देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 7 बार पढ़ी गई

હત્યારો વિનોદ મરાઠી ઝડપાયો:પત્નીને સરપ્રાઈઝ આપું કહી, આંખે પાટા બાંધી છરીઓ મારી દીધી, થોડીવારમાં દીકરી-દીકરો આવતા તેની પણ હત્યા કરી

અમદાવાદ શહેરના વિરાટનગરમાં એક જ પરિવારના ચાર સભ્યની કરપીણ હત્યાના આરોપીને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને 48 કલાક બાદ મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી વિનોદ મરાઠીને ગુજરાતની બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે.

Abhishek Raghuvanshi31 मार्च 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
પરિણીતા કોઈના પ્રેમમાં હોવાથી પતિએ પત્ની સહિત 4નો ભોગ લીધો, કોલ-ડિટેલ્સ આધારે 4ની અટકાયત, આરોપી મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની શંકા|અમદાવાદ,Ahmedabad - Divya Bhaskar

અમદાવાદ શહેરના વિરાટનગરમાં એક જ પરિવારના ચાર સભ્યની કરપીણ હત્યાના આરોપીને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને 48 કલાક બાદ મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી વિનોદ મરાઠીને ગુજરાતની બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. હવે તેની પૂછપરછમાં હત્યાકાંડ અંગે ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ શકે છે. વિનોદની પૂછપરછમાં સામે આવ્યું કે પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધની આશંકાને પગલે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીના પ્રેમસબંધનો અંત લાવવા માટે તેઓ નિકોલથી ઓઢવ ખાતે રહેવા આવ્યાં હતાં. જોકે હત્યાના દિવસે પણ પરિવાર સાથે ઝઘડો થયો હતો, એ બાદ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા કરીને ફરાર થઈ ગયેલો વિનોદ અમદવાદથી સુરત ગયો હતો અને ત્યાંથી ઇન્દોર ગયો હતો. જોકે ઇન્દોરથી બહાર અન્ય કોઈ રાજ્યમાં જતી વખતે જ પોલીસે તેને ઝડપી લીધો હતો.

પત્નીને બે વર્ષથી કોઈની સાથે પ્રેમ સબંધ હતો
પોલીસે આરોપીની પુછપરછ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, આરોપીની પત્નીને બે વર્ષથી કોઈની સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. તેણે હત્યા કર્યા પહેલાં તેના દીકરાને શીખંડ લેવા મોકલ્યો હતો અને દીકરીને તમાકુની પડીકી લેવા મોકલી હતી. ત્યાર બાદ તેણે પત્નીને કહ્યું કે હું તને આજે સરપ્રાઈઝ આપું છું. એમ કહીને તેણે પત્નીની આંખે પાટા બાંધી દીધા અને છરીઓ મારી હતી. આ દરમિયાન પત્ની નીચે પટકાઈ હતી. ત્યાં દીકરી આવી જતાં તેણે દીકરો અને દીકરી આવી જતાં બંનેને મારી નાંખ્યા હતાં. તેણે પોતાની વડસાસુની પણ હત્યા કરી નાંખી હતી.

વિનોદે કેવી રીતે ઠંડા કલેજે એક-એક સભ્યની હત્યા કરી
શહેરના ઓઢવ વિરાટનગર વિસ્તારમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30માં એક પરિવારના 4 સભ્યની લાશ મળી હતી. લાશની તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં તેમને છરીના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જોકે મોડી રાત્રે અમુક તપાસ ન થતાં બુધવાર સવારથી જ એફએસએલની ટીમો અને ટેક્નિકલ એનાલિસિસની ટીમો આ કેસની તપાસમાં જોડાઇ ગઇ હતી. મૃતક સોનલ, પુત્ર ગણેશ, પુત્રી પ્રગતિ અને પત્નીની નાની સુભદ્રાબેનની હત્યામાં વિનોદ સાથે અન્ય કોઇ હતું કે કેમ એ માટે પોલીસે ઘરમાંથી ફિંગરપ્રિન્ટ પણ મેળવ્યા છે. એકલા વિનોદે કેવી રીતે ઠંડા કલેજે એક-એક સભ્યની હત્યા કરી હતી.

હત્યા કરવા માટે જ ઘર બદલ્યું હોવાનું અનુમાન
કેમ કે ચારેને એકસાથે માર્યા હોત તો ઝપાઝપી કે અન્ય તોડફોડ રૂમમાં થઈ હોત, પરંતુ એફએસએલની તપાસમાં એવું કંઇ ધ્યાનમાં આવ્યું નથી. એને કારણે સ્પષ્ટ થયું છે કે વિનોદે તમામને કંઇ કેફી પીણું પીવડાવી કે પછી સૂઇ ગયા બાદ હત્યા કરી હશે અને તેની સાથે કોઇ અન્ય હત્યારો જોડાયેલો છે કે કેમ એ અંગે પણ પોલીસે ઊંડાણપૂ્ર્વક તપાસ હાથ ધરી છે. વિનોદ મહારાષ્ટ્રના સાંગલી તરફ ગયો હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ તે ત્યાંથી ક્યાં ગયો એ દિશામાં તપાસ હાથ ધરાઇ છે. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ એ દિશામાં જ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. હત્યા કરવા માટે જ ઘર બદલ્યું અને જમણવાર રાખ્યો હોવાનું પણ અનુમાન પોલીસ લગાવી રહી છે. ત્યારે વિનોદને મકાનની લાલચ હતી કે નહિ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

કોલ-ડિટેલ્સ આધારે 4 શખસની અટકાયત
પોલીસની પ્રાથમિક તપાસ અને ટેક્નિકલ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક સોનલ અન્ય લોકોના સંપર્કમાં હતી અને તે અન્ય કોઇને પ્રેમ કરતી હતી. આમ, તેને આ હત્યાકાંડ સાથે કોઇ લેવાદેવા છે કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. એવામાં કોલ-ડિટેલ્સના આધારે પોલીસે ચાર જેટલા શખસની અટકાયત કરી છે. તેમની અલગ અલગ ટીમો સઘન પૂછપરછ કરી રહી છે. આમ, પ્રેમપ્રકરણમાં જ હત્યાકાંડ થયો હોવાનું હાલ તો સ્પષ્ટ માની શકાય તેમ છે.

મૃતક પરિણીતાની માતાનો પણ ગોળ ગોળ જવાબ
મૃતક સોનલની માતા કોલ કરતી હતી, પરંતુ તે કોલ ઉઠાવતી નહોતી ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘરે જઇ તાળું તોડી તપાસ કરતાં એમાંથી સોનલ, તેની નાની અને બે સંતાનની લાશ મળી હતી. કેસમાં પોલીસે સોનલની માતાની પૂછપરછ હાથ ધરી હતી, પરંતુ તે પોલીસને સાચા જવાબો ન આપતી હોવાનું જણાઈ રહ્યું છે. એવામાં પોલીસ તેની સતત પૂછપરછ કરતાં તે ગોળ ગોળ જવાબ આપતી હોવાનું બહાર આવ્યું છે. મૃતક સોનલ અને તેના પરિવાર અંગે પણ સાસુ યોગ્ય જવાબ પોલીસને ન આપતાં પોલીસ આરોપીથી થોડે દૂર રહેતી અને આ કેસમાં રહસ્ય ખોલવામાં અટવાઇ રહી હોવાનું બહાર આવ્યું છે.

ચારે લાશનું પોલીસે ફોરેન્સિક પોસમોર્ટમ કરાવ્યું
ચારેની હત્યા કેવી રીતે અને કયા હથિયાર કે પછી કોઇ પીણું પીવડાવીને બાદમાં કરવામાં આવી છે એ સ્પષ્ટ થાય એ માટે પોલીસે ચારે મૃતકનું પીએમ ફોરેન્સિક પોસમોર્ટમ કરાવ્યું હતુ. પોલીસ આ કેસમાં નાની કડીઓ પણ તપાસ કરી રહી છે. તેવામાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હોવાથી એનો રિપોર્ટ પણ મોડો આવશે, એમ પોલીસ રટણ કરી રહી છે. જોકે પ્રાથમિક રિપોર્ટ પણ પોલીસ છુપાવી રાખતાં ચર્ચાનો વિષય બન્યો છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑