સુરતમાં લક્ઝરી બસમાં 58 સેકન્ડમાં જ બ્લાસ્ટ થયા બાદ આગ લાગી, આગ લાગ્યા પહેલાં બસ ઝટકા મારીને બંધ થઈ હતી
બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.
- વરાછામાં પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોએ અફરાતફરી સર્જાયેલી
- બસમાં આગ લાગી હોવાની જાણ બાઈકચાલકે કરી હતી-ડ્રાઈવર
સુરતના હીરાબાગ પાસે મંગળવારે રાતના 9.35 કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.બસમાં આગ લાગ્યા પહેલાના સીસીટીવીસામે આવ્યાં છે. જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.
FSLની મદદ લેવાશે
એસીપી સીકે પટેલે જણાવ્યું હતું કે, કતારગામથી બસ ભાવનગર જવા માટે 9 વાગે બસ રવાના થઇ હતી. આ દરમ્યાન બરોડા પ્રિસ્ટેજથી હીરાબાગ જતા બસમાંથી ધુમાડો નીકળ્યો હતો. હીરાબાગ સર્કલ પાસે બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગતા જ તમામ લોકો ઉતરી ગયા હતા. પરંતુ આ ઘટનામાં તાન્યાબેન બસમાંથી ઉતરી શક્યા ન હતા. જેથી તેઓ બસમાં આગના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં તેઓનું મોત થયું હતું. આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ બસમાં આગ ક્યાં કારણોસર લાગી તે માટે એસએફએલની મદદ પણ લેવાઈ છે. તેમજ ઇલેક્ટ્રિક અને આરટીઓ ઇન્સ્પેકટરની સ્થળ નિરિક્ષણ કરાવી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
મહિલા સળગી ગઈ
ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં ‘લકઝરી’ સેવાને કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં 1×2ની વ્યવસ્થાની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતી. જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા, જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતાં આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઊતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતાંમાં જ જીવતી સળગી ગઈ હતી.
ચાર્જિંગના યુનિટ હતા
બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્સ આપેલા હતા. શક્યતા છે કે એને કારણે પહેલા શોર્ટસર્કિટ થયું અને પછી આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બસના નીચેના ભાગે ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીને કારણે આગ વધુ વિકરાળ બની હતી.
બાઇકચાલકે મને આગ લાગી હોવાનો ઇશારો કર્યો
યોગીચોક પાસેથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે તારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળે છે, એટલે મેં તરત બસ ઊભી રાખી અને પાછળ જઈને ચેક કર્યું એટલીવારમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી. – લકઝરી બસનો ડ્રાઇવર

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
