देश की बात, आपके शहर से
Indore31°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 7 बार पढ़ी गई

અમદાવાદમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 10 દિવસમાં જ કોરોનાના દર્દીઓમાં 6 ટકાનો વધારો, 254 દર્દી દાખલ

અમદાવાદમાં ધીમે ધીમે હોસ્પિટલોનાં બેડ ભરાઈ રહ્યાં છે ( ફાઈલ ફોટો) શહેરમાં 57 ખાનગી કોવિડ હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છેવેન્ટિલેટર સાથેના ICUમાં કુલ 233 બેડમાંથી માત્ર 7 બેડ ભરાયાં અને 226 બેડ હાલમાં ખાલી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ચાર ગણા ઝડપથી વધી રહ્યા છે.

Abhishek Raghuvanshi20 जनवरी 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • શહેરમાં 57 ખાનગી કોવિડ હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છે
  • વેન્ટિલેટર સાથેના ICUમાં કુલ 233 બેડમાંથી માત્ર 7 બેડ ભરાયાં અને 226 બેડ હાલમાં ખાલી

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ચાર ગણા ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે શહેરની 57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છે. એમાં હોસ્પિટલમાં કુલ 234 દર્દી અને 20 દર્દી કોવિડ સેન્ટરમાં દાખલ છે, જેમાં સાત દર્દી વેન્ટિલેટર પર છે. હવે દર બે દિવસે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે સારી બાબત એ છે કે માત્ર આઇસોલેશનના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 10 જ દિવસમાં કોરોનાના દર્દીઓમાં 6 ટકાનો વધારો થયો છે.

28 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
અમદાવાદમાં ત્રીજી લહેરમાં કેસો હવે 10000ની નજીક પહોંચ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા હવે ધીરે ધીરે વધી છે, જેમાં આઇસોલેશન બેડમાં દાખલ થનારા દર્દીઓ વધુ છે. 10 દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં 6 ટકા વધારો નોંધાયો છે. 57માંથી 28 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સોલા સિમ્સ હોસ્પિટલમાં 31, એસજી હાઇવે પર આવેલી SGVP હોસ્પિટલમાં વધુ દર્દીઓ દાખલ છે. મણિનગર સ્ટર્લિંગ હોસ્પિટલ, કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સહિત 4 હોસ્પિટલમાં 1-1 દર્દી વેન્ટિલેટર પર છે.

ખાનગી કોવિડ હોસ્પિટલમાં 91 ટકા બેડ ખાલી
આજની સ્થિતિએ અમદાવાદના 57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટરમાં 9 ટકા બેડ ભરેલાં છે અને 91 ટકા બેડ ખાલી છે, જેમાં કુલ 2885 બેડમાંથી 254 બેડ ભરાયાં છે અને 2631 બેડ ખાલી છે. શહેરની ખાનગી હોસ્પિટલો- કોવિડ સેન્ટરમાં સ્થિતિ જોઈએ તો આઈસોલેશનમાં કુલ 1050 બેડમાંથી 156 બેડ ભરાયાં છે અને 894 બેડ ખાલી છે. HDUના 1085 બેડમાંથી 75 બેડ ભરાયાં છે અને 1010 બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વિનાના ICU બેડમાં કુલ 517 બેડમાંથી 16 બેડ ભરાયાં છે અને 501 બેડ ખાલી રહ્યાં છે તેમજ વેન્ટિલેટર સાથેના ICU બેડમાં કુલ 233 બેડમાંથી માત્ર 7 બેડ ભરાયાં છે અને 226 બેડ હાલમાં ખાલી પડ્યાં છે.

હાલ શહેરમાં કુલ 104 વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટમાં છે
ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી અમદાવાદમાં કેસની સંખ્યામાં સતત વધારો થતાં માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવતા વિસ્તારોની સંખ્યા પણ સતત વધી રહી હતી. કેસની સમીક્ષાને આધારે મ્યુનિ. હેલ્થ વિભાગે બુધવારે વધુ 19 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂક્યા હતા, જ્યારે 20ને દૂર કર્યા હતા. હાલ શહેરમાં કુલ 104 વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટમાં છે. બુધવારે કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવેલા વિસ્તારોમાં 2 વિસ્તાર ઉત્તર ઝોન, 1 વિસ્તાર મધ્ય, પશ્ચિમ ઝોન, 5 વિસ્તાર દક્ષિણ ઝોન, 3 વિસ્તાર ઉ. પશ્ચિમ ઝોન, પૂર્વ અને દ.પશ્ચિમ ઝોનના 4-4 વિસ્તારનો સમાવેશ થાય છે.

ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કુલ 2885 બેડમાંથી 254 બેડ ભરાયાં છે અને 2631 બેડ ખાલી( પ્રતીકાત્મક તસવીર)
ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કુલ 2885 બેડમાંથી 254 બેડ ભરાયાં છે અને 2631 બેડ ખાલી( પ્રતીકાત્મક તસવીર)

અમદાવાદમાં મુંબઈ કરતાં વધુ કેસ
અમદાવાદમાં ફરીવાર રેકોર્ડ બ્રેક કેસ શહેર અને જિલ્લામાં મળીને નોંધાયા છે. શહેરમાં 8391 અને જિલ્લામાં 138 મળીને 8529 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે, જે મુંબઈ કરતાં પણ 2000 કેસ વધારે છે. બુધવારે પણ કોરોનાની ત્રણેય લહેરમાં પહેલીવાર એક જ દિવસમાં 6000થી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા, જ્યારે 3911 દર્દી કોરોનાને માત આપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. આજે અમદાવાદ શહેરમાં 8 મહિના પછી 6 દર્દીનાં કોરોનાથી મોત થયાં છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑