देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

સુરતમાં 6નો ભોગ લેનાર ઝેરી કેમિકલ દહેજથી આવ્યું હતું, તંત્રની ઘોર બેદરકારીથી ઝેરી કેમિકલ ખુલ્લામાં ઠાલવવાના રેકેટમાં નિર્દોષ શ્રમિકોનો બલિ ચડ્યો

રાત્રિના સમયે ટેન્કરોને ખુલ્લામાં ઠાલવવામાં આવે છે.

Abhishek Raghuvanshi6 जनवरी 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • દહેજ સહિતનાં શહેરોમાંથી બેરોકટોક આવતાં કેમિકલ ઠાલવવાનું સામે આવ્યું
  • પોલીસ કમિશનરે પણ હજારો ટેન્કર આવતાં હોવાથી તપાસની લાચારી દર્શાવી

સુરતના સચિન GIDC વિસ્તારમાં ઝેરી કેમિકલ જાહેરમાં (ખુલ્લી ખાડીમાં) ઠાલવતી વખતે ગેસ ગૂંગળામણને કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 23 જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લેતાં સામે અનેક બેદરકારીઓ આવી છે. સચિન વિસ્તારમાં રોજના મોટી સંખ્યામાં ટેન્કર કેમિકલ ભરીને ઠાલવવા આવતાં હોવાનું સામે આવ્યું છે. ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં આવે છે, જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે ઝેરી કેમિકલ ઠાલવવાનું કૌભાંડ ચાલતું હોવાનું દિવ્ય ભાસ્કરના ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે. રોજનાં હજારો ટેન્કર આવતાં હોવાથી પોલીસની પણ ક્ષમતા એટલી ન હોવાનું ખુદ પોલીસ કમિશનરે સ્વીકાર્યું છે. તો મામતદારે પણ વિસ્તાર ખૂબ મોટો હોવાનું કહીને હાથ ઊંચા કર્યા છે. રાજકીય અને તંત્રની ઉદાસીનતા તથા યોગ્ય નીતિ ન હોવાને કારણે નિર્દોષ શ્રમિકોનો બલિ ચડ્યો હોવાનું સામે આવ્યું છે.

ખુલ્લામાં ટેન્કર ઠાલવાય છે-મામલતદાર
ચોર્યાસી તાલુકાના મામલતદાર ભરત સકસેનાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ખુલ્લામાં ટેન્કર ઠાલવાય છે. જીપીસીબીનો સ્ટાફ પહોંચી વળતો નથી. અમારાથી જે પ્રકારની કામગીરી થવી જોઈએ એ થઈ રહી નથી. આ વિસ્તાર ખૂબ જ મોટો છે. એટલા માટે અમારાથી પૂરતી કામગીરી યોગ્ય રીતે થઇ રહી નથી, એવું પણ મામલતદારે વધુમાં સ્વીકાર્યું હતું.

तस्वीरों में खबर5 फोटो
મામલતદારે કહ્યું હતું કે અહીં મોટી સંખ્યામાં ટેન્કરો આવતાં હોય છે.જીપીસીબીના અધિકારીએ છ મહિનામાં માત્ર 3 ફરિયાદ મળી હોવાનું કહ્યું હતું.પોલીસે કહ્યું હતું કે પોલીસ તમામ ટેન્કરની તપાસ ન કરી શકે.ખાડીઓમાં ઝેરી કેમિકલ ઠાલવવાની બેદરકારી ચાલી રહી છે.કેમિકલ ખુલ્લામાં ઠાલવવાની તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

અગાઉ 3 ફરિયાદ મળેલી-GPCP
જીપીસીબીના અધિકારી પરાગ દવેએ જણાવ્યું હતું કે, અગાઉ છ મહિનામાં આ સહિતની ત્રીજી ફરિયાદ મળી છે. અગાઉ સચિન અને જ્હાંગીરપુરામાં પણ ફરિયાદ મળી હતી. જેમાં પોલીસને સાથે રાખીને ફરિયાદ નોધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેમિકલમાં પ્રાથમિક તબક્કે એસિડિક કોમ્પોનન્ટ હોવાનું કહી શકાય છે. આ કેસમાં પણ પોલીસને સાથે રાખીને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મળે તેને રોકવા માટે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.

પોલીસ કમિશનરે લાચારી દર્શાવી
સુરતના પોલીસ કમિશનર અજય તોમરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે સચિન જીઆઈડીસીમાં રોજનાં હજારો ટેન્કર આવે છે. પોલીસની એટલી ક્ષમતા નથી કે રોજનાં હજારો ટેન્કરો આવે છે તેની તપાસ કરી શકે. ટેન્કરો અહીં મોટી સંખ્યામાં ઊભાં પણ રહે છે, એટલે પોલીસની ક્ષમતા નથી. દરેક ટેન્કરની તપાસ કરવાની પોલીસ પાસે તાકાત નથી કે દરેકની તપાસ યોગ્ય રીતે થાય.

માલિક સામે કાર્યવાહી થવી જોઈએ-પાટીલ
નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે આ ટેન્કર જેણે મોકલ્યું હતું એ કંપનીના માલિકને પકડીને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જોકે આ પ્રકારની કોઈ ઘટના ન બને એ માટે પણ આગળના સમયમાં યોગ્ય કામગીરી કરવામાં આવે એ જરૂરી છે.

મોડી રાત્રે કેમિકલ ઠાલવવામાં છે
સચિન જીઆઇડીસી વિસ્તારમાં અન્ય શહેરોમાંથી ઝેરી કેમિકલ ગેરકાયદે રીતે ઠાલવવાનું રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે. રાત્રિના સમયે કેમિકલ ટેન્કર મારફત બહારથી લાવીને ઠાલવવાની મોડસ ઓપરેન્ડી ચાલે છે. ગંદા અને ઝેરી કેમિકલ ઠાલવવાની ઘટના ઘણા સમયથી ચાલી રહી છે. એમ છતાં પોલીસ સહિતના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ કોઈ એકાદ દિવસની ઘટના નથી. સમયાંતરે આ પ્રકારના ગેરકાયદે કેમિકલ ઠાલવવાનું સામે આવતું હોય છે અને એને કારણે અનેક મુશ્કેલીઓ પણ ઊભી થતી રહે છે.

પેટ્રોલિંગનો અભાવ
પોલીસ યોગ્ય રીતે પેટ્રોલિંગ કરે એને એના સ્થાનિક વિસ્તારના જે ખબરીઓ છે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો આ પ્રકારની ઘટનાને ટાળી શકાય છે, પરંતુ આ પ્રકારની ઘટનામાં પોલીસની જાણ બહાર સતત કેમિકલ ટેન્કર ખાલી થતાં રહે એ વાત ગળે ઊતરે એવું લાગતું નથી. પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે સામે આવી રહી છે, પરંતુ પોલીસ કમિશનર જાણે પોતાનો બચાવ કરતા હોય એ રીતે જવાબ આપી રહ્યા છે કે અમારે એટલી ક્ષમતા નથી કે અમે હજારોની સંખ્યામાં આવતાં ટેન્કરો પર નજર રાખીને એની તપાસ કરતા રહીએ

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑