણેક મહિનાથી નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી અંગે દરરોજ નવા નવા અહેવાલો પ્રસિદ્ધ થતા રહ્યા છે. નરેશ પટેલ પણ સમયાંતરે મીડિયા સમક્ષ રજૂ થઇને દર વખતે સમાજ કહેશે તો રાજકારણમાં જોડાશે. પોતાના સમાજની કમિટી અને ખાનગી કંપની પાસે આ અંગેનો સરવે કરાવવામાં આવી રહ્યો છે અને એના તારણ બાદ રાજકારણ અંગેનો નિર્ણય જાહેર કરશે. નરેશ પટેલનાં પત્ની, તેમના પુત્ર અને બાદમાં નરેશ પટેલે પણ રાજકારણમાં પોતે જાડાય એવી ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી, નરેશ પટેલ કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બનશે, પ્રવર્તમાન સ્થિતિમાં કોંગ્રેસમાં જોડાવાને બદલે AAPમાં નરેશ પટેલ જોડાશે એવી વાતો ચાલતી થઇ હતી. નરેશ પટેલ પોતાના સામાજિક પ્રભુત્વ મુજબ ભાજપ પાસેથી વધુ અપેક્ષા રાખી રહ્યા હોય, તેમની ગોઠવણ થતી નથી એવી વાતો પણ વહેતી થઇ હતી. તેઓ કઇ પાર્ટીમાં જોડાશે, ક્યારે જોડાશે એ સહિતની અટકળોએ રાજકીય બજાર ગરમ કર્યું હતું.

રાજકોટમાં ગત તા.27ના યોજાયેલા સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ નરેશ પટેલ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. એ પહેલાં પાટીલ રાજકોટ આવ્યા હતા ત્યારે નરેશ પટેલના ઘરે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ખોડલધામમાં પણ બંને મળ્યા હતા અને નરેશ પટેલ પોતાના મિત્ર હોવાની પણ પાટીલે વાત કરી હતી, પરંતુ રાજકોટમાં પાટીલે નરેશ પટેલ અંગે મૌન સેવીને આશ્ચર્ય સર્જ્યું હતું. રાજકીય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નરેશ પટેલે આ વખતે સક્રિય રાજકારણમાં જોડાવા માટે મન મક્કમ કરી લીધું છે,

કોંગ્રેસની પ્રવર્તમાન સ્થિતિ અને આમ આદમી પાર્ટીનું હજુ સુધી નેટવર્ક ગોઠવાયું નથી ત્યારે આ બંનેમાંથી એક પાર્ટીમાં જોડાયને નરેશ પટેલ પોતાના પ્રભુત્વને જોખમમાં મૂકે એવું તેના નજીકના ટેકેદારો ઇચ્છતા નહોતા. ઉપરોક્ત બંને પાર્ટી જે તેમને સ્ટેજ આપવાની ઓફર કરી છે એ ઓફર સત્તા આવે તો સાકાર થાય. આ સંજોગોમાં નરેશ પટેલ ભાજપમાં જોડાય તો તેમને સારું સ્થાન મળી શકે છે. અઠવાડિયા પૂર્વે નરેશ પટેલ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા, એમાં મહત્તમ વાત ફાઇનલ કરી દેવામાં આવી હતી અને સોમવારે પણ ગાંધીનગરમાં તેમણે ભાજપના ટોચના નેતા સાથે બેઠક કરી હતી. એમાં નરેશ પટેલના ભાજપમાં જોડાવાનો તખતો નક્કી કરી દેવામાં આવ્યો છે. અઠવાડિયામાં આ અંગેની સત્તાવાર જાહેરાત થવાના નિર્દેશો મળી રહ્યા છે.

જો અને તો વચ્ચેની સંભાવનાઓ

  • ભાજપે વિધાનસભાની આગામી ચૂંટણીમાં દોઢસો પ્લસની જીતનો ટાર્ગેટ નક્કી કર્યો છે.
  • આ ટાર્ગેટ પૂરો કરવા ભાજપ માટે સૌરાષ્ટ્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે.
  • સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વવાળી બેઠક પર ખોડલધામના બેનર હેઠળ નરેશ પટેલનો મહત્તમ લાભ એ ભાજપ ઇચ્છે.
  • નરેશ પટેલ ચૂંટણી લડે તો એક બેઠક પર તેમનું ધ્યાન કેન્દ્રિત થાય.
  • નરેશ પટેલનો મહત્તમ લાભ લેવા માટે તેમને ભાજપમાં સક્રિય કરીને સૌરાષ્ટ્ર અને સુરતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠક પર પ્રચાર સહિતની જવાબદારી સોંપવામાં આવે.
  • નરેશ પટેલના પુત્ર શિવરાજને કોઈ એક બેઠક પર ચૂંટણી લડાવી શકે ભાજપ.
  • ધારી સફળતા મળે તો આગામી દિવસોમાં નરેશ પટેલને સીધા દિલ્હી લઇ જવાની ખાતરી આપી હોય એવું પણ બની શકે.
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑