देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 18 बार पढ़ी गई

રાજકોટમાં રાત્રે લાઇટ જતાં દીવો કરવા શીશામાં પેટ્રોલ જોવા દીવાસળી ચાંપી ને ઝૂંપડામાં ભીષણ આગ લાગી, 1 વર્ષની બાળકી ભડથું, 2ની હાલત ગંભીર

બે ફાઇર ફાઇટરે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધો હતોલાઇટ જતાં પરિવારે બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની પાસે સોમવારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ ભભૂકી ઊઠતાં એક, આઠ અને દસ વર્ષની ત્રણ બાળકી સહિત 5 વ્યક્તિ દાઝી જતાં તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં એક વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Abhishek Raghuvanshi14 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • બે ફાઇર ફાઇટરે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધો હતો
  • લાઇટ જતાં પરિવારે બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની પાસે સોમવારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ ભભૂકી ઊઠતાં એક, આઠ અને દસ વર્ષની ત્રણ બાળકી સહિત 5 વ્યક્તિ દાઝી જતાં તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં એક વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેમજ હજી એક બાળકી અને એક યુવતીની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝૂંપડામાં લાઈટ ન હોવાથી પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જોવા દીવાસળી ચાંપતા ઝૂંપડુ ભડભડ સળગ્યું હતું.

કુવાડવા પોલીસ સ્ટેશન પાછળ જ ઝૂંપડામાં આગ લાગી હતી
પોલીસનાં સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક ઝૂંપડામાં આગ લાગતાં પૂરી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉં.વ.10), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉં.વ.25), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.8), રૂપા સુનીલભાઈ સોલંકી (ઉં.વ.26) અને બે બાળક દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ પૂરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિગંભીર છે.

तस्वीरों में खबर5 फोटो
ઝૂંપડામાં રાખેલી તમામ ઘરવખરી બળીને ખાખ.મોડી રાત્રે ઝૂંપડામાં વિકરાળ આગ લાગી હતી.પ્રિયા સન્નીભાઈ સોલંકી નામની બાળકી ગંભીર.ભાવુબેન સારવાર હેઠળ.રૂપા સુનીલભાઈ સોલંકી સારવાર હેઠળ.

કડકડતી ઠંડીમાં પરિવારનો આશરો છીનવાયો
જોકે આ ઘટનામાં એક દીકરી બચી ગઈ હતી. બનાવની જાણ થતાં તરત જ 108 અને ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં આખું ઝૂંપડું બળીને ખાખ થઇ ગયું હતું. કડકડતી ઠંડીમાં ઝૂંપડાનો આશરો પણ છીનવાઈ જતાં આ ગરીબ પરિવાર માટે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આટલું પણ ઓછું હોય તેમ સારવાર દરમિયાન 1 વર્ષની પૂરીબેનનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

દીવો કરવા શીશામાં પેટ્રોલ જોવા દીવાસળી સળગાવી ને ભડકો થયોઃ પરિવારજન
પરિવારના એક સભ્ય સુનિલે જણાવ્યું હતું કે, લાઇટ જતી રહી હતી આથી દીવો કરવા માટે બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું, શીશામાં પેટ્રોલ જોવા માટે દીવાસળી સળગાવી તો ભડકો થયો અને આગ આખા ઝૂંપડામાં પ્રસરી ગઇ હતી. બાદમાં બધા આગની ઝપેટમાં આવી ગયા હતા.

એક જ તબીબ હોવાથી દર્દી કણસતા રહ્યા
સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં માત્ર એક જ ઈન્ટરની ડોક્ટર હોવાથી સારવારમાં અડચણો આવી હતી. પાંચ બાળક અને બે મહિલા દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં આવતાં તેમની તાકીદે સારવાર કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી, પરંતુ દર્દી સાત હતા અને ડોક્ટર એક જ હોવાથી એક વર્ષની બાળકી સહિતના દર્દીઓને સારવાર માટે રાહ જોવી પડી હતી. ત્યાર બાદ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને અન્ય ડોક્ટરને બોલાવવાની ફરજ પડી હતી.

ઝૂંપડુ બળીને ખાખ, દોઢ લાખનું નુકસાન
ચનાભાઈ ભંગાર વીણવાનું કામ કરે છે. સારવારમાં રહેલા રૂપાબેન મૃતક બાળકીના માસી છે. તેઓ બહારગામથી આવ્યા હતા અને તેઓ પણ દાઝી ગયા હતા. મૃતક બાળકી એક ભાઈ અને ચાર બહેનમાં નાની હતી.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 463 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 463 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 521 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 570 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 794 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 795 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 795 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 800 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 800 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 804 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 804 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 805 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 805 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 806 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 806 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 819 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 819 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 822 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 822 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 823 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 823 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 825 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 825 दिन पहले
↑