ગુજરાત સરકાર કોરોનાની દવા ખરીદશે, 4 લાખ 85 હજાર મોલનુપિરાવિરનું ટેન્ડર બહાર પાડ્યું, GTUની પરીક્ષા મોકૂફ
પીએમ મોદી ભૂપેન્દ્ર પટેલ સહિતના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને કન્ટ્રોલ કરવાની સમીક્ષા કરશે ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે સરકારે પણ હવે દવાનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે.
- પીએમ મોદી ભૂપેન્દ્ર પટેલ સહિતના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને કન્ટ્રોલ કરવાની સમીક્ષા કરશે
ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે સરકારે પણ હવે દવાનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે 4 લાખ 85 હજાર મોલનુપિરાવિર અને ફેરિપિરાવિરની 75000 સ્ટ્રિપનો ઓર્ડર આપ્યો છે. મોલનુપિરાવિરની 800 એમજીના ડોઝ પાંચ દિવસ સુધી બે વાર લેવાના હોય છે.આ દવા કોરોના સંક્રમણ વિરુદ્ધ 70-80 ટકા અસરકારક છે, જેનું ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી છે, જ્યારે 20 જાન્યુઆરીએ શરૂ થનારી GTUની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી 13 જાન્યુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કોરોનાને કંટ્રોલમાં લેવા માટે એકશન પ્લાન ઘડાશે.
થોડા દિવસ પહેલાં 64 પ્રકારની દવાનો ઓર્ડર આપ્યો
આ પહેલાં ત્રીજી લહેર માટે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના એડમિશનથી માંડીને ઓપરેશન સુધીની દવાઓ, ઈન્જેક્શનો સહિત 64 પ્રકારની જુદી જુદી ડ્રગ્સની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતી વિવિધ દવાઓ પણ સામેલ છે.
આ દવાઓનો સૌથી વધુ ઓર્ડર અપાયો
1. Amoxycillin 250mg કેપ્સ્યૂલ બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં વપરાય છે, જેમ કે ગળું, કાન, નાકમાં ઈન્ફેક્શન, સ્કીન, ટાઈફોઈડનો તાવ વગેરેમાં અપાય છે. આવી 5, 05, 61000 કેપ્સ્યૂલ માટે ટેન્ડર મગાવવામાં આવ્યું છે.
2. Carbamazepine Tablets 200mgનો ઉપયોગ શરીરમાં અચાનક આવતા હુમલાને રોકવા અને નિયંત્રણ કરવા માટે થાય છે. એનો ઉપયોગ અમુક પ્રકારના સ્નાયુના દુખાવા (જેમ કે ટ્રાઇજેમિનલ ન્યુરલજિયા)ને દૂર કરવા માટે પણ થાય છે. આ દવાની 1,81,92000 ટેબ્લેટ માટે ટેન્ડર મગાવાયા છે.
3. Benzathine Penicillin ઇન્જેક્શનનો ઉપયોગ બેક્ટેરિયાને કારણે થતા ચોક્કસ ચેપની સારવાર અને અટકાવવા માટે થાય છે અને Azithromycin દવાનો ઉપયોગ ન્યુમોનિયા, નાક, ગળામાં ઈન્ફેક્શન માટે થાય છે. આ ઈન્જેક્શન તથા દવાના 22,000 કિટ માટે ટેન્ડર મગાવાયાં છે.
4. Nifedipine 10mg દવાનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશરને ઓછું કરવા માટે થાય છે. આ દવાના 72,68,000 ટેબ્લેટ માટે ટેન્ડર મગાવાયાં છે.
5. Budenoside કેપ્સ્યૂલનો ઉપયોગ આંતરડાંના રોગની સારવાર માટે થાય છે, જેમાં શરીરના પાચનતંત્ર પર હુમલો થાય છે, જેનાથી પેટમાં પીડા, ઝાડા, વજનમાં ઘટાડો અને તાવ આવે છે. આ કેપ્સ્યૂલના 53,70,000નો ઓર્ડરનું ટેન્ડર મગાવાયાં છે.
6. Trimethoprim & Sulphamethoxazole 160mg અને 800mg એ એક એન્ટીબાયોટિક્સ દવા છે, જે બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સારવારમાં વપરાય છે. આ દવાના 53,84,000 ડોઝનાં ટેન્ડર મગાવાયાં છે.
રાજ્યમાં 1 જાન્યુઆરીથી નોંધાયેલા કોરોનાના કેસ
| તારીખ | કેસ | ડિસ્ચાર્જ | મોત |
| 1 જાન્યુઆરી | 1069 | 103 | 1 |
| 2 જાન્યુઆરી | 968 | 141 | 1 |
| 3 જાન્યુઆરી | 1259 | 151 | 3 |
| 4 જાન્યુઆરી | 2265 | 240 | 2 |
| 5 જાન્યુઆરી | 3350 | 236 | 1 |
| 6 જાન્યુઆરી | 4213 | 830 | 1 |
| 7 જાન્યુઆરી | 5396 | 1158 | 1 |
| 8 જાન્યુઆરી | 5677 | 1356 | 0 |
| 9 જાન્યુઆરી | 6275 | 1263 | 0 |
| 10 જાન્યુઆરી | 6097 | 1539 | 2 |
| કુલ | 36549 | 7017 | 10 |

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले