કોંગ્રેસનું વિરોધપ્રદર્શન:મોંઘવારી મુદ્દે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરોએ રોડ બંધ કરાવ્યો, મહિલાઓ પોલીસની ગાડી પર ચઢી ગઈ
પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરીકોંગ્રેસ દ્વારા ગેસના બાટલા ઊંચા કરી તથા નારા લગાવીને વિરોધ કરાયો મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધપ્રદર્શન યોજાયું છે.
- પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી
- કોંગ્રેસ દ્વારા ગેસના બાટલા ઊંચા કરી તથા નારા લગાવીને વિરોધ કરાયો
મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધપ્રદર્શન યોજાયું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, શહેર પ્રમુખ નીરવ બક્ષી અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર છે. અમરાઈવાડી ચાર રસ્તા પાસે રોડ પર જ બેનરો અને સૂત્રોચાર સાથે વિરોધ યોજાયો. ગેસના બાટલા ઊંચા કરીને તથા નારા લગાવીને વિરોધ કરવામાં આવ્યો. ભાજપનું પૂતળાદહન કરવામાં આવ્યું છે. રોડ-રસ્તા પર બેસીને રોડ બંધ કરવામાં આવ્યો છે. મહિલાઓ પોલીસની ગાડી પર ચઢી ગઈ છે. પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી છે.
પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી.
ગઈકાલે થઈ હતી પોલીસ સાથે ઝપાઝપી. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા ગઈકાલે બપોરે પણ મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રદેશ કાર્યાલયથી મોંઘવારીની નનામી કાઢીને પૂતળાદહન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વિરોધપ્રદર્શન યોજાય એ પહેલાં જ કોંગ્રેસ કાર્યાલયમાંથી આ એને અટકાવી દેવા નનામીને શોધવા કાર્યાલયમાં પોલીસ પહોંચી હતી, જેને પગલે પોલીસ અને ગુજરાત કોંગ્રેસપ્રમુખ જગદીશ ઠાકોર તેમજ પ્રભારી રઘુ શર્મા સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે બપોરથી જ કોંગ્રેસ કાર્યાલયમાં અંદર આવીને સર્ચ-ઓપરેશન કર્યું હતું અને મોંઘવારીની નનામી શોધી અને તમને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગેસના બાટલા ઊંચા કરીને વિરોધ કરવામાં આવ્યો.
બસ, ગાડીઓવાળાને પોલીસે બોલાવી ધમકાવ્યા
આ મામલે ગુજરાત કોંગ્રેસપ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આજે પ્રદેશ કાર્યાલય ખાતે જે ઘટના બની છે એ મામલે અમે પોલીસ ફરિયાદ કરીશું. અમારી લીગલ સેલની ટીમ કામ કરી રહી છે. જામનગરમાં પણ યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓને માર માર્યો હોવાને લઇ અમે ફરિયાદ કરીશું. યુવક કોંગ્રેસના કાર્યક્રમની પરમિશન ન આપી. બસ, ગાડીઓવાળાને પોલીસે બોલાવીને ધમકાવ્યા હતા. અમારા પ્રદેશ કાર્યાલયમાં કાર્યક્રમ હતો. 11 વાગે પોલીસ આવીને કાર્યાલયના રૂમ ચેક કર્યા. અમે બેઠા હતા ત્યારે પોલીસે ધમકાવ્યા. અધિકારીઓને પૂછતાં તેઓ પાસે જવાબ નહોતો. ભાજપ સરકાર ડરી ગઈ છે. અમે ડરીશું નહિ. ભાજપની જોહુકમીથી ડરીશું નહિ.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले

