देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 9 बार पढ़ी गई

LCB-ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી:સરહદી માર્ગોના કામોમાં ચોરાઉ ખનીજના વપરાશનું કારસ્તાન; ઇન્ડિયાબ્રિજ પાસેથી ઓવરલોડ 41 ડમ્પરને એકસાથે ઝડપી લીધા

સિઝ કરાયેલા પથ્થર અને કપચીનો રોડના કામમાં કરાતો હતો ઉપયોગધર્મશાળા પાસે વાહનો ખડકી કબ્જો ખાવડા પોલીસને સોંપાયો, માત્ર ખાણ ખનીજ વિભાગનો દંડ 80 લાખથી 1 કરોડ પહોંચવાની સંભાવના : આરટીઓ ઓવરલોડ સંદર્ભે અલગથી ફટકારશે દંડ જે વિસ્તાર પ્રતિબંધિત ગણાય છે અને જ્યા સરળતાથી લોકોને પ્રવેશ મળતો નથી.

Abhishek Raghuvanshi14 मार्च 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • સિઝ કરાયેલા પથ્થર અને કપચીનો રોડના કામમાં કરાતો હતો ઉપયોગ
  • ધર્મશાળા પાસે વાહનો ખડકી કબ્જો ખાવડા પોલીસને સોંપાયો, માત્ર ખાણ ખનીજ વિભાગનો દંડ 80 લાખથી 1 કરોડ પહોંચવાની સંભાવના : આરટીઓ ઓવરલોડ સંદર્ભે અલગથી ફટકારશે દંડ

જે વિસ્તાર પ્રતિબંધિત ગણાય છે અને જ્યા સરળતાથી લોકોને પ્રવેશ મળતો નથી. તેવા રણકાંધીના વિસ્તારમાં ગેરકાયદે રીતે ઓવરલોડ ખનીજ ભરેલા વાહનોનું પરિવહન થતું હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ એલસીબી,ખાણ ખનીજ વિભાગ અને આરટીઓની ટીમેnકાર્યવાહી કરીને એકસાથે 41 ડમ્પરો ઝડપી લીધા છે.ઓવરલોડ અને ખનીજચોરીના દુષણ સામે સરકારી વિભાગોની સંયુક્ત તવાઈથી ગેરપ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ અંગેની વિગતો મુજબ,લાંબા સમયથી ખાવડાના સરહદી વિસ્તારમાં ઓવરલોડ ટ્રકો ચાલતી હોવાની ફરીયાદ મળતા આ દુષણને અટકાવવા માટે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ અધીક્ષક સૌરભ સિંધ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં થતી ગેરકાદેસર ખનીજ ચોરી તેમજ ઓવરલોડ વાહનોની અવર-જવર અટકાવવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા ત્યારે ઇન્ડીયાબ્રીજ ચેક પોસ્ટ પાસે પહોચતા ખાવડા તરફથી પત્થરો(લાઇમ સ્ટોન) તથા કપચી (બ્લેક ટ્રેપ) ભરેલ ડમ્પરો આવતા જે ડમ્પરો રોકાવી આધાર-પુરાવાની માંગણી કરાઈ હતી.ઓવરલોડ પરિવહન હોવાથી 41 ડમ્પર ઝડપી પડાયા હતા.

પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી યોગેશ મહેતાએ જણાવ્યું કે,લાંબા સમયથી ફરિયાદો મળી હતી. જેથી પ્લાનિંગ કરીને સયુંકત રીતે કાર્યવાહી કરવામાં આવી છે.સિઝ કરાયેલા 41 ડમ્પરમાં નોર્મલ લાઇમસ્ટોન અને બ્લેકટ્રેપ ભરેલા હતા. ખાવડા વિસ્તારમાં આવેલી લિઝમાંથી તે ભરાયા હતા.રોયલ્ટી અને પાસ પરમીટ વગર પરિવહન કરવામાં આવતા તમામ 41 ડમ્પરો સિઝ કરીને ધર્મશાળા બીએસએફ કેમ્પ ખાતે રાખી તેની કસ્ટડી ખાવડા પોલીસને સોંપવામાં આવી છે. એક ડમ્પરમાં દોઢ થી બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે જેથી 80 લાખ થી 1 કરોડ રૂપિયાનો દંડની વસુલાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,કચ્છના પ્રતિબંધીત વિસ્તારમાં કામો શરૂ થઇ જતા હવે લોકોની ચહલ-પહલ વધી છે. પરંતુ વિકાસની સાથે હવે દુષણનો પણ પગપેસારો થયો છે અને ઓવરલોડ વાહનો અહીં ચાલી રહેલા કામમાં દોડી રહ્યા છે. એકસાથે જે 41 ડમ્પરો સિઝ કરવામાં આવ્યા છે.તેમાં ભરેલું ખનીજ અહીં ચાલી રહેલા રોડના કામમાં વપરાતું હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.જાહેર રસ્તાઓ તો ઠીક પરંતુ જ્યાં લોંખડી સુરક્ષાની તૈનાતી છે. તેવા વિસ્તારમાં પણ ડર વગર થતી આવી પ્રવૃતી જોખમી છે.પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઇ હાર્દિકસિંહ ગોહિલ,ખાણખનીજ અધિકારી યોગેશ મહેતાની ટીમે બોલાવેલો સપાટો કાબીલેદાદ છે.

લિઝની તપાસણી કરી માપણી કરવામાં આવશે : ભૂસ્તરશાસ્ત્રી
પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી યોગેશ મહેતાએ જણાવ્યું કે, સ્થળ પરથી 41 ડમ્પરો સિઝ કરવામાં આવ્યા છે. ડમ્પરોમાં ભરેલ નોર્મલ લાઇમસ્ટોન અને બ્લેકટ્રેપ ખનિજ કઇ લિઝમાંથી ભરવામાં આવ્યું છે તેની તપાસણી કરવામાં આવશે તેમજ આ લિઝની માપણી કરીને ખનીજચોરી કરાઇ છે કે કેમ તેની તપાસ કરી ગેરરીતી જણાઈ આવશે તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 459 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 459 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 517 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 566 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 790 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 791 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 791 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 796 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 796 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 800 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 800 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 801 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 801 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 802 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 802 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 815 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 819 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 821 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 821 दिन पहले
↑