બીજી લહેર કરતાં 5 ગણી ઝડપથી વધી રહ્યો છે કોરોના, 6 દિવસમાં 654થી 4213 કેસ થયા, 5 દિવસમાં 14 હજારની પીક તોડે તો નવાઈ નહીં
બીજી લહેરમાં 10 માર્ચે 675થી 4200 કેસનો આંક ક્રોસ કરતાં 30 દિવસ લાગ્યા હતા, આ વખતે માત્ર 6 દિવસત્રીજી લહેરમાં એક દિવસનો ઓલટાઈમ સર્વોચ્ચ આંક 20 હજારની સપાટી કુદાવી દે એવી પણ શક્યતા ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ નોંધાયા બાદ ફરી કોરોનાના કેસમાં વિસ્ફોટ થઈ રહ્યો છે.
- બીજી લહેરમાં 10 માર્ચે 675થી 4200 કેસનો આંક ક્રોસ કરતાં 30 દિવસ લાગ્યા હતા, આ વખતે માત્ર 6 દિવસ
- ત્રીજી લહેરમાં એક દિવસનો ઓલટાઈમ સર્વોચ્ચ આંક 20 હજારની સપાટી કુદાવી દે એવી પણ શક્યતા
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ નોંધાયા બાદ ફરી કોરોનાના કેસમાં વિસ્ફોટ થઈ રહ્યો છે. 2021માં બીજી લહેરમાં રાજ્યમાં 27 એપ્રિલે 14,352 કેસની પીક નોંધાઈ હતી. ગઈકાલે આપણા રાજ્યમાં 4213 કેસ નોંધાયા હતા. ગઈ વેવમાં 9 એપ્રિલે 4511 કેસ નોંધાયા બાદ માત્ર 18 દિવસમાં જ પીક આવી ગઈ હતી. જ્યારે એ પહેલાંના કેસની વિગતો જોઈએ તો 10 માર્ચે 675 કેસ નોંધાયા હતા અને ત્યાંથી 4200નું બેરિયર 9 એપ્રિલે તૂટ્યું હતું, જે દિવસે 4541 કેસ નોંધાયા હતા. આમ, ગત વખતની વાત કરીએ તો 675 કેસથી 4200 પહોંચતાં 1 મહિનો (30 દિવસ) લાગી ગયો હતો. જ્યારે આ વખતે 31 ડિસેમ્બરે 654 કેસ હતા અને ત્યાંથી ફક્ત 6 દિવસમાં જ 4200નું બેરિયર તોડીને 4213 કેસ નોંધાયા હતા.
કુલ કેસમાં 20 હજારનું બેરિયર પણ તોડી નાખે એવી શક્યતા
બીજી વેવની તુલનામાં આ વખતે 5 ગણી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ ગતિએ જોઈએ તો 14,353ની ગુજરાતની ઓલટાઈમ પીક પર પહોંચતાં ગઈ વખતે 18 દિવસ લાગ્યા હતા. એની સરખામણીએ આ વખતે ડેઈલી એવરેજ જોઈએ તો માત્ર 5થી 7 દિવસમાં પહોંચી શકીએ છીએ અને શક્ય છે કે આ વખતે કુલ કેસમાં 20 હજારનું બેરિયર પણ તોડી નાખશે.

એક મહિનાના કેસમાં 7થી વધુ ગણો વધારો નોંધાય એવી શક્યતા
ગુજરાતમાં બીજી લહેરની શરૂઆત ફેબ્રુઆરી-2021 મહિનાથી થઈ હતી. ત્યાર બાદ સતત કેસ વધતા ગયા હતા. 2021માં માર્ચ મહિનામાં 37,809, એપ્રિલ મહિનામાં 2,60,079, મે મહિનામાં 2,41,387 કોરોનાના કેસ નોંધાયા હતા. આમ, બીજી લહેરમાં માર્ચ મહિનાથી એપ્રિલ મહિનામાં 7 ગણા વધારા સાથે કેસ નોંધાયા હતા. બીજી લહેરમાં કરતા ત્રીજા લહેરમાં ઝડપ વધુ હોવાથી આ આંકડો મોટો હોય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.
છેલ્લા 6 દિવસમાં જ 13,124 કેસ નોંધાયા
ગુજરાતમાં 26 ડિસેમ્બરથી ફરી કોરોનાના કેસ વધવાનું શરૂ થયું છે. 31 ડિસેમ્બરના રોજ 654 કેસ હતા, ત્યાર બાદ સતત વધારા સાથે ગત રોજ 4213 કેસ નોંધાયા હતા. છેલ્લા 6 દિવસમાં જ 13,124 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે છેલ્લા 6 દિવસમાં 9 લોકોનાં મોત પણ થયાં છે. કુલ કેસના સરેરાશ પ્રમાણે રોજ 2187 કેસસ નોંધાવાનું શરૂ થઈ ગયું છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले