લસાડના જૂજવા ગામમાં 4 બાળક રમતમાં ધંતૂરાનાં ફળનું શાક બનાવી ખાઈ ગયાં, બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયાં
બાળકો ધંતૂરાનાં ફળ લાવી એની શાકભાજી બનાવી રોટલા સાથે ખાઈ ગયાવધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે બાળકોને કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયાં વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે 4 બાળક રસોઈ બનાવવાની રમત રમતાં હતાં.
- બાળકો ધંતૂરાનાં ફળ લાવી એની શાકભાજી બનાવી રોટલા સાથે ખાઈ ગયા
- વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે બાળકોને કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયાં
વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે 4 બાળક રસોઈ બનાવવાની રમત રમતાં હતાં. એમાં તેઓ નજીકથી ધંતૂરાનાં ફળ લાવી એની શાકભાજી બનાવી રોટલા સાથે ખાઈ ગયાં હતાં. જેથી તેઓ અર્ધબેભાન હાલતમાં મળી આવ્યાં હતાં. બાળકોના વાલીઓએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડ્યાં હતાં.
વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે વાપીની એક મહિલા તેના બાળક સાથે આવી હતી, જેમાં મહિલાનું બાળક અને અન્ય ત્રણ બાળકો ગઈકાલે સોમવારે બપોરે ઘર આગળ રમી રહ્યાં હતાં. રમતાં રમતાં બાળકો 3 ઈંટનો ઉપયોગ કરીને એના પર રસોઈ બનાવવાની રમત રમી રહ્યાં હતાં. એ દરમિયાન નજીકથી ધંતૂરાનાં ફળ લાવી એનાં બી કાઢી એને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવ્યું હતું. ઉપરાંત ઘરમાંથી લાવેલા રોટલાઓ સાથે ધંતૂરાનું શાક ખાઈ ગયા હતા. જમીને બાળકો રમતાં રમતાં બેભાન થઈ ગયાં હતાં.
પરિવારના સભ્યો બાળકોને બોલવા આવતાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેથી આજુબાજુમાં તપાસ કરતાં ચૂલા ઉપર મૂકેલી તપેલીમાંથી ધંતૂરાનાં ફળનાં બી તેમજ એના ટુકડા મળી આવ્યા હતા, જેથી 4 બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે તેમને કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયાં હતાં. હાલ ત્યાં બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતાં બાબત ચર્ચાનો વિષય બની હતી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
