વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલી વધી:ગાંધીનગરમાં પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો બહાર આવ્યો, યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે
પોલીસ પર ગાડી ચડાવ્યાની ઘટના યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં કેદ થઇ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે.
- પોલીસ પર ગાડી ચડાવ્યાની ઘટના યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં કેદ થઇ
ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો હોવાનું રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું. યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે.
પોલીસ જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો
વિદ્યાસહાયકમાં ભરતી કરવાની માગણી સાથે આંદોલન શરૂ કરનારા ઉમેદવારોએ ગઇકાલે વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાઓ સહિતના આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરીને ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમને મળવા માટે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા. આંદોલનકારીઓ સાથે વાતચીત બાદ યુવરાજસિંહ પરત ફરતા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાનો આરોપ યુવરાજસિંહ પર છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
યુવરાજસિંહની ગઇકાલે ધરપકડ કરવામાં આવી
આ અંગે રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે આંદોલનકરી રહેલા યુવરાજસિંહની ગઇકાલે ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે વિદ્યાસહાયકોની અટકાયત કરી ત્યારે યુવરાજસિંહ અહીં આવ્યા હતા. પોલીસ પર ગાડી ચડાવી હુમલો કરવાની કોશિશ કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
યુવરાજસિંહની ગાડીના કેમેરામાં ઘટના કેદ થઇ
યુવરાજસિંહે પોતાની ગાડીમાં બેસી ગાડી પોલીસ પર ચઢાવી દેવા પ્રયાસ કર્યો હતો. તેમની ગાડીમાં એક કેમેરો છે, જેમાં રેકોર્ડિંગ થાય છે તે રેકોર્ડિંગથી સાબિત થાય છે કે પોલીસ પર હુમલો કર્યો છે. ગઈકાલે રાત્રે કેટલાક લોકોએ અહીં આવી હોહા કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમને એ સમજવું જોઈએ કે, યુવરાજ સિંહે શું કર્યું છે.
અહીં પૂછપરછ પત્યા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે..
યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે
અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, આ કિસ્સામાં પોલીસ પર ગાડી ચઢાવી, પોલીસ સાથે ઝપાઝપી કરી તે મુદ્દે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. કોઈ જાતની કિન્નખોરી રાખી નથી. યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે. યુવરાજસિંહની પુછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
