देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 5 बार पढ़ी गई

ભાજપ શાંત, કોંગ્રેસમાં રોષ:વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનો હોબાળો, ‘ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાં’,’ગૃહમંત્રી રાજીનામું આપે..’ના નારા લગાવ્યાં

3 માર્ચે રાજ્યનું વર્ષ 2022–23નું આશરે 2.35 લાખ કરોડનું અંદાજપત્ર નાણામંત્રી સૌ પ્રથમ વખત રજૂ કરશે આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે. પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.

Abhishek Raghuvanshi2 मार्च 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 3 માર્ચે રાજ્યનું વર્ષ 2022–23નું આશરે 2.35 લાખ કરોડનું અંદાજપત્ર નાણામંત્રી સૌ પ્રથમ વખત રજૂ કરશે

આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે. પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. સત્ર પહેલા કોંગ્રેસના ધારસભ્યોએ વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોઈકે બેનર પહેરી તો કેટલાકે ભાજપ વિરોધ નારા લગાવી વિરોધ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ થતા જ ‘ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાં’, ‘કોંગ્રેસે ગૃહમંત્રી રાજીનામું આપે..’ના નારા લગાવ્યાં હતા. સાથે જ પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિધાનસભા ગૃહમાં રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ કોંગ્રેસનો હોબાળો પણ શરૂ થઈ ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલા નાના ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ થતાં પ્રતિકાત્મક વિરોધ કરવા પહોંચ્યા હતા. જ્યારે શૈલેસ પરમારે જણાવ્યું કે, સરકારનો પેપરલીક કાંડ અને પોલીસનો ખંડણી કાંડના મુદ્દે ચર્ચા કરીશું. વિધાનસભા ગૃહના માહોલની વાત કરીએ તો ત્યાં ભાજપના સભ્યો શાંત જોવા મળ્યા હતા જ્યારે કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયેલા હતા. કેટલાક સભ્યો પોતાની બેઠક છોડી વેલ તરફ ઘસી ગયા હતા.

પેપર કાંડ, ખંડણી કાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક રહેશે: શૈલેષ પરમાર
વિધાનસભા સત્ર અંગે કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું કે, સરકારને ઘેરવાની રણનીતિ અંગે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. ગુજરાતના પ્રાણ પ્રશ્નો અને વિકટ સ્થિતિ અંગે સત્રમાં ચર્ચા કરીશું. પેપર કાંડ, ખંડણી કાંડ, કોરોનામાં કરેલ કાંડ અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક રહેશે. અમારો સંપૂર્ણ પ્રયત્ન રહેશે કે વિધાનસભામાં ગુજરાતના પ્રશ્નોને ઉજાગર કરીએ. ભાજપ વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરાવવાથી ડરે છે. લોકશાહીના મંદિર માં ધારાસભ્યોનો અવાજ દબાઈ રહ્યો છે. રાજ્યસભા, લોકસભાનું પ્રસારણ થાય છે તો વિધાનસભાનું કેમ નહીં. ભાજપના ધારાસભ્યો માત્ર ચિઠ્ઠી લખી આપવામાં આવે એટલું જ બોલે છે.

અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે: ખેડાવાલા
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિધાનસભામાં અનોખો દેખાવ જોવા મળ્યો હતો. તેઓએ જણાવ્યું કે, અમદાવાદમાં 3 હજારથી વધુ ટેક્સટાઈલ યુનિટો બંધ. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા છે. અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે માટે પોસ્ટર લઈ વિધાનસભા આવ્યો છું. જીપીસીબી અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ છે. બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય.

નવી સરકારમાં ઉત્સાહની સાથે ઉચાટ
નવી સરકાર રચાયા બાદ પ્રથમ બજેટ રજૂ કરવાનો નવી સરકારમાં અનોખો ઉત્સાહની સાથે ઉચાટ જોવા મળી રહ્યો છે. નાણા મંત્રી કનુ દેસાઇના બજેટમાં આગામી વિધાનસભાની ચૂંટણીના ચોક્કસપણે પડઘા જોવા મળશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિકાસ તેમજ શિક્ષિત બેરોજગારોને રોજગારી મહિલાઓ માટે વિશેષ યોજનાઓ લઈને આવશે. આ વખતમાં બજેટ દરમિયાન કોઈપણ વધારાના વેરા સરકાર દ્રારા નાખવાનું આયોજન નહીં હોવાના સંકેત મળી રહ્યા છે.

ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ માટે આ બજેટ સત્ર મહત્વનું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ સત્ર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તોફાની બની રહેવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. એટલું જ નહીં, ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ પહેલા મળતું આ સત્ર ભાજપ અને કોંગ્રેસ માટે પણ મહત્વનું સાબિત થઈ શકે છે. એક તરફ રાજ્ય સરકાર ફુલગુલાબી બજેટ રજૂ કરવા માટે મથામણ કરી રહી છે. તો બીજી બાજુ આ સત્ર દરમિયાન વિપક્ષ સરકારને વિવિધ મોરચે ભીડવવા માટે તખ્તો તૈયાર કરી રહ્યું છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑