देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

ગુજ.ના પ્રથમ ઓમિક્રોન દર્દી 12 દિવસથી સારવારમાં, હજુ પણ રિપોર્ટ નેગેટિવ ન આવતાં આરોગ્ય વિભાગ ચિંતિત, પેરાસિટામોલ-ડોલોનો ઉપયોગ

પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા 9 લોકોનો બેવાર ટેસ્ટ કરાતાં 2 પોઝિટિવ અને 7 નેગેટિવ આવ્યા હતાદિવાળી અને લગ્નપ્રસંગ બાદ વધતા જતા કોરોનાના કેસોમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે ગુજરાતમાં ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ જામનગરમાં નોંધાયા બાદ તેમના જ સંપર્કમાં રહેલા તેનાં જ બે પરિવારજનોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજ્યમાં ઓમિક્રોન પોઝિટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી છે.

Abhishek Raghuvanshi13 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા 9 લોકોનો બેવાર ટેસ્ટ કરાતાં 2 પોઝિટિવ અને 7 નેગેટિવ આવ્યા હતા
  • દિવાળી અને લગ્નપ્રસંગ બાદ વધતા જતા કોરોનાના કેસોમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે

ગુજરાતમાં ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ જામનગરમાં નોંધાયા બાદ તેમના જ સંપર્કમાં રહેલા તેનાં જ બે પરિવારજનોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજ્યમાં ઓમિક્રોન પોઝિટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી છે. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા જામનગરના ઓમિક્રોન વોર્ડના નોડલ ઓફિસર ડો.એસ.એસ. ચેટર્જી સાથે ખાસ વાચતીત કરવામાં આવી હતી, જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પ્રથમ ઓમિક્રોન પોઝિટિવ દર્દીનો રિપોર્ટ 12 દિવસ બાદ પણ નેગેટિવ જાહેર ન થતાં ચિંતાનો વિષય બની ગયો છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે, ઓમિક્રોનના દર્દીઓને દવામાં પેરાસિટામોલ અને ડોલો આપીએ છીએ.

પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા 9 લોકોનો બેવાર ટેસ્ટ કરાયો હતો
ડો.એસ.એસ. ચેટર્જીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કરતાં પણ વધુ ઝડપથી ઓમિક્રોન વેરિયન્ટ ફેલાઇ રહ્યો છે. ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોન પોઝિટિવ દર્દી ઝિમ્બાબ્વેથી આવ્યા હતા. તેનામાં તાવ અને કળતરનાં લક્ષણો દેખાતાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ 2 ડિસેમ્બરના રોજ પોઝિટિવ જાહેર થતાં તેને આઇસોલેટ કરી સારવાર આપવાની શરૂઆત કરી હતી. આ સાથે તેમના સંપર્કમાં આવેલા 9 લોકોને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા તેમજ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ બે વખત તેમના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ વખત તમામ 9 લોકોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા હતા, જ્યારે બીજી વખત ટેસ્ટ કરાતાં એક મહિલા અને એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો, બાકીના 7 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

तस्वीरों में खबर5 फोटो
જામનગરમાં ઓમિક્રોન માટે 400 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો છે.એરપોર્ટ પર પણ સઘન ચેકિંગ જરૂરી (પ્રતીકાત્મક તસવીર).જામનગરમાં ઓમિક્રોન માટે ડેન્ટલ હોસ્પિટલમાં 400 બેડ સાથે વોર્ડ તૈયાર કરાયો છે.

નોડલ ઓફિસરની દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત
દિવ્યભાસ્કરઃ ઓમિક્રોન પોઝિટિવ દર્દીમાં શું શું લક્ષણો જોવા મળે છે?

નોડલ ઓફિસરઃ કોરોનાની માફક ઓમિક્રોન પોઝિટિવ દર્દીને પણ તાવ, શરદી, ઉધરસ, ગળામાં બળવું, નબળાઇ આવવી જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. જામનગરની વાત કરીએ તો હાલમાં જે ત્રણ દર્દી સારવાર હેઠળ છે તેમનામાં ઓમિક્રોનના માઇલ્ડ એટલે કે A સિમ્પ્ટમ્સ લક્ષણો જોવા મળી રહ્યાં છે.

દિવ્યભાસ્કરઃ ઓમિક્રોનના દર્દીઓને કેવી સારવાર આપવામાં આવી રહી છે?

નોડલ ઓફિસરઃ જામનગર ડેન્ટલ હોસ્પિટલ ખાતે 400 બેડની સુવિધા સાથે ઓમિક્રોન વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે, જેમાં અત્યારે 3 દર્દી સારવાર હેઠળ છે. આ દર્દીને કોરોનાની જેમ ગાઇડલાઇન્સ મુજબ સારવાર આપવામાં આવી રહી છે અને દવામાં પેરાસિટામોલ તથા ડોલો આપીએ છીએ. હાલ તેમનામાં ઓક્સિજન લેવલ પણ પૂરતું જણાય રહ્યું છે અને માઇલ્ડ સિમ્પ્ટમ્સ હોવાને કારણે ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂરિયાત જણાતી નથી.

દિવ્યભાસ્કરઃ ઓમિક્રોન દર્દીને કેટલા સમય સુધી સારવાર આપવામાં આવે છે?

નોડલ ઓફિસરઃ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ 10 દિવસે બે રિપોર્ટ નેગેટિવ જાહેર થાય તો તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ગુજરાતના પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસે પણ નેગેટિવ ન આવતાં તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં સુધી દર્દીના બે રિપોર્ટ નેગેટિવ જાહેર નહીં થાય ત્યાં સુધી સારવાર ચાલુ રાખવામાં આવશે.

દિવ્યભાસ્કરઃ ડેલ્ટા પ્લસ અને ઓમિક્રોન વેરિયન્ટમાં શું શું તફાવત છે?

નોડલ ઓફિસરઃ કોરોના વાઇરસમાં મ્યૂટેશન જોવા મળતું હોય છે. પ્રથમ ડેલ્ટા, ત્યાર બાદ ડેલ્ટા પ્લસ અને હવે સાઉથ આફ્રિકાથી શરૂ થયેલો ઓમિક્રોન વેરિયન્ટ શરૂ થયો છે. ઓમિક્રોન વેરિયન્ટ એ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતાં વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે, જેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

દિવ્યભાસ્કરઃ સરકાર સાથે થયેલી વીડિયો-કોન્ફરન્સમાં શું ચર્ચા કરવામાં આવી?

નોડલ ઓફિસરઃ ઓમિક્રોનના વધુ બે કેસ શુક્રવારે પોઝિટિવ જાહેર થયા બાદ આરોગ્ય વિભાગ અને સરકાર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં આગામી સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ચર્ચા કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં રહેલી સુવિધાઓ અંગે રિપોર્ટ માગવામાં આવ્યો હતો. આ સાથે સાવચેત કરતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આફ્રિકામાં ઓમિક્રોન પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, જેને જોતાં તમામને સાવચેતીનાં સૂચનો આપવામાં આવ્યાં હતાં.

દિવ્યભાસ્કરઃ કોરોનાના કેસની સંખ્યા વધે છે તો તમારું શું કહેવું છે?

નોડલ ઓફિસરઃ હાલમાં દિવાળીના તહેવારો અને લગ્નપ્રસંગમાં લોકો ક્યાંક કોવિડ ગાઇલાઇન્સનું પાલન કરવાનું ચૂકી ગયા હતા. માટે કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ચિંતાનો વિષય એ પણ છે કે શાળાઓ શરૂ થયા બાદ નોન-વેક્સિનેટેડ બાળકો અને યુવાનો સંક્રમિત થઇ રહ્યાં છે. માટે બાળકોમાં પણ વેક્સિનેશન કરવું ખૂબ જરૂરી છે.

દિવ્યભાસ્કરઃ વેક્સિનેટેડ વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ આવે છે, શા માટે?

નોડલ ઓફિસરઃ વેક્સિન લેવાથી કોરોના નથી થતો એવું નથી, પરંતુ કોરોના થાય તો માઇલ્ડ સિમ્પ્ટમ્સ, યોગ્ય તકેદારી અને સારવાર સાથે દર્દી સાજા થઇ શકે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવી વ્યક્તિને હવે કોરોના બૂસ્ટર ડોઝની જરૂરિયાત છે તેમજ 12 વર્ષથી ઉપરના કિશોરો માટે વેક્સિનેશન શરૂ થવું જોઇએ, કારણ કે આજે જામનગરમાં 3 બાળક કોરોનાથી સંક્રમિત થયાં છે.

આફ્રિકાની જેમ જામનગર પણ ઓમિક્રોનના ભરડામાં સપડાય શકે છે
પ્રથમ ઓમિક્રોન દર્દીના સંપર્કમાં આવેલા લોકો તકેદારીપૂર્વક કોવિડ ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે તો આગામી દિવસોમાં સાઉથ આફ્રિકાની જેમ જામનગરમાં પણ ઓમિક્રોનનો ભરડો ફેલાય શકે છે. હાલ જામનગરમાં ઓમિક્રોનના 3 દર્દી સારવાર હેઠળ છે. બીજી તરફ, કોરોનાએ પણ માથું ઊંચક્યું હોય તેમ પાંચ દિવસમાં 50થી વધુ દર્દી જાહેર થયા છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 464 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 464 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 521 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 570 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 795 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 796 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 796 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 796 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 801 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 801 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 805 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 805 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 806 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 806 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 807 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 807 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 820 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 820 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 823 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 823 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 824 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 824 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 826 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 826 दिन पहले
↑