કઠલાલ-કપડવંજ રોડ પર ટેન્કર સાથે અથડાતાં કાર કાગળના ડૂચાની જેમ વળી ગઈ, મૃતકો સુરેન્દ્રનગર અને વિરમગામ પંથકના
ઓવરટેક કરવાની પળોજણમાં અકસ્માત સર્જાયો, કાળ 5 જણાને ભરખી ગયોલોચો વળેલી કારમાં સવાર કેટલાક લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યામૃતકો અમદાવાદના વિરમગામ તાલુકાના અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વતની ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે હૃદય કંપાવી દે એવો અકસ્માત સર્જાતાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
- ઓવરટેક કરવાની પળોજણમાં અકસ્માત સર્જાયો, કાળ 5 જણાને ભરખી ગયો
- લોચો વળેલી કારમાં સવાર કેટલાક લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા
- મૃતકો અમદાવાદના વિરમગામ તાલુકાના અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વતની
ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે હૃદય કંપાવી દે એવો અકસ્માત સર્જાતાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કઠલાલના કપડવંજ રોડ પર પોરડા નજીક ગત મોડી રાત્રે ટેન્કર અને કાર વચ્ચેના ગોઝારા અકસ્માતમાં કાળ 5 જણાને ભરખી ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ લોકો વિરમગામ અને લખતર તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે. કઠલાલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
લોચો વળેલી કારમાંથી લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા
કઠલાલના કપડવંજ રોડ પર પોરડા નજીક ગઈકાલે ગુરુવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર નં. (GJ 23 AT 5678) અને સ્વિફ્ટ કાર નં. (GJ 27 AA 4715) વચ્ચે અકસ્માત થતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. લોચો વળેલી કારમાં સવાર કેટલાક લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા, જે પૈકી 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત ખસેડાયો હતો, જેનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ઓવરટેક કરવાની પળોજણમાં અકસ્માત સર્જાયો
મૃતક વ્યક્તિઓ વિરમગામ અને લખતર તાલુકાના વતની હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ કઠલાલ પોલીસને કરવામાં આવતાં પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. સ્થાનિકોનું કહેવું છે કે ઓવરટેક કરવાની પળોજણમાં અકસ્માત સર્જાયો હતો.
પોલીસનાં સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક ભરતભાઇ જમોડના દીકરા કિરણ અને તેમની સાથે આવેલાં પાયલબેનને લઈને આવેલા. આ બન્નેને લેવા ઉપરોક્ત તમામ લોકો સ્વિફ્ટ કાર લઈને તોરણા પાસેના પેટ્રોલપંપે આવ્યા હતા. બન્નેને કારમાં બેસાડી તમામ લોકો પરત પોતના ગામે જઈ રહ્યા હતા એ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. જોકે પોલીસે ઇજાગ્રસ્તના નિવેદનની વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે, જે પછી ચોક્કસ માહિતી બહાર આવે એમ છે એવું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.
મૃતક
સુરેશભાઈ ચમનભાઈ મેણિયા (ઉં.વ.30, રહે.બાબાજીપુરા, તા.લખતર, જિ. સુરેન્દ્રનગર)
વિક્રમ બાલુભાઈ પાભરિયા (ઉં.વ.35, રહે.બાબાજીપુરા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)
ભરતભાઈ કેશાભાઈ જમોડ (ઉં.વ.45, રહે. ચેજરા, તા.વિરમગામ, જિ. અમદાવાદ)
પ્રભુભાઈ લાખાભાઈ બકુડિયા (ઉં વ.35, રહે. વસવલિયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ)
સારવાર દરમિયાન મોત
સુનીલ હરિભાઇ કુમાદરા (ઉં.વ. 24, રહે. વસવલિયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ).

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 462 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 462 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 520 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 569 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 793 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 794 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 794 दिन पहले

