વિઝિબિલિટી ઘટતાં એક્સિડન્ટ:સુરત નજીક ધુમ્મસને કારણે SRP જવાનોની બસ ઊભેલી ટ્રક સાથે અથડાઈ, 17ને ઈજા, 4ની હાલત ગંભીર
વડોદરાથી જવાનો સુરતના ઉધના જઈ રહ્યા હતા કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે એસ. આર. પી. જવાનોને લઇ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત નડ્તાં ભાગદોડ મચી ગઇ હતી.
- વડોદરાથી જવાનો સુરતના ઉધના જઈ રહ્યા હતા
કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે એસ. આર. પી. જવાનોને લઇ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત નડ્તાં ભાગદોડ મચી ગઇ હતી. ઊભેલી ટ્રક પાછળ SRP જવાનોની બસ ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ચારની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

ધુમ્મસને કારણે અકસ્માત
કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની બસના ચાલકે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. વધુ પડતા ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી હતી.
4 જવાનોને ગંભીર ઈજા
બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાની-મોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા કોસંબા પોલીસ તેમજ એસ. આર. પી. ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले